________________
૨૨૦૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
Biliminullalllllllllllllllllllllit tilllllllllllllllllllllllllll millefiliati
Filmirathiarailiff HillifWll fillllllllllllllll girl in liliyatimunita Haiti IIIIIInni
આ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર અને અન્ય ભવનવાસી દેવોમાં ઉત્પદ્યમાન પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુક મનુષ્યોનું પણ ૨૦ ધારોથી નિરૂપણ છે. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર ૨૩ દંડકો (નરક સિવાય) તથા અપ્લાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનાર ૨૩ દેડકો (નરક સિવાય) તથા અપ્લાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનાર ૨૩ દંડકોનું પણ ૨૦ દ્વારોથી નિરૂપણ થયેલું છે. તૈજસૂકાય અને વાયુકાયમાં ઉત્પદ્યમાન દારિકના ૧૦ દંડકો (પ સ્થાવર, ૩ વિકસેન્દ્રિય, તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્ય)નું પણ ઉપપાત વગેરે દ્વારોથી નિરૂપણ ઉપલબ્ધ છે. બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયમાં પણ ઔદારિકના ૧૦ દંડકોના જીવ જ ઉત્પન્ન થાય છે. એનું પણ આ જ પ્રકારે વીસ દ્વારોથી સૂક્ષ્મ વર્ણન થયેલું છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ૨૪ જ દંડકના જીવ ઉત્પન્ન થાય છે, પરંતુ વૈમાનિકોમાં સહસ્ત્રાર દેવલોક (આઠમા) સુધીના દેવો જ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ બધાનો પણ ઉપપાત વગેરેનો ૨૦ ધારોથી વિચાર કરવામાં આવ્યો છે. મનુષ્યના દંડકમાં ઉત્પન્ન થનાર ૨૨ દંડકો (તેજસ અને વાયુકાય સિવાય)નું એ જ ૨૦ ધારોથી નિરૂપણ મહત્વપૂર્ણ છે. રત્નપ્રભાથી તમપ્રભા પૃથ્વી પર્વતના નૈરયિકો, તિર્યંચયોનિકો અને મનુષ્યો, કલ્પોપપન્નક વૈમાનિક પર્યંત દેવો અને કલ્પાતીત વૈમાનિક દેવોની મનુષ્યરૂપે ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે. સાતમી નરકના નૈરયિકો મનુષ્યરૂપે ઉત્પન્ન થતા નથી.
વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના દંડકોમાં ઉત્પદ્યમાન તિર્યંચ અને મનુષ્યોનું પણ ઉત્પાદ વગેરે દ્વારોના માધ્યમ વડે નિરૂપણ થયેલું છે. વૈમાનિકોની અંતર્ગત સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોનું ભિન્ન રીતે વર્ણન છે તથા ઈશાનથી સહસ્ત્રાર પર્વત ઉત્પદ્યમાન તિર્યંચયોનિકો અને મનુષ્યોનું એકી સાથે વર્ણન છે. આનતથી અશ્રુત સુધી તથા કલ્પાતીત દેવો (નવ રૈવેયક અને અનુત્તર વિમાન)માં ઉત્પન્ન થનાર મનુષ્યોનું ૨૦ દ્વારોમાં પૃથફરૂપેણ વર્ણન છે.
આ અધ્યયનમાં નિરૂપિત વર્ણન વિભિન્ન દેડકોના જીવોની વિશેષતાઓને અભિવ્યક્ત કરવાની સાથે તેમની અન્યત્ર થનાર ઉત્પત્તિથી સંબંધિત વિશેષતાઓને પણ પ્રદર્શિત કરે છે. એના દ્વારા જીવોની વિભિન્ન અવસ્થાઓનું જ્ઞાન થાય છે. ૨૦ ધારોના નિરૂપણમાં યત્ર-તત્ર નવ ગમકોનો પણ પ્રયોગ થયેલો છે. આ નવ ગમક ઓધ, જઘન્ય અને મધ્યમ સ્થિતિઓના કારણે બનેલ છે.
જે તત્ત્વજિજ્ઞાસુ આ અધ્યયનમાં વર્ણિત વિષયસામગ્રી સંબંધિત વિશેષ જાણવા ઈચ્છે તેઓ ભગવતીસૂત્રના ચોવીસમાં શતકની ટીકા અથવા વૃત્તિનું અનુશીલન (ઊંડો અભ્યાસ) કરે તે યોગ્ય (ઉપયુક્ત) થશે.
Jain Education International
ltillumilialestateamreligitalatilipititutiiiiiiunwill
For Private & Personal Use Only
I GHETHREEllisilliiiliiiiiiiiiiiiiiiiiial all alHIRIBIHimmiiiiiiiiii
www.jainelibrary.org