________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩
ત્યાં કષ-છેદ-તાપમાં; વિધિ અને પ્રતિષેધનું બાહુલ્યથી ઉપવર્ણન કષશુદ્ધિ છે. પદપદમાં શાસ્ત્રમાં સ્થાને સ્થાને, તેના યોગક્ષેમને કરનારી ક્રિયાનું ઉપદર્શન છેદશુદ્ધિ છે=વિધિ અને પ્રતિષેધના યોગ અને ક્ષેમને કરનારી ક્રિયાનું ઉપદર્શન છેદશદ્ધિ છે, વિધિ, પ્રતિષેધ અને વિધિ-પ્રતિષેધના વિષયોનું અને જીવાદિ પદાર્થોનું સ્વાવાદની પરીક્ષાથી યથાર્થપણા વડે સમર્થન તાપશુદ્ધિ છે. તે ધર્મબિંદુમાં કહેવાયું છે=કષ, છેદ, તાપશુદ્ધિનું સ્વરૂપ પૂર્વમાં કહ્યું તે ધર્મબિંદુમાં કહેવાયું છે.
વિધિ પ્રતિષેધ કષ છે.” (સૂ. ૯૩) “તત્ સંભવની પાલનાને અનુરૂપ ચેણની ઉક્તિ છેદ છે."=વિધિ પ્રતિષેધના સંભવ અને પાલનાને અનુરૂપ ચેષ્ટાની ઉક્તિ છેદ છે. (સૂ. ૯૪) “ઉભય નિબંધન ભાવવાદ તાપ છે."=વિધિપ્રતિષેધરૂપ ઉભયની સંગતિ થાય તેવા ભાવોનું કથન તાપ છે. (સૂત્ર-૯૫)
” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને તે અવિરુદ્ધ વચન જિનપ્રણીત જ છે; કેમ કે નિમિતની શુદ્ધિ છે=વચનને કહેનારા એવા તીર્થંકરરૂપ નિમિત્તની શુદ્ધિ છે, જે કારણથી વચનના વક્તા અંતરંગ લિમિત છે અને તેની=વચનની, રાગદ્વેષ મોહના પારતંત્રરૂપ અશુદ્ધિ છે; કેમ કે તેમનાથી=રાગદ્વેષ અને મોહથી, વિતથવચનની પ્રવૃત્તિ છે. અને આ અશુદ્ધિ=વિપરિત વચતરૂપ અશુદ્ધિ, જિન ભગવાનમાં નથી; કેમ કે જિનપણાનો વિરોધ છે.
ભગવાનમાં રાગ, દ્વેષ, મોહરૂપ અશુદ્ધિ સ્વીકારવામાં આવે તો જિનપણાનો વિરોધ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
રાગ, દ્વેષ, મોહરૂપ અંતરંગ શત્રુને જીતે છે તે “જિન' એ પ્રકારના શબ્દના અર્થની અનુપપત્તિ છે=અસંગતિ છે.
અહીં પ્રશ્ન થાય કે કોઈ બાળકનું નામ “જિન” રાખ્યું હોય તેટલા માત્રથી તે બાળક રાગ, દ્વેષ, મોહ રહિત નથી. તેમ જિન પણ રાગ, દ્વેષ, મોહ રહિત નથી તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
અને તપત, દહલાદિ શબ્દની જેમ અવર્થપણાથી શબ્દના વ્યુત્પત્તિ અર્થના ભાવપણાથી, આનો જિનના નામનો, સ્વીકાર છે.
આનાથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરે છે – નિમિત્તશુદ્ધિના અભાવને કારણે અજિતપ્રણીત વચન અવિરુદ્ધ નથી. જે કારણથી કારણના સ્વરૂપને અનુસરનાર કાર્ય છે તે કારણથી દુષ્ટ કારણથી આરબ્ધ કાર્ય અદુષ્ટ થવા માટે યોગ્ય નથી. જેમ લીમડાનાં બીજથી શેરડીનો સાંઠો થવા માટે યોગ્ય નથી; કેમ કે અન્યથા-કારણને અનુરૂપ કાર્ય થાય છે તેમ ન માનો તો, કારણવ્યવસ્થાના ઉપરમનો પ્રસંગ આવે=કારણવ્યવસ્થાના અસ્વીકારનો પ્રસંગ આવે, અને જે યદચ્છા પ્રણયન પ્રવૃત્ત એવા રાગાદિવાળા પણ તીર્થોત્તરીયોમાં ગુણાક્ષર ઉત્કિરણ વ્યવહારથી કોઈક સ્થાને કાંઈક અવિરુદ્ધ પણ વચન પ્રાપ્ત થાય છે અથવા માર્ગાનુસારી બુદ્ધિવાળા પ્રાણીમાં ક્યારેક અવિરુદ્ધ વચન પ્રાપ્ત થાય છે તે પણ જિનપ્રણીત જ છે; કેમ કે તેનું