________________
૨૧૧૪
બીજા પણ પાંચ કારણ છે - ૧. ઋતુકાળમાં વીર્યપાત થવા સુધી પુરુષનું સેવન ન કરવાથી. ૨. સમાગત શુક્ર પુદ્ગલોના વિધ્વસ્ત થઈ જવાથી. ૩. પિત્ત પ્રધાન શોણિતના ઉદીર્ણ થવાથી. ૪. દેવ, કર્મ અને શ્રાપ આદિથી પ. પુત્ર-ફળદાયી કર્મન અર્જિત ન થવાથી. માનુષી સ્ત્રીઓના ગર્ભ ચાર પ્રકારના હોય છે -
(૧) સ્ત્રીના રૂપમાં, (૨) પુરુષના રૂપમાં, (૩) નપુંસકના રૂપમાં, (૪) બિમ્બ વિચિત્ર આકૃતિના રૂપમાં. શુક્ર અલ્પ અને રજ અધિક થવાથી સ્ત્રી, શુક્ર અધિક અને રજ અલ્પ થવાથી પુરુષ, રજ અને શુક્ર સમાન થવાથી નપુંસક તથા વાયુવિકારના કારણે સ્ત્રી રજના સ્થિર થવાથી પિમ્બ ઉત્પન્ન થાય છે.
ગર્ભસ્થ જીવ શુભ ભાવોમાં કાળ કરે તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે તથા અશુભ ભાવોમાં કાળ કરે તો નરકમાં જાય છે. ગર્ભમાં ઉત્પન્ન થવાવાળો જીવ ઈન્દ્રિય સહિત પણ ઉત્પન્ન થાય છે તથા ઈન્દ્રિય રહિત પણ ઉત્પન્ન થાય છે. ભાવેન્દ્રિયોની અપેક્ષાએ ઈન્દ્રિયો સહિત ઉત્પન્ન થાય છે તથા દ્રવ્યન્દ્રિયોની અપેક્ષાએ ઈન્દ્રિય રહિત ઉત્પન્ન થાય છે. આ જ પ્રમાણે જીવ તૈજસ અને કામણ શરીરોની અપેક્ષાએ સશરીર ઉત્પન્ન થાય છે તથા ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરોની અપેક્ષાએ શરીર રહિત ઉત્પન્ન થાય છે. ગર્ભમાં ઉત્પન્ન થવાવાળો જીવ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ પરિણામથી પરિણમિત થાય છે.
વિભિન્ન ગર્ભોની કાળ સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે. ઉદક ગર્ભ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છહ મહિના સુધી ઉદક ગર્ભના રૂપમાં રહે છે. તિર્યંચયોનિ ગર્ભ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ આઠ વર્ષ સુધી તિર્યંચયોનિ ગર્ભના રૂપમાં રહે છે. માનુષી ગર્ભ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધી માનુષી ગર્ભના રૂપમાં રહે છે. કાયભવસ્થ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચોવીસ વર્ષ કાય ભવસ્થના રૂપમાં રહે છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય સંબંધિ યોનિગત વીર્ય યોનિભૂત જનનશક્તિના રૂપમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી રહે છે. ગર્ભગત જીવ પર માતાના સુખ-દુઃખનો, જાગૃત-નિદ્રા આદિનો પ્રભાવ રહે છે. પ્રસવકાળમાં ગર્ભગત જીવ મસ્તક કે પગથી બહાર આવે તો સરળતાથી આવી જાય છે. પરંતુ વાંક નીકળે તો મરી જાય છે.
ગર્ભગત જીવના શરીરમાં માતાના ત્રણ અંગ હોય છે - (૧) માંસ, (૨) શોણિત અને (૩) મસ્તિષ્ક. પિતાના પણ ત્રણ અંગ હોય છે - (૧) હડ્ડી, (૨) મજ્જા અને (૩) વાળ. દાઢી, મૂંછ, રોમ અને નખ, માતા-પિતાના તે અંગ જીવનો ભવધારણીય શરીર જ્યાં સુધી રહે ત્યાં સુધી રહે છે. તેના નષ્ટ થવાથી તે પણ નષ્ટ થઈ જાય છે. જીવે બધી ગતિઓમાં અનંતવાર જન્મ લીધેલો છે. બધા જીવ બધાના માતા-પિતા, ભાઈ-બહેન આદિ બનેલા છે.
વિગ્રહગતિ માટે પણ આ અધ્યયનમાં વિસ્તૃત ચર્ચા થઈ છે. જીવ કયારેક વિગ્રહગતિને પ્રાપ્ત થાય છે અને કયારેક વિગ્રહગતિને પ્રાપ્ત થતા નથી. વિગ્રહગતિમાં પ્રાયઃ એક સમય, બે સમય કે ત્રણ સમય લાગે છે. પરંતુ એકેન્દ્રિય
જીવોની વિગ્રહગતિમાં ચાર સમય પણ લાગી જાય છે. સાત પ્રકારની શ્રેણીઓ છે. ઋજવાયતા (સીધી), એકતોવક્રા (એક વળાંકવાળી), ઉભયતોવક્રા (બે વળાંકવાળી) આદિ. આમાં જે જીવ ઋજવાયતા શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે જો જીવ એકતવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે બે સમયની વિગ્રહગતિથી તથા ઉભયતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થવાવાળો જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. વિશ્રેણીથી ઉત્પન્ન થવાવાળો જીવ ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પાકા કામuiana
Finalinimal kiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiululuuuuuuuuuuiliiiiiiiiiiiiiiii
iii/HHHHHarilililiitilitielhi
HindiHHHHHHષ્પEMENT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org