________________
૧૭૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
પ્રમાણે – અસદાચારના પરવશપણાથી જીવો ખરાબ કુળોમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં અસુંદર વર્ણ, અસુંદર રસ, અસુંદર ગંધ, અસુંદર સ્પર્શના શરીરવાળા તેઓને દુઃખના નિરાકરણના કારણ એવા ધર્મનું સ્વપ્નમાં પણ અનુપલક્ષ્મ હોવાથી=પ્રાપ્તિ નહિ હોવાથી, હિંસા, જૂઠ, ચોરી, અશુદ્ધ કર્મ કરવામાં તત્પર એવા તેઓને નરકાદિ ફલવાળાં પાપકર્મનો ઉપચય=જથ્થો, જ પ્રાપ્ત થાય છે. તેનાથી તે પાપકર્મોથી, અભિભૂત થયેલા એવા તેઓને અહીં અને પરભવમાં અવ્યવચ્છિન્ન અનુબંધવાળી દુઃખની પરંપરા ઉત્પન્ન થાય છે. જે કારણથી કહેવાય છે –
“કર્મથી જ વિવશ તે જીવ સંસારચક્રને પ્રાપ્ત કરે છે. અનેક વખત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ભિન્ન એવા સંસારચક્રને આવર્તન કરે છે.” ભાવાર્થ :| ઉપદેશક યોગ્ય જીવોને પ્રમાદ અસદાચાર છે એમ ઉપદેશ આપ્યા પછી પ્રમાદથી લેવાયેલા અસદાચારથી પ્રાપ્ત થતા અનર્થોને વ્યક્ત કરે છે. જે સાંભળીને તેના અનર્થોથી ભય પામીને પણ તે શ્રોતા સ્વીકારાયેલા જ્ઞાનાચારાદિ પંચાચારના પાલનમાં અપ્રમાદભાવથી ઉદ્યમ કરીને હિત સાધી શકે. તે અસદાચારોના અનર્થો બતાવતાં પ્રથમ નારકીના જીવો નરકમાં કઈ રીતે દુઃખો પામે છે ? તેનું વર્ણન ત્રણ શ્લોકમાં કરેલ છે. તે પ્રમાણે વિચારવાથી નારકીની વિડંબના “ચ સામે સ્પષ્ટ થવાથી ભાવિમાં તેવા અનર્થો પોતાને ન મળે તે પ્રકારની શ્રોતામાં જાગૃતિ આવે છે. વળી, અસદાચાર સેવીને જીવો જેમ નરકમાં જાય છે તેમ ત્યાંથી નીકળીને તિર્યયાદિ ભવોને પામે છે; ત્યાં પણ તેઓને કોઈ સુખ નથી, અનેક પ્રકારની વિડંબના છે તે શ્લોક-૪માં બતાવેલ છે.
વળી, અસદાચાર સેવીને નરક-તિર્યંચના અનર્થોને પ્રાપ્ત કર્યા પછી તેવા જીવો કોઈક રીતે મનુષ્યભવમાં આવે તો કેવી ખરાબ સ્થિતિને પામે છે ? તેનું વર્ણન શ્લોક-પમાં કરેલ છે. અસદાચારના સેવનથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ પણ વિડંબના સ્વરૂપ છે. વળી, જેઓ અસદાચાર સેવીને મનુષ્યભવને પામે છે, ત્યાં કોઈક કષ્ટ વેઠીને કદાચ દેવભવ પામે તોપણ અસદાચાર સેવનારા જીવોને દેવભવમાં પણ કંઈ સુખ નથી તે શ્લોક-૧ના પૂર્વાર્ધથી બતાવેલ છે. અને તે છે શ્લોકોના સારને બતાવતાં શ્લોક-કુના ઉત્તરાર્ધમાં કહે છે કે હે વિચારક જીવો ! અહીં સંસારમાં અસદાચાર સેવનારા જીવોને ચારેય ગતિમાં ક્યાંય સુખ નથી માટે સુખના અર્થી જીવે સર્વ ઉદ્યમથી સ્વીકારાયેલાં વ્રતોમાં અપ્રમાદભાવ કરવો જોઈએ.
વળી, અસદાચારના સેવનના ફળરૂપે મનુષ્યભવમાં આવે ત્યારે દુષ્કુલમાં જન્મે છે, જેના કારણે ઘણાં પાપો કરીને દુર્ગતિમાં જાય છે તેમ ઉપદેશક બતાવે.
તેથી એ ફલિત થાય કે કોઈક રીતે આરાધક બનેલ જીવો પણ પ્રમાદને વશ સ્વીકારાયેલા જ્ઞાનાચારાદિના આચારોમાં યથાતથા યત્ન કરે અને ભગવાનના વચનની આશાતના આદિ પ્રાપ્ત થાય અને તેના ફળરૂપે તે જીવો, ખરાબ ભવોને પામીને સંસારચક્રમાં ભમે છે. માટે પ્રમાદ કર્યા વગર પોતાની શક્તિ અનુસાર વીતરાગતાને અનુકૂળ ઉચિત શક્તિનો સંચય થાય તે પ્રકારે સદાચારને સેવવા ઉદ્યમ કરવો જોઈએ.
વળી, અસદાચાર સેવીને જીવો હલકાં કુળોમાં જાય છે, ત્યાર પછી દુઃખની પરંપરાની પ્રાપ્તિ થાય છે,