________________
૨૩૯૮
અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી સકંપ રહે છે. તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી નિષ્કપ રહે છે. દ્વિપ્રદેશિકથી અનંતપ્રદેશિક સ્કંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી દેશકંપક કે સર્વકંપક રહે છે, એની નિષ્કપકતા પરમાણુની જેમ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. સર્વકંપકતા, દેશકંપકતા અને નિષ્કપકતાને આધારિત જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતરકાળનું પણ આ પ્રસંગે નિરૂપણ થયેલું છે.
અલ્પ-બહુત્વની દૃષ્ટિએ સર્વકમ્પક પરમાણુ પુદ્દગલ સૌથી અલ્પ છે, એનાથી નિષ્કપ પરમાણુ-પુદ્દગલ અસંખ્યાતગણા છે. દ્વિપ્રદેશિક સ્કંધોથી અસંખ્યાત પ્રદેશી કંધો સુધી સર્વકંપક સૌથી અલ્પ, એનાથી દેશકંપક અસંખ્યાતગણા તથા નિષ્કપક અસંખ્યાતગણા છે. અનન્તપ્રદેશિક સ્કંધોમાં સર્વકંપક સૌથી અલ્પ છે, નિષ્કપક એનાથી અનંતગણા છે તથા દેશકંપક એનાથી અનંતગણા છે. પરમાણુ-પુદ્દગલોથી માંડીને અનન્તપ્રદેશી કંધોમાં તુલના કરતાં સર્વકંપક અનંતપ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ સૌથી અલ્પ છે તથા નિકંપક અસંખ્યાત પ્રદેશી સંધ સૌથી વિશેષ છે.
સૌથી અલ્પ અનંતપ્રદેશી સ્કંધ છે, એનાથી પરમાણુ-પુદ્દગલ અનંતગણા છે, એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ સંખ્યાતગણા છે અને એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાતગણા છે. ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્દગલ સૌથી અલ્પ છે, એનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્દગલ સંખ્યાતગણા છે, એનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્દગલ અસંખ્યાતગણા છે. કાળની અપેક્ષાએ પણ અલ્પ-બહુત્વનું એ જ કથન છે જે અવગાહનાનું છે.
વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ સત્ અને પરરૂપની અપેક્ષાએ અસત્ હોય છે. આ સિદ્ધાંત પરમાણુ પુદ્દગલોથી માંડીને અનંતપ્રદેશી સંધ સુધી લાગુ પડે છે. સત્ અને અસત્ને આરિત અનેક ભંગ બની જાય છે. સપ્તભંગી નયનો પણ આ જ આધાર છે.
અન્યતીર્થિકોના મતમાં બે પરમાણુ પુદ્દગલ એકી સાથે ચોંટાયેલા હોતા નથી જ્યારે જૈનાગમ અનુસાર બે પરમાણુ પુદ્દગલ એકી સાથે ચીટકી (વળગી) જાય છે કારણ કે એમનામાં ચોંટવાપણું (સ્નિગ્ધતા) હોય છે. ત્રણ પરમાણુ પુદ્દગલ વગેરે પણ આ જ પ્રકારે ચોંટેલા રહે છે. તેઓ ચોંટીને સ્કંધ બને છે. સ્કંધના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે - ૧. નામ સ્કંધ, ૨. સ્થાપના સ્કંધ, ૩. દ્રવ્ય સ્કંધ અને ૪. ભાવ સ્કંધ, દ્રવ્ય સ્કંધના બે ભેદ હોય છે - ૧. આગમથી દ્રવ્ય સ્કંધ અને ૨. નોઆગમથી દ્રવ્ય સ્કંધ. ભાવસ્કંધ પણ બે પ્રકારના હોય છે ૧. આગમ ભાવ સ્કંધ અને ૨. નોઆગમ ભાવ સ્કંધ.
ઉત્તરાધ્યયન સૂત્રમાં શબ્દ, અંધકાર, ઉદ્યોત (પ્રકાશ), પ્રભા, છાયા, આતપ (તાપ) તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને પુદ્દગલનું લક્ષણ કહેવામાં આવ્યું છે. એકત્વ, પૃથક્ક્સ, ભિન્નત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગને પુદ્દગલના પર્યાયોનું લક્ષણ કહેવામાં આવ્યું છે. શબ્દની ઉત્પત્તિ બે કારણોથી થાય છે - ૧. પુદ્દગલોના સંઘાત (જોડ) એકત્રિત થવાથી તથા ૨. પુદ્દગલોનું વિભાજન (ભેદ) થવાથી.
-
પ્રસ્તુત અધ્યયનમાં પરમાણુ-પુદ્દગલથી માંડીને અનંતપ્રદેશી કંધોનું દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ વિવિધ પ્રકારે વિચારણા થયેલી છે. જેમાં કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજની દૃષ્ટિએ કરવામાં આવેલો વિચાર પણ મુખ્ય (પ્રધાન સ્વરૂપે) છે. પરિમંડળ વગેરે સંસ્થાનો (આકારો)ની પણ આ અધ્યયનમાં વિસ્તારપૂર્વક વિચારણા થયેલી છે, જો કેટલીક દૃષ્ટિએ અતિ મહત્ત્વની છે. સંસ્થાનોમાં પણ કૃતયુગ્માદિનો વિચાર કરવામાં આવેલો છે. શબ્દનું પુદ્દગલ હોવાના વિષયમાં પણ ચર્ચા કરવામાં આવી છે.
Jain Education International
આ પ્રકારે જૈન દર્શનમાં પુદ્દગલનું સ્વરૂપ શું છે તથા પરમાણુનું સ્વરૂપ શું છે એને સમજવાને માટે આ અધ્યયન અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org