________________
तओ केसिं बुवंतं तु, गोयमो इणमब्बवी । पन्ना समिक्खए धम्म, तत्तं तत्तविणिच्छयं ॥२५॥
पुरिमा उज्जुजडा उ वंकजडा य पच्छिमा। मज्झिमा उज्जुपन्ना य तेण धम्मे दुहा कए ॥२६॥
पुरिमाणं दुब्बिसोज्झो उ, चरिमाणं दुरणुपालओ। कप्पो मज्झिमगाणं तु, सुविसोज्झो सुपालओ ॥२७॥
साह गोयम ! पन्ना ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥२८॥
अचेलगो य जो धम्मो जो इमो सन्तरूत्तरो। देसिओ वद्धमाणेण पासेण य महाजसा ॥२९॥
एगकज्जपवन्नाणं विसेसे किं नु कारणं ? लिंगे दुविहे मेहावि ! कहं विप्पच्चओ न ते?॥३०॥
કેશીના આ પ્રમાણે કહેવાથી ગૌતમે કહ્યું - "તત્ત્વો (જીવાદિતત્વો)નું જેમાં વિશેષ પ્રતિપાદન થાય છે. એવા ધર્મ તત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા દ્વારા થાય છે.” પ્રથમ તીર્થકરના સાધુ ઋજુ (સરળ) અને જડ (મંદમતિ) હોય છે. અંતિમ તીર્થંકરના સાધુ વક્ર અને જડ હોય છે (જ્યારે) વચ્ચેના ૨૨ તીર્થકરોના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે એટલા માટે ધર્મના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. "પ્રથમ તીર્થંકરના સાધુઓનો આચાર દુવિશોધ્યા (અત્યંત કઠિનતાથી નિર્મળ કરી શકાયો હતો. અંતિમ તીર્થંકરના સાધુઓનું આચાર પાલન કરવો કઠિન છે. પરંતુ વચ્ચેના ૨૨ તીર્થકરોના સાધકોના આચારનું પાલન સુકર (સરળ) છે. (કુમાર શ્રમણ કેશી-) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારી શંકા દૂર કરી. પરંતુ ગૌતમ ! મને હજી એક શંકા છે તે વિષયમાં પણ સમાધાન કરો.
આ જે અચેલક ધર્મ છે તે વર્ધમાને બતાવ્યો છે અને જે સાન્તરોત્તર (જે વર્ણાદિથી વિશિષ્ટ અને બહુમૂલ્યવસ્ત્રવાળો) ધર્મ છે તે મહાયશસ્વી પાર્શ્વનાથે બતાવ્યો છે.” "હે મેધાવિન! એક જ ઉદ્દેશ્યથી પ્રવૃત્ત આ બંને (ધર્મો)માં ભેદનું કારણ શું છે? બે પ્રકારના વેષ (લિંગ)ને જોઈ તમને સંશય કેમ નથી થતો ?” (ગૌતમ ગણધર-) કેશીના આ પ્રમાણે કહેવાથી ગૌતમે કહ્યું- "(સર્વજ્ઞોએ) વિજ્ઞાન (કેવળજ્ઞાન)થી યથોચિતરૂપે જોઈને ધર્મના સાધનો (વેશ, ચિન્હ આદિ ઉપકરણો)ને જાણીને જ તેમને અનુમતી આપી છે.” અનેક પ્રકારના ઉપકરણોનું વિધાન લોકોની પ્રતીતિ માટે, સંયમયાત્રાના નિર્વાહ માટે અને બહું સાધુ છું” એ પ્રમાણેનો બોધ રહે તે માટે જ લોકમાં લિંગ (વેશ)નું પ્રયોજન છે. નિશ્ચયદષ્ટિથી તો સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષના વાસ્તવિક સાધન છે. આ પ્રમાણેનો એક સરખો સિદ્ધાંત બંને તીર્થકરોનો છે. (કશીકુમાર શ્રમણ-) "હે ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, કારણ કે આપ મારી આ શંકા દૂર કરી. મારી એક બીજી
શંકા પણ છે. હે ગૌતમ! તે સંબંધમાં પણ મને બતાવો.” ૩, “ગૌતમ ! અનેક સહસ્ત્ર શત્રુઓની વચમાં તમે ઉભા
છો. તે તમને જીતવા માટે (તમારી તરફ) દૌડે છે. છતાં તમે તે શત્રુઓને કેવી રીતે જીતી લીધા ?” (ગણધર ગૌતમ-) એકને જીતવાથી પાંચ જીતી લીધા અને પાંચને જીતવાથી દશ જીતી લીધા. દશેને જીતી મેં બધા શત્રુઓને જીતી લીધા.”
केसिमेवं बुवाणं तु, गोयमो इणमब्बवी। विन्नाणेण समागम्म, धम्मसाहणमिच्छियं ॥३१॥
पच्चयत्थं च लोगस्स नाणा विहविगप्पणं । 'जत्तत्थं गहणत्थं च, लोगे लिंगप्पओयणं ॥३२॥
अह भवे पइन्ना उ मोक्खसब्भूयसाहणे। नाणं च दंसणं चेव, चरित्तं चेव निच्छए ॥३३॥
साहु गोयम ! पन्ना ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ! ॥३४॥
अणेगाणं सहस्साणं मज्झे चिट्ठसि गोयमा ! ते य ते अहिगच्छन्ति, कहं ते निज्जिया तुमे ? ॥३५॥
एगे जिए जिया पंच, पंच जिए जिया दस । दसहा उ जिणित्ताणं, सव्वसत्तु जिणामहं ॥३६॥
P–111 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org