________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
૫૫
આ રીતે સાત્મ્યથી અને લોલુપતાના પરિહારથી જે ગૃહસ્થ ભોજન કરે છે તેઓ દેહના આરોગ્યને પામે છે. અને દેહનું આરોગ્ય સુરક્ષિત હોય તો ધર્મપ્રધાન તે ગૃહસ્થો ધર્મ અવિરુદ્ધ અર્થ-કામ સેવીને આલોક અને પરલોકના સુખને પ્રાપ્ત કરે છે અને દેહનું આરોગ્ય હોવાથી ઉચિત કાલે ધર્મનું સેવન કરીને આલોકપરલોકનું હિત કરે છે. જો સાત્મ્યપૂર્વક અને લોલુપતાના પરિહારપૂર્વક ભોજન ન કરે તો દેહના આરોગ્યનો નાશ થવાથી તે ગૃહસ્થના ધર્મ-અર્થ-કામ ત્રણેય પુરુષાર્થનો નાશ થાય છે. જેથી તે ગૃહસ્થ આલોકપરલોકમાં સુખી થતો નથી. માટે કાલે સાત્મ્ય અને અલોલુપતાથી કરાયેલ ભોજન પણ ધર્મના અંગરૂપ હોવાથી ધર્મરૂપ છે. ૧૭]
ટીકા :
तथा वृत्तमनाचारपरिहारः सम्यगाचारपालनं च तत्र तिष्ठन्तीति वृत्तस्था:, ज्ञानं हेयोपादेयवस्तुनिश्चयस्तेन वृद्धा महान्तः वृत्तस्थाश्च ते ज्ञानवृद्धाश्च तेषामर्हा सेवाऽभ्युत्थानादिलक्षणा, गुणभाजो हि पुरुषाः सम्यक् सेव्यमाना नियमात्कल्पतरव इव सदुपदेशादिफलैः फलन्ति यथोक्तम्
“પવેશઃ શુમો નિત્ય, વર્શન ધર્મવારિામ્ ।
સ્થાને વિનય ત્યેતત્સાધુસેવાાં મત્ ।।।।” કૃતિ [શાસ્ત્રવાર્તાસમુચ્ચયે . ૭] ૧૮ ।।
ટીકાર્યઃ
तथा રૂતિ ।। અને વૃત્ત અનાચારનો પરિહાર અને સમ્યચારનું પાલન છે, તેમાં=તેવા વૃત્તમાં, જેઓ રહે છે તેઓ વૃતસ્થ છે. જ્ઞાન હેય-ઉપાદેય વસ્તુનો નિશ્ચય તેનાથી વૃદ્ધ-મહાન, તે જ્ઞાનવૃદ્ધ છે. હવે વૃતસ્થ અને જ્ઞાનવૃદ્ધનો સમાસ સ્પષ્ટ કરે છે. વૃત્તમાં રહેલા એવા તે જ્ઞાનવૃદ્ધ, તેઓની અર્હા=અભ્યુત્થાનાદિ લક્ષણ સેવા, તે વૃત્તસ્થ એવા જ્ઞાનવૃદ્ધની સેવા છે. દ્દિ=જે કારણથી, ગુણવાન એવા પુરુષો સમ્યક્ સેવાતા નિયમથી કલ્પતરુની જેમ સદુપદેશાદિ ફળો વડે ફળે છે. જે કારણથી કહેવાયું છે.
.....
“નિત્ય શુભનો ઉપદેશ, ધર્મચારીનું દર્શન, સ્થાને વિનય એ મહાન સાધુસેવાનું ફળ છે." (શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ગા. ૭)
‘કૃતિ' ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ૧૮।।
ભાવાર્થ:
(૧૮) વૃત્તસ્થ એવા જ્ઞાનવૃદ્ધની સેવા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે ઃ
ધર્મી ગૃહસ્થો હંમેશાં પૂર્ણધર્મના અર્થી હોય છે. આમ છતાં પૂર્ણધર્મ સેવવાનું સામર્થ્ય પ્રગટ થયું નથી. તેથી ગૃહસ્થઅવસ્થામાં રહી સ્વભૂમિકા અનુસાર ધર્મ સેવે છે. તેવા ગૃહસ્થને ઉત્તમ આચારમાં રહેલા જ્ઞાનવૃદ્ધ પુરુષ પ્રત્યે ભક્તિ હોય છે. તેથી હંમેશાં તેઓની અભ્યુત્થાનાદિરૂપ સેવા કરે છે.