________________
૨૩૦૬
llllllll
ififththi flithfittiiiiiiiiiiitilllllllllllllllllllll
illum
inathittitutilllllllllllllllllllllll. illitiiiiiiiiiiiiiiii'lllllllllllilith
#lat
ElewwwE
e stituttiintill
Till
try tilittlt
list
૪૩. સમુદઘાત અધ્યયન
સમુદ્દઘાત શબ્દ સમૂ અને ઉદ્ ઉપસર્ગપૂર્વક હનુધાતુ વડે બનેલો છે. અહીંયા 'હનું' ધાતુ ગમનાર્થક છે. વિભિન્ન કારણો વડે જ્યારે જીવના આત્મ-પ્રદેશ શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે એને સમુદ્ધાત કહેવામાં આવે છે. તે આત્મપ્રદેશો પુદ્ગલયુક્ત હોય છે. એટલા માટે સમુદ્દઘાતોનું નિરૂપણ કરતી વખતે આગમોમાં પુદ્ગલોનું પણ શરીરમાંથી બહાર કાઢવાનું વર્ણન મળી આવે છે. સમુદ્દઘાત સાત પ્રકારનાં છે - ૧. વેદના, ૨. કષાય, ૩. મારણાન્તિક, ૪. વૈક્રિય, ૫. તૈજસ્, ૬. આહારક અને ૭. કેવલી. આ સમુદ્ધાતો સ્વતઃ (સ્વયં પ્રેરિત) પણ હોય છે અને જરૂરિયાત ઉત્પન્ન થવાપર કરવામાં પણ આવે છે.
પ્રસ્તુત અધ્યયન સમુદ્યાત સંબંધિત અનેકવિધ માહિતી આપે છે. ચોવીસ દંડકોમાં સમુદ્દઘાતોનું નિરૂપણ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આહારક અને કેવળી સમુદ્ધાત તો માત્ર મનુષ્યોમાં જ પ્રાપ્ત થાય છે. તૈજસ સમુદ્દઘાત મનુષ્યોની સાથે દેવો અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં પણ થાય છે. વૈક્રિય સમુદઘાત આ બધા ઉપરાંત વાયુકાય અને નૈરયિક જીવોમાં પણ થાય છે. વેદના, કષાય અને મારણાન્તિક સમુધાત સર્વપ્રકારના જીવોમાં થાય છે. એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોમાં તો આ ત્રણેય સમુદ્ધાત મળે છે.
આત્માને સ્વદેહ પરિમાણરૂપ સ્વીકાર કરીને પણ જૈનદર્શનમાં સમુદ્ધાતના માધ્યમ દ્વારા આત્મ-પ્રદેશોનું શરીર બહાર નિકળવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તે પુદ્ગલયુક્ત આત્મ પ્રદેશો એટલા સૂક્ષ્મ હોય છે કે એમનો બહાર નીકળવાનો અનુભવ ઈન્દ્રિયો દ્વારા થઈ શકતો નથી. કેવલી સમુદઘાતનો સમય આત્મ-પ્રદેશ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે પરંતુ તેનો અનુભવ છદ્મસ્થ જીવોને થતો નથી. જૈનદર્શનમાં વિદ્યમાન સમુદ્યાતની અવધારણા વૈજ્ઞાનિકોને માટે આશ્ચર્યનો વિષય છે.
વેદના અસહ્ય થવાથી એને સહન કરવા અથવા નિર્જરિત કરવા માટે જીવ વેદના-સમુદ્દઘાત કરે છે. આ પ્રકારે બધાં સમુદ્યાત વિશેષ પરિસ્થિતિઓમાં સપ્રયોજન કરવામાં આવે છે. વૈક્રિય સમુદ્યાત વૈક્રિય લબ્ધિ થવાપર અથવા ઉતરક્રિય કરવા માટે કરવામાં આવે છે. તૈજસ સમુદઘાત તેજલેશ્યાનો પ્રયોગ કરતી વખતે અથવા અન્ય પ્રસંગે કરવામાં આવે છે. મારણાંતિક સમુદ્રઘાત દેહ-ત્યાગના સમયે થાય છે. કષાય સમુદ્દઘાત કષાયના આવેગની વૃદ્ધિ સાથે થાય છે. જ્યારે કોઈ ચૌદ પૂર્વધારી મુનિ આહારક શરીરનું પૂતળું જિનેન્દ્ર દેવની વિશિષ્ટ જાણકારી માટે બહાર મોકલવામાં આવે છે ત્યારે આહારક સમુઘાત કરવામાં આવે છે. કેવલી સમુદ્દઘાતનું પ્રયોજન ભિન્ન છે. જ્યારે કેવળીના આયુષ્ય કર્મની સ્થિતિ ઓછી હોય તથા વેદનીય. ગોત્ર અને નામકર્મની સ્થિતિ વિશેષ હોય તો એને સમ કરવાને માટે કેવલી સમુદ્દઘાત કરવામાં આવે છે. કેવલી સમુદ્યાત સિવાય છયે સમુદ્યાત છદ્મસ્થામાં મળી આવે છે, આથી જ એને છાઘસ્થિક સમુદ્દઘાત કહેવામાં આવે છે. છાબસ્થિક સમુદ્ધાતનો કાળ અસંખ્યાત સમય છે જ્યારે કેવલી સમુદ્દઘાતનો કાળ માત્ર આઠ સમય છે.
આ અધ્યયનમાં સાતે સમુઘાતોનું ચોવીસ દંડકોમાં ક્ષેત્ર, કાળ અને ક્રિયાને આધારે પણ પ્રતિપાદન છે, જે સમુઘાતને સમજવાની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. અતીત એવં અનાગત સમુદ્ધાતોના એકત્વ અને બહુત દ્વારા ચોવીસ દંડકમાં નિરૂપણ એની વાસ્તવિક સ્થિતિને સ્પષ્ટ કરે છે. કેવલી-સમુઘાત એકવાર થાય છે અને એ પણ કેવલી બનવા પર કોઈ-કોઈ કેવલીને થાય છે. આહારક સમુદઘાત મનુષ્ય પર્યાયમાં એક જીવની અપેક્ષાએ અતીતમાં ઉત્કૃષ્ટ ત્રણ થયા છે તથા
કાકરાપાર !! - IIIiiiiiiiilLEILBhiwamilnillallHE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org