________________
૨૧૯૯
s
=
=
=
=
= =
=
=
= =
=
૪૧. ગમ્મા અધ્યયન
આ એક વિશિષ્ટ અધ્યયન છે જેમાં ૨૪ દંડકોના જીવોના પારસ્પરિક-ગમનાગમન (ગતિ-આગતિ ના આધારિત ઉત્પાદ ઇત્યાદિ ૨૦ (વીસ) કારોનું વર્ણન છે. આ અધ્યયન મુખ્યતઃ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના ૨૪માં શતક પર આધારિત છે. આ અધ્યયનને સમજવા માટે ગતિ, વ્યુત્ક્રાંતિ, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, કષાય, ઈન્દ્રિય, સમુદ્દઘાત, વેદ વગેરે અધ્યયન (સહાયક) મદદરૂપ છે. આથી આ અધ્યયનના વિષયને સમજવા માટે વાંચક ઉપર્યુક્ત અધ્યયનોની વિષય-સામગ્રીનો આધાર (આલંબન) લઈ શકે છે.
ચોવીસ દંડક છે – નરયિકોનું એક, દસ ભવનવાસી દેવોના ૧૦, પાંચ સ્થાવરોના ૫, વિકલેન્દ્રિયોના ૩, તિર્યંચ પંચેન્દ્રિયોનું ૧, મનુષ્યનું ૧, વાણવ્યંતર દેવોનું ૧, જ્યોતિષ્ક દેવોનું ૧ અને વૈમાનિક દેવોનું ૧, આ ચોવીસ દંડકોમાં પરસ્પર ગતિ-આગતિ અથવા વ્યુત્ક્રાંતિના આધાર પર ક્રમશઃ નિખ્ખાંકિત ૨૦ દ્વારો વડે નિરૂપણ જ આ અધ્યયનનો પ્રમુખ પ્રતિપાદ્ય છે. આ ૨૦ દ્વાર છે : ૧. ઉપપાત, ૨. પરિમાણ (સંખ્યા), ૩. સંહનન, ૪. ઉચ્ચત્વ (અવગાહના), ૫. સંસ્થાન, 3. લેશ્યા, ૭, દૃષ્ટિ, ૮. જ્ઞાન-અજ્ઞાન, ૯. યોગ, ૧૦. ઉપયોગ, ૧૧. સંજ્ઞા, ૧૨, કષાય, ૧૩. ઈન્દ્રિય, ૧૪. સમુદઘાત, ૧૫. વેદના, ૧૬. વેદ, ૧૭, આયુષ્ય, ૧૮. અધ્યવસાય, ૧૯, અનુબંધ અને ૨૦. કાયસંવેધ.
ઉપપાત દ્વારના અંતર્ગત વિચાર કરવામાં આવ્યો છે કે અમુક દંડકનો જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? પરિણામ દ્વારમાં એની ઉત્પત્તિના સંદર્ભમાં વિચાર કરવામાં આવ્યો છે. સંવનન દ્વારના અંતર્ગત અમુક દંડકમાં ઉત્પન્ન થનાર (પરંતુ અધુના યાવત- અનુત્પન્ન) જીવના સંહનનોની ચર્ચા છે. ઉચ્ચત્વ દ્વારમાં વર્તમાનભવની અવગાહના (અવસ્થિતિ)નું વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્થાન, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન-અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય અને સમુદ્દાત કારોમાં પણ ઉત્પદ્યમાન જીવ અને એને સંબંધિત પ્રરૂપણા છે. વેદના દ્વારમાં માતા અને અસાતા વેદનાનું તથા વેદ દ્વારમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદનો વિચાર કરવામાં આવ્યો છે. આયુષ્યદ્વારના અંતર્ગત "સ્થિતિ'ની ચર્ચા છે. અધ્યવસાય બે પ્રકારના હોય છે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. જો જીવ જે દંડકમાં ઉત્પન્ન થનાર હોય છે એને અનુસાર જ એના પ્રશસ્ત (શુભ) અથવા અપ્રશસ્ત (અશુભ) અધ્યવસાય (ભાવ) પ્રાપ્ત થાય છે. અનુબંધ અને કાયસંવેધ એ બે દ્વારા આ અધ્યયનમાં સર્વથા વિશિષ્ટ પ્રતીત થાય છે. અનુબંધનું તાત્પર્ય છે વિવલિત (અપેક્ષિત) પર્યાયનું અવિચ્છિન્ન (નિરંતર) બની રહેવું તથા કાયસંવેધનું તાત્પર્ય છે વર્ણમાન કાયથી અન્ય કાર્યમાં અથવા તુલ્યકામાં જઈ પુનઃ એ જ કાયમાં પાછું ફરવું. કાયસંવેધ ધારનો વિચાર ભવાદેશ અને કાલાદેશની અપેક્ષાએ બે પ્રકારે છે.
ઉપર્યુક્ત ૨૦ ધારોના માધ્યમ દ્વારા પ્રત્યેક દંડકના વિવિધ પ્રકારના જીવોની જે જાણકારી આ અધ્યયનમાં સંકલ્પિત છે તે અત્યંત સૂક્ષ્મ અને યુક્તિસંગત છે. આ અધ્યયનનું અનુશીલન કરવાથી અનેક ગુત્યિયા (ગુંચો) ઉકેલાઈ જાય છે, કારણ કે આમાં જે પ્રતિપાદન છે તે વિસ્તૃત હોવાને કારણે સૂક્ષ્મતા અને ઊંડાણ સુધી લઈ જાય છે.
પ્રારંભમાં ગતિની અપેક્ષાએ નૈરયિકોના ઉપપાતનું વર્ણન છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે નરકમાં તિર્યંચ અને મનુષ્ય ગતિના જ જીવો આવીને ઉત્પન્ન થાય છે, નૈરયિકો અને દેવોના નહીં. તિર્યંચમાં પણ પંચેન્દ્રિયના અસંજ્ઞી તથા સંજ્ઞીના પર્યાપ્તક જીવો જ નરકમાં ઉત્પન્ન થાય છે. રત્નપ્રભા, શર્કરા પ્રભાથી ત:પ્રભા પર્યત અને અધઃસપ્તમ નરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી સંખ્યાત વર્ષાયુષ્ક પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો ઉપપાત વગેરે ૨૦ દ્વારોમાં વિસ્તૃત નિરૂપણ છે. આ પ્રકારે આ નરકોમાં પર્યાપ્ત સંજ્ઞી સંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યોનો ૨૦ ધારોથી વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org