________________
૨૩૬૯
BImalaimantilawiારાWWWatiiiiiiiiiiiiiiiiiiiiial lalunalalોધllllladal
t
i ntill ill
////
fill
llllllll
(liteFit
was
"
"
s
"
"
જો કે પુદ્ગલને સંબંધિત આ જ ગ્રંથના પુદ્ગલ દ્રવ્ય' અધ્યયનમાં વિસ્તારથી નિરૂપણ થયેલું છે, છતાં પણ આ અધ્યયનથી સંબંધિત કેટલીક વાતો-તો અહીંયા જાણવા યોગ્ય છે.
૧. પુદ્ગલ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનમાં પરિણમિત થવાની દષ્ટિએ પાંચ પ્રકારના હોય છે, વર્ણ પરિણત, ગંધ પરિણત વગેરે. પરંતુ પ્રત્યેક દ્રવ્યોમાં આ પાંચે ગુણો રહે છે. કોઈપણ પુદ્ગલ એવું નથી જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકાર) રહિત હોય.
૨. વર્ણ પાંચ પ્રકારના છે – ૧. કાળું, ૨. લીલું (વાદળી), ૩. લાલ, ૪. પીળું અને ૫. સફેદ. ગંધ બે પ્રકારના છે. ૧. સુરભિ (સુવાસ) ગંધ અને ૨. દુરભિ ગંધ (દુર્ગધ). રસ પાંચ પ્રકારના છે – ૧. તીખું, ૨. કડવું, ૩. કષાય, ૪. અસ્લા (ખાટું) અને પ. મધુર. સ્પર્શ આઠ પ્રકારનાં છે – ૧. કર્કશ, ૨. મૂદુ, ૩. ગુરુ, ૪. લઘુ, ૫. શીત, ૪. ઉષ્ણ, ૭. સ્નિગ્ધ અને ૮. રુક્ષ. સંસ્થાન પાંચ પ્રકારના હોય છે - ૧. પરિમંડળ, ૨. વૃત્ત, ૩. ત્રિકોણ, ૪. ચતુષ્કોણ અને ૫. આયત (લંબચોરસ).
૩. જ્યારે કોઈ પુદ્ગલ કાળાવર્ણથી પરિણત થાય છે તો એમાં અન્ય વર્ગો સિવાય ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના બધા પ્રકાર મળી શકે છે. આ જ પ્રકારે નીલવર્ણથી પરિણત થવાથી શેષ વર્ણોને સિવાય ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના સમગ્ર ભેદ મળી આવે છે. કહેવાનો આશય - તાત્પર્ય એ જ છે કે એક વર્ણના એ જ વર્ણમાં પરિણત થવાથી ગંધાદિના સમગ્ર ભેદોનાં ભંગ બને છે. આજ સ્થિતિ ગંધ, રસ અને સંસ્થાનનાં પરિણમનમાં પણ હોય છે. દુરભિ ગંધમાં પરિણત
દિના સમસ્ત ભેદોના ભંગ બને છે. પાંચે રસો અને પાંચે સંસ્થાનોમાં પણ આ જ વિધિ લાગુ પડે છે. મંગોનો સંક્ષેપમાં ઉલ્લેખ આ પ્રકારે છે – ૧. વર્ણ પરિણતના ૧૦ ભેદ : કાળા વર્ણની સાથે ૨ ગબ્ધ, ૫ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાનના કુલ ૨૦
ભેદ થશે. આ જ પ્રકારે વાદળી, લાલ, પીળા અને સફેદના પણ ૨૦-૨૦ ભેદ થશે.
તેથી ૫ વર્ણ ૪ (૨ ગંધ + પ રસ + ૮ સ્પર્શ + ૫ સંસ્થાન = ૨૦) = ૧૦૦ ભેદ. ૨. ગંધ પરિણતના ૪૬ ભેદ : સુરભિગંધના ૨૩ તથા દુરભિગંધના ૨૩ ભેદ થશે.
૨ ગંધ ૪ (૫ વર્ણ + પ રસ + ૮ સ્પર્શ + ૫ સંસ્થાન = ૨૩) = ૪૬ ભેદ. ૩. રસ પરિણતના ૧૦૦ ભેદ : પ્રત્યેક રસના ૨૦-૨૦ ભેદ થશે.
પ રસ ૪ (૫ વર્ણ + ૨ ગંધ + ૮ સ્પર્શ + ૫ સંસ્થાન = ૨૦) = ૧૦૦ ભેદ ૪. સ્પર્શ પરિણતના ૧૮૪ ભેદ - સ્પર્શમાં એ વિશેષતા છે કે એ એકી સાથે બે વિરોધી સ્પર્શ અનુભવી
શકાતા નથી, પરંતુ શેષ સ્પર્શ એમાં એકી સાથે રહી શકે છે. વિરોધી સ્પર્શના યુગલ આ પ્રકારે છે – કર્કશ-મૃદુ, ગુરુ-લધુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ. જ્યાં કર્કશ પરિણમન થાય છે ત્યાં મૃદુ પરિણમન થતું નથી. આ જ પ્રકારે અન્ય વિરોધી યુગલોમાં સમજવું જોઈએ. આ ભંગો આ પ્રકારે બને છે – ૧ સ્પર્શ ૪ (૫ વર્ણ + ૨ ગંધ + પ રસ + ૬ સ્પર્શ + ૫ સંસ્થાન = ૨૩) = ૨૩ ભેદ.
૧. સ્પર્શના ૨૩ ભેદ. આથી ૮ સ્પર્શના ૮ X ૨૩ = ૧૮૪ ભેદ થશે. ૫. સંસ્થાન પરિણતના ૧૦૦ ભેદ - પ્રત્યેક સંસ્થાનના ૨૦-૨૦ ભેદ થશે. ૫ સંસ્થાન ૪ (૫ વર્ણ - ૨
ગંધ + પ રસ + ૮ સ્પર્શ = ૨૦) ૧૦૦ ભેદ. આ પ્રકારે વર્ણાદિ પરિણમનની દષ્ટિએ ૧00 + ૪૬ + ૧૦૦ + ૧૮૪ + ૧૦૦ = પ૩૦ ભેદ કે ભંગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org