________________
૨૧૪૫
૪૦. યુગ્મ અધ્યયન
'યુગ્મ' જૈનદર્શનનો એક પારિભાષિક શબ્દ છે. તે ચારની સંખ્યાનો દ્યોતક છે. ચારની સંખ્યાના આધારે યુગ્મનો વિચાર કરવામાં આવે છે. પ્રાયઃ ગણિતશાસ્ત્રમાં સમસંખ્યાને યુગ્મ અને વિષમ સંખ્યાને ઓજ કહેવામાં આવે છે. આ યુગ્મ અને ઓજ સંખ્યાનો વિચાર જ્યારે યુગ્મની ચાર સંખ્યાને આધારે કરવામાં આવે છે ત્યારે યુગ્મના ચાર ભેદ થાય છે - ૧. કૃતયુગ્મ, ૨. ઓજ, ૩. દ્વાપરયુગ્મ અને ૪. કલ્યોજ. એમાંથી બે યુગ્મ અર્થાત્ સમરાશિઓ છે તથા બે ઓજ અર્થાત્ વિષમરાશિઓ છે. આ બધાનો વિચાર ચારની સંખ્યાને આધારે કરવાથી એને યુગ્મરાશિઓ કહેવામાં આવે છે. તેમના સ્વરૂપનું નિરૂપણ પ્રસ્તુત અધ્યયનમાં થયેલું છે. તે અનુસાર જે રાશિમાંથી ચાર-ચાર કાઢવાથી છેવટે ચાર શેષ રહે તે 'કૃતયુગ્મ' છે, જેમકે - ૮, ૧૨, ૧૬, ૨૦, ૨૪ વગેરે સંખ્યાઓ. જે રાશિમાંથી ચાર-ચાર કાઢ વાથી છેવટે ત્રણ શેષ રહે તે 'જ્યોજ' કહેવાય છે, જેમકે - ૭, ૧૧, ૧૫ વગેરે સંખ્યાઓ, તે જ પ્રકારે જે રાશિમાંથી ચાર-ચાર ઘટાડવાથી છેવટે બે શેષ રહે તે દ્વાપરયુગ્મ' અને જેમાં એક શેષ રહે તે 'કલ્યોજ' કહેવાય છે, જેમકે - ૬, ૧૦, ૧૪, ૧૮ વગેરે સંખ્યાઓ દ્વાપરયુગ્મ અને ૫, ૯, ૧૩, ૧૭ વગેરે સંખ્યાઓ કલ્યોજ છે.
આ કૃતયુગ્મ આદિ ભેદોનું ૨૪ દંડકોના જીવો અને સિદ્ધોમાં નિરૂપણ થયું છે. જે અનુસાર વનસ્પતિકાય સિવાયના સમસ્ત જીવોમાં ચાર પ્રકારના યુગ્મ મળી આવે છે. વનસ્પતિકાય અને સિદ્ધોમાં કદાચિત્ કૃતયુગ્મ, કદાચિત્ સ્રોજ, કદાચિત્ દ્વાપર યુગ્મ અને કદાચિત્ કલ્યોજ યુગ્મ કહેવાય છે. જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્યોત્કૃષ્ટ દૃષ્ટિથી પણ આ યુગ્મોનો વિભિન્ન જીવોમાં વિચાર કરવામાં આવ્યો છે. સ્ત્રીઓમાં પૃથક્ (અલગ) રીતે વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્યાર્થની દૃષ્ટિએ એક જીવ કલ્યોજરૂપે હોય છે. કૃતયુગ્મ, જ્યોજ અને દ્વાપરયુગ્મરૂપે હોતો નથી. આ નિયમ એક જીવની અપેક્ષાએ સમસ્ત ચોવીસ દંડકોમાં લાગુ પડે છે. અનેક જીવોની અપેક્ષા ઓધાદેશથી તેઓ કૃતયુગ્મ છે, વિધાનાદેશથી તેઓ કલ્યોજરૂપે છે. પ્રદેશની અપેક્ષાએ જીવ કૃતયુગ્મ છે તથા શરીરપ્રદેશોની અપેક્ષાએ તે કદાચિત્ કૃતયુગ્મ છે -યાવત્કદાચિત્ કલ્યોજરૂપ છે. કદાચિત્ એક જીવ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે યાવત્- કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. આ
જ પ્રકારે નૈરયિકથી માંડીને વૈમાનિક દંડક પર્યંત વિધાન છે.
સ્થિતિની અપેક્ષાએ એક જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે. નૈરયિક વગેરે એક જીવ કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો -યાવત્- કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળો માનવામાં આવ્યો છે.
પ્રસ્તુત અધ્યયન વિવિધ જાણકારીઓથી સંપન્ન છે. તેમાં સામાન્યજીવ, ચોવીસ દંડકો અને સિદ્ધોમાં કૃતયુગ્માદિનું નિરૂપણ વર્ણાદિ પર્યાયોની અપેક્ષા, જ્ઞાન પર્યાયો, અજ્ઞાનપર્યાયો અને દર્શન પર્યાયોની અપેક્ષાએ પણ થયેલું છે. એટલું જ નહીં એમાં યુગ્મને ક્ષુદ્રયુગ્મ અને મહાયુગ્મરૂપે પણ નિરૂપિત કરતાં વિભિન્ન દ્વારો વડે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
એ વૈશિષ્ટ્ય છે કે ક્ષુદ્રયુગ્મ અંતર્ગત માત્ર નૈરિયકો અને મહાયુગ્મની અંતર્ગત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ક્ષુદ્રયુગ્મનો આશય છે લધુ સંખ્યાવાળી રાશિ તથા મહાયુગ્મનો આશય છે મોટી સંખ્યાવાળી રાશિ.
ક્ષુદ્રયુગ્મના પણ એ જ ચાર ભેદ છે - ૧. કૃતયુગ્મ, ૨. જ્યોજ, ૩. દ્વાપરયુગ્મ અને ૪. કલ્યોજ. તેઓનું પણ એ જ લક્ષણ જે યુગ્મના ભેદોનું છે. ક્ષુદ્રકૃતયુગ્માદિરાશિમાં નૈરિયકોના ઉપપાત વગેરેનું નિરૂપણ છે. નૈરયિકોમાં પણ કૃષ્ણલેશ્તી, નીલલેશ્તી, કાપોતલેશ્યી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક અને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org