________________
૨૧૧૫
મરણ સત્તર પ્રકારના પણ હોય છે અને પાંચ પ્રકારના પણ હોય છે. મરણના પાંચ પ્રકાર એ છે -
(૧) આવી ચિમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ, (૪) બાલમરણ અને (૫) પંડિતમરણ. આ પાંચ પ્રકારના મરણોના અનેક ભેદ-પ્રભેદ છે. મુખ્યરૂપથી પ્રથમ ત્રણ મરણોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચ ભેદોમાં વિભક્ત કરવામાં આવે છે. તે દ્રવ્યાદિ બધા મરણ ચારે ગતિઓમાં સંભવ છે. બાળમરણના બાર ભેદ છે - વલયમરણ, વશાર્તમરણ આદિ, આમાં વિષ ભક્ષણ કરીને મરવું, અગ્નિમાં બળીને મરવું, પાણીમાં ડૂબીને મરવું આદિ મરણ સમ્મિલિત છે. પંડિતમરણ બે પ્રકારના છે - (૧) પાદપોપગમન અને (૨) ભક્ત પ્રત્યાખ્યાન. પાદપોપગમન મરણ પણ બે પ્રકારના હોય છે - નિરાહાર અને આહાર સહિત. આ મરણ સેવા સુશ્રુષા રહિત છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં આહાર ત્યાગ કરવામાં આવે છે. પરંતુ સેવા-સુશ્રુષા કરવામાં આવતી નથી.
મૃત્યુના સમયે શરીરમાંથી જીવના નિકળવાનાં પાંચ માર્ગ કહ્યા છે - (૧) પગ, ૨. ઉરુ, (૩) હૃદય, (૪) મસ્તિષ્ક અને (૫) સર્વાગશરીર. પગમાંથી નિકળવાવાળો જીવ નરકગામી બને છે. ઉરુથી નિકળવાવાળો જીવ તિર્યંચગામી, હૃદયથી નિકળવાવાળો મનુષ્યગામી, મસ્તિષ્કથી નિકળવાવાળો દેવગામી અને સર્વાગથી નિકળવાવાળો જીવ સિધ્ધગતિને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે આ ગર્ભ અધ્યયનમાં જન્મથી લઈ મરણ સુધીની વિવિધ જાણકારીઓનું વિશદ વિવેચન થયું છે.
E1: Httituttii
iiiiiiii
IuEITHEIuEHHE
hill bailllllllllllliliiBilliiiiiiia-ellilitill illlllllllllllllllllwill illuHillllli litillullalliatiHill illuminiiiiiiiiiial rituali iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuuuuu For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International