________________
૨ ૨૯૮
=====
HlAI
BH
A
ll
in
life
૪૨. આત્મા અધ્યયન
આગમમાં આત્મા અને જીવ શબ્દ એકાર્થક છે. તથાપિ આત્મા શબ્દ જીવનું વિશિષ્ટ અને સૂક્ષ્મ વિવેચન કરે છે. આ આત્મા જીવાત્મા પણ કહેવાય છે. કેટલાક અન્યતીર્થિકો અનુસાર પ્રાણાતિપાત, મૃષાવાદ -ચાવતુ- મિથ્યાદર્શનશલ્ય નામના અઢાર પાપોમાં પ્રવર્તમાન પ્રાણીનો જીવ અન્ય (બીજો) છે અને જીવાત્મા એનાથી ભિન્ન છે. પરંતુ ભગવાન મહાવીર આ માન્યતાને મિથ્યા દર્શાવતા પ્રાણાતિપાત યાવત- મિથ્યાદર્શન શલ્યમાં પ્રવર્તમાન પ્રાણીને જ જીવ તથા જીવાત્મા નિરૂપિત કરે છે. એટલું જ નહીં તેઓ આ પાપોથી વિરત પ્રાણીને પણ જીવ અને જીવાત્મા શબ્દથી સંબોધિત કરે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સુત્રાનુસાર આ અધ્યયનમાં અન્યતીર્થિકોની અનેક શંકાઓ અને માન્યતાઓ ઉત્પન્ન કરી એનું નિરાકરણ કરતાં એ સિદ્ધ કરવામાં આવ્યું છે કે જ્ઞાન, દર્શન, દષ્ટિ, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, કર્મ, યોગ, ઉપયોગ, ગતિ, બુદ્ધિ આદિમાં પ્રવર્તમાન જીવ અને જીવાત્મા કે આત્મા ભિન્ન-ભિન્ન નથી. જે જીવ કે આત્મા સંસારમાં પ્રવૃત્ત છે તેઓ જ મુક્તિને પણ પ્રાપ્ત કરે છે. ચૈતન્ય દૃષ્ટિએ તેઓ એક જ છે.
છે અને મારા સૂત્રનો અર્થ એ નથી કે વિશ્વમાં સંખ્યાની દષ્ટિએ આત્મા એક જ છે. વેદાંત દર્શન બ્રહ્મ કે તુરીય ચૈિતન્ય (આત્મા)ને સંખ્યાની દષ્ટિએ એક માને છે તથા સંસારી જીવોમાં એનાં જ ચૈત્યાંશને સ્વીકાર કરે છે પરંતુ જૈન દર્શનમાં આત્મા એક નથી અનંત છે. સમગ્ર આત્માઓ પોતાના કુતકર્મોનું ફળ (અલગ) સ્વતંત્રરૂપે ભોગવે છે. “ માથા' સૂત્રમાં આત્માને જે એક દર્શાવવામાં આવ્યો છે તે ચૈતન્ય દષ્ટિએ સમગ્ર આત્માઓની એકતા કે સમાનતાને પ્રગટ કરે છે.
આત્મા અને જ્ઞાન-દર્શનમાં પરસ્પરશું સંબંધ છે, એના પર વિચાર કરવાથી સમજાય છે કે આત્મા કદાચિત્ જ્ઞાનરૂપ છે તથા કદાચિત અજ્ઞાનરૂપ છે પરંતુ નિયમપૂર્વક જ્ઞાન આત્મા હોય છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નથી, પરંતુ મિથ્યાદર્શનની ઉપસ્થિતિમાં જે જ્ઞાન થાય છે એને જ અજ્ઞાન કહેવાય છે. નિયમથી દર્શન આત્મા હોય છે અને નિયમથી જ આત્મા દર્શન થાય છે. આ પ્રકારે આત્મા જ્ઞાનદર્શનમય છે. ચોવીસ દંડકોમાંથી એકેન્દ્રિય જીવોના જે પાંચ દંડક છે તેમાં આત્મા અજ્ઞાનરૂપ હોય છે, શેષ સમગ્ર દંડકોમાં તે કદાચિત જ્ઞાનરૂપ અને કદાચિત્ અજ્ઞાનરૂપ હોય છે. પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિયોનું અજ્ઞાન નિયમ પ્રમાણે આત્મારૂપ હોય છે તથા આત્મા નિયમ પ્રમાણે અજ્ઞાનરૂપ હોય છે. દર્શનની દૃષ્ટિએ સમસ્ત ચોવીસ દંડકોમાં આત્મા દર્શનરૂપ અને દર્શન આત્મરૂપ હોય છે એનો કોઈ વિકલ્પ નથી.
આત્માના આઠ પ્રકાર છે - ૧. દ્રવ્યાત્મા, ૨. કષાયાત્મા, ૩. યોગ-આત્મા, ૪. ઉપયોગ-આત્મા, ૫. ૬. દર્શન-આત્મા, ૭. ચારિત્ર-આત્મા અને ૮. વીર્યાત્મા. આત્માના આ આઠ પ્રકાર એનો વિભિન્ન દૃષ્ટિકોણો વડે પ્રતિપાદન કરે છે. બધા જ જીવોમાં દ્રવ્યાત્મા તો સદાય સાથે રહે છે, કષાય આત્મા સકષાયી જીવોમાં, યોગ-આત્મા યોગી જીવોમાં, ચરિત્રાત્મા ચારિત્રયુક્ત જીવોમાં તથા વીર્યાત્મા વીર્યયુક્ત (પરાક્રમી) જીવોમાં રહે છે. ઉપયોગ-આત્મા અને દર્શન આત્મા દરેક જીવોમાં રહે છે. જ્ઞાન આત્મા ક્યારેક જ્ઞાનરૂપે તથા કયારેક અજ્ઞાનરૂપે રહે છે આથી તે વિકલ્પ હોય છે. દ્રવ્યાત્મા વગેરે આઠ આત્માઓ વિષે પરસ્પર સહભાવનું આ આધારે ચિંતન કરતાં જણાય છે કે જેને દ્રવ્યાત્મા હોય છે એને કષાયાત્મા અને યોગ-આત્મા કદાચિત હોય છે અને કદાચિત હોતી નથી, પરંતુ જેને કષાયાત્મા કે યોગ-આત્મા હોય છે એને દ્રવ્યાત્મા નિશ્ચિતરૂપે હોય છે. જેને દ્રવ્યાત્મા હોય છે એને ઉપયોગ-આત્મા અને દર્શન-આત્મા નિશ્ચિતરૂપે હોય છે તથા જેને ઉપયોગ-આત્મા કે દર્શન-આત્મા હોય છે એને દ્રવ્યાત્મા નિશ્ચિતરૂપે હોય છે. જ્ઞાન-આત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા હોવાથી દ્રવ્યાત્મા નિશ્ચિતરૂપે હોય છે પરંતુ દ્રવ્યાત્મા હોવાથી આ જ્ઞાનવગેરે આત્માઓ વિકલ્પ હોય છે.
મામ પાડવા
ગા|II
IIIIII
Hilli
II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org