________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
अत एव च पठ्यते“: વાર્તઃ ? નિ મિત્રા? કો લેશઃ કો યા મો? |
ગ્વાદં? 1 મે રિત્તિ વિત્યું મુહુઃ III” તિ રૂાા ાારૂા. ટીકાર્ય :
તથા અતિ ા અને બલ-સ્વ અથવા પરની શક્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવકૃત સામર્થ્ય. અબલ પણ તે પ્રકારે જ છે=જે પ્રકારે બલ છે તેનાથી વિરુદ્ધ સ્વરૂપે જ છે. તે બન્નેની વિચારણા=પર્યાલોચન, ગૃહસ્થ ધર્મ છે. દિ=જે કારણથી, બલાબલના પરિજ્ઞાનમાં સર્વ સફલ આરંભ છે. અન્યથા વળી બલાબલા અપરિજ્ઞાનમાં, વળી, વિપર્યય છે=સર્વ વિફલ આરંભ છે. જેને કહે છે –
શમવાળા એવા મનુષ્યોને શક્તિથી સ્થાનમાં વ્યાયામ કરાવે છતે યત્ન કરાય છત, વૃદ્ધિ છે=ઈષ્ટફલની વૃદ્ધિ છે. અયથાબલનો આરંભ ક્ષયસંપત્તિનું કારણ છે.”
ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ છે. અને આથી જ=બલાબલની વિચારણા કરીને ગૃહસ્થ પ્રવૃત્તિ કરવી જોઈએ. આથી જ કહેવાય
કયો કાળ છે? કયાં મિત્ર છે? કયો દેશ છે? શું વ્યય-આગમ છે ?=શું ધનાદિનો વ્યય છે કે ધનાદિની પ્રાપ્તિ છે? હું કોણ છું? અને મારી શક્તિ શું છે? તે વારંવાર વિચારવું જોઈએ.”
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ છે. ૩૧T II૧૩ના ભાવાર્થ - (૩૧) બલાબલનો વિચાર કરવો તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે.
વિચારક પુરુષ કોઈપણ કૃત્ય કરતી વખતે પોતાનું બળ શું છે ? અથવા જેની સાથે પ્રવૃત્તિ કરવાની છે તેવા પરનું બળ શું છે ? તેની ઉચિત વિચારણા કરી પ્રવૃત્તિ કરે તો અનર્થની પ્રાપ્તિ થાય નહિ. બળ એટલે પોતાની કે પરની શક્તિ અને તે શક્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવકૃત સામર્થ્યરૂપ છે. જેમ કોઈ કાર્ય કરતા ગૃહસ્થ પોતાની પાસે ધનનું સામર્થ્ય શું છે ? ક્ષેત્ર પોતાને અનુકૂળ શું છે? તે કાર્ય કરવાને અનુકૂળ કાલકૃત સામર્થ્ય શું છે ? અને વિષમ સંયોગોમાં પોતાના ક્લેશના પરિહારરૂપ ભાવનું સામર્થ્ય શું છે ? તેનો વિચાર કરીને સર્વ પ્રવૃત્તિ કરે. વિચાર કર્યા વગર પોતાનાથી અધિક બલવાન સાથે સંઘર્ષ આદિ થાય તો વિનાશ કે અન્ય અનર્થોની પ્રાપ્તિનો પ્રસંગ આવે.
વળી, જેમ બલની વિચારણા થાય છે તેમ અબલની પણ તે જ રીતે વિચારણા થાય છે. અને કોઈપણ પ્રકારના=કાર્ય કરવામાં બલ-અબલનો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને જે વ્યક્તિ બલ-અબલના પરિજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેના સર્વ આરંભો સફળ થાય છે. જેમ ધન-અર્જનના પ્રસંગમાં બલ-અબલની