________________
૨૩૯૫
માંડીને પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન પરિણત છે. પાંચ સંસ્થાન એ છે - પરિમંડળ, વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત - પાંચમા દંડકમાં આ જીવોને શરીરાદિની સાથે જોડીને વર્ણાદિનું નિરૂપણ થયેલું છે. આઠમાં દંડકમાં એને ઈન્દ્રિયાદિની સાથે જોડીને તથા નવમાં દંડકમાં શરીર અને ઈન્દ્રિય બંનેને જોડીને કૃષ્ણ વર્ણ -યાવત્- અષ્ટસ્પર્શનું કથન કરવામાં આવેલું છે.
વિસ્તૃસા અર્થાત્ સ્વભાવથી આપમેળે પરિણત પુદ્દગલ પાંચ પ્રકારનાં હોય છે - ૧. વર્ણ પરિણત, ૨. ગંધ પરિણત, ૩. રસ પરિણત, ૪. સ્પર્શ પરિણત અને ૫. સંસ્થાન પરિણત. વર્ણ પરિણતના કૃષ્ણ (શ્યામ) વગેરે પાંચ, ગંધના સુરભિ વગેરે બે, રસના તિક્ત (તીખા) વગેરે પાંચ, સ્પર્શના કર્કશ (કઠો૨) વગેરે આઠ તથા સંસ્થાનના પરિમંડળ વગેરે પાંચ ભેદ હોય છે.
ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એક પુદ્દગલ દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, મિશ્ર પરિણત હોય છે કે વિસ્ત્રસા પરિણત હોય છે ?” એનો પ્રત્યુત્તર આપતાં ભગવાને કહ્યું - 'ગૌતમ ! એક પુદ્દગલ દ્રવ્ય પ્રયોગ પરિણત પણ હોય છે, મિશ્ર પરિણત પણ હોય છે અને વિસ્ત્રસા પરિણત પણ હોય છે.' જ્યારે તે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે ત્યારે તે મન, વચન અને કાય પ્રયોગ પરિણત પણ હોય છે, મિશ્ર પરિણત પણ હોય છે અને વિસ્ત્રસા પરિણત પણ હોય છે. મન, વચન અને કાયાના ભેદોમાં પણ પિરણત હોય છે પરંતુ આ પરિણમન જે જીવોમાં જેટલું શક્ય છે એટલું જ હોય છે, જેવી રીતે એક દ્રવ્ય વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરકાય પ્રયોગ પરિણત થાય છે. પરંતુ વાયુકાય સિવાય એકેન્દ્રિય વૈક્રિય શરીરકાય પ્રયોગ પરિણત થતો નથી, પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત થઈ જાય છે. આહા૨ક શરીર અને આહારક મિશ્ર શરીર કાય પ્રયોગનું પરિણમન આહા૨ક લબ્ધિયુક્ત પ્રમત્ત સંયત મનુષ્યોમાં થાય છે, બીજાઓમાં નહીં.
એ જ દ્રવ્ય જ્યારે મિશ્ર પરિણત થાય છે તો મનોમિશ્ર પરિણત પણ હોય છે, વચનમિશ્ર પરિણત પણ હોય છે અને કાયમિશ્ર પરિણત પણ હોય છે. મનના સત્ય, જુઠ, સત્ય-જુઠ અને અસત્ય-અજુઠ ભેદોમાં તથા વચનના સત્ય, જુઠ, સત્ય-જુઠ અને અસત્ય-જુઠ ભેદોમાં પણ પરિણત થાય છે. કાયાના ઔદારિક શરીર, ઔદારિક મિશ્ર શરીર, વૈક્રિય શરીર, વૈક્રિય મિશ્ર શરીર, આહારક શરીર, આહારક મિશ્ર શરીર તથા કાર્મણ શરીર કાય ભેદોમાં પણ યથાશક્ય પ્રયોગ પરિણમન થાય છે.
વિસ્ત્રસા પરિણમનમાં એક દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન પરિણત હોય છે, તે એના ભેદોપભેદોમાં પણ પરિણત હોય છે. બે પુદ્દગલ દ્રવ્યો, ત્રણ પુદ્દગલ દ્રવ્યો, ચાર, પાંચ, છ -યાવતુ- દસ પુદ્દગલ દ્રવ્યો, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પુદ્દગલ દ્રવ્યોમાં પ્રયોગ પરિણમન, મિશ્ર પરિણમન અને વિસ્તૃસા પરિણમનના દ્વિકસંયોગી, ત્રિકસંયોગી વગેરે અનેક ભંગ બને છે.
અલ્પ-બહુત્વની દૃષ્ટિએ વિચાર કરતાં જાણવા મળે છે કે સૌથી અલ્પ પુદ્દગલ પ્રયોગ પરિણત છે, એનાથી મિશ્ર પરિણત પુદ્દગલ અનંતગણા છે તથા એનાથી વિસ્તૃસા પરિણત પુદ્દગલ અનંતગણા છે. એનાથી એ સાબિત થાય છે કે પુદ્દગલોનું સ્વાભાવિક પરિણમન વધારે થાય છે. પર્યાયની દૃષ્ટિએ તો બધા દ્રવ્યોના પર્યાયોનું નિરંતર પરિણમન થઈ રહ્યું છે.
પુદ્દગલ અનંત છે. એક પરમાણુ પુદ્દગલ અનંત છે, એક પ્રદેશાવગાઢ પુદ્દગલ અનંત છે, એક સમયની સ્થિતિયુક્ત પુદ્દગલ અનંત છે, એક ગુણ કૃષ્ણ (શ્યામ) વર્ણયુક્ત -યાવ- એક ગુણ રુક્ષ સ્પર્શયુક્ત પુદ્દગલ પણ અનંત છે. આ જ પ્રકારે ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી -યાવત્- દસ પ્રદેશી પુદ્દગલ એટલા ક્ષેત્ર, કાળ અને ભાવયુક્ત હોવા છતાં પણ અનંત છે. આ વર્ણન સ્થાનાંગ સૂત્રને અનુસાર છે. ત્યાં દસ સ્થાન સુધી વર્ણન છે. આથી દસ પ્રદેશી પુદ્દગલો સુધીનું વર્ણન ત્યાં પ્રાપ્ત છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશીનું નહીં. આગમ-પરંપરા અનુસાર સંખ્યાત પ્રદેશી વગેરે પુદ્ગલ પણ અનંત છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org