________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૧૧ પરીક્ષા કરે અને કષછેદ-તાપશુદ્ધ એવા ધૃતધર્મને સ્વીકારે અને સ્વીકાર્યા પછી તેનો પારમાર્થિક બોધ કરીને સર્વ કલ્યાણની પ્રાપ્તિ કરે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઘણા શ્રતધર્મો ઉપલબ્ધ છે. તેથી કયો શ્રતધર્મ આદેય છે ? તેવી શ્રોતાને આશંકા થાય. તેથી ઉપદેશકે શ્રોતાને શ્રુતધર્મની પરીક્ષામાં અવતાર કરવો જોઈએ. કઈ રીતે શ્રોતાએ શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઈએ? એ પ્રકારની જિજ્ઞાસામાં ગ્રંથકારશ્રી કહે છે –
જેમ સુવર્ણની ત્રણ પ્રકારની પરીક્ષા થાય છે તેમ શ્રતધર્મની પણ ત્રણ પ્રકારની પરીક્ષા થાય છે. આમ શ્રોતાને જણાવીને ઉપદેશકે શ્રુત વિષયક કષ-છેદ-તાપનું સ્વરૂપ બતાવવું જોઈએ. * આ રીતે ઉપદેશકના વચન દ્વારા શ્રતવિષયક ત્રણ પરીક્ષાનું સ્વરૂપ જાણ્યા પછી વિચારકને પ્રશ્ન થાય
કે આ ત્રણ પરીક્ષામાંથી કઈ પરીક્ષા બલવાન છે ? કઈ પરીક્ષા અબલવાન છે ? તે ઉપદેશકે શ્રોતાને ' બતાવવું જોઈએ. '. આ માટે ઉપદેશકે શું કહેવું જોઈએ ? તે બતાવતાં કહે છે –
કષ-છેદ-તાપરૂપ આ ત્રણ પરીક્ષામાં પરસ્પર અંતર બતાવવું જોઈએ=સમર્થ-અસમર્થરૂપ વિશેષ બતાવવું જોઈએ. કયા પ્રકારનું સમર્થ-અસમર્થરૂપ વિશેષ બતાવવું જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે – કષ-છેદમાં અયત્ન કરવો જોઈએ, પરંતુ તાપમાં જ યત્ન કરવો જોઈએ. કેમ તાપમાં જ યત્ન કરવો જોઈએ ? તેથી કહે છે – કોઈ શ્રતધર્મ કષ-છેદથી શુદ્ધ હોય આમ છતાં તાપથી શુદ્ધ ન હોય તો તે શ્રતધર્મ આદરણીય બને નહિ. જેમ સુવર્ણની પરીક્ષામાં કોઈક વ્યક્તિ દ્વારા લાવેલા સુવર્ણની પરીક્ષા કરનાર વ્યક્તિ પરીક્ષા કરે અને તે સુવર્ણ કષથી શુદ્ધ પ્રાપ્ત ન થાય તો તે સુવર્ણ સુવર્ણકાર સુવર્ણરૂપે સ્વીકારતા નથી અને જો કષ-છેદની પરીક્ષા કર્યા વગર પણ તાપની પરીક્ષાથી સુવર્ણ શુદ્ધ છે તેમ નક્કી થાય તો તે સુવર્ણને સુવર્ણકાર સુવર્ણરૂપે સ્વીકારે છે. અને કષ-છેદની પરીક્ષા કર્યા વગર પણ તાપની પરીક્ષાથી આ સુવર્ણ અશુદ્ધ છે તેમ નક્કી થાય તો તે સુવર્ણકાર તે સુવર્ણને કષથી કે છેદથી પણ પરીક્ષા કરવા યત્ન કરતો નથી, પરંતુ કહે છે કે આ સુવર્ણ, સુવર્ણ નથી. તેમ જે શાસ્ત્ર તાપની પરીક્ષામાંથી પસાર થઈને શુદ્ધ થતું ન હોય તે શાસ્ત્રની કષથી કે છેદથી પરીક્ષા કરવામાં યત્ન કરવાની આવશ્યકતા રહેતી નથી
આનાથી એ ફલિત થાય કે તે-તે દર્શનનાં શ્રુતવચનો જુદાં જુદાં ઉપલબ્ધ થાય છે અને ઉપદેશક શ્રોતાને કહે કે શ્રત વચનાનુસાર કરાયેલી સર્વ પ્રવૃત્તિ જ કલ્યાણની પરંપરાનું કારણ છે, અન્ય નહિ. તેથી વિચારક શ્રોતાને પ્રશ્ન થાય કે ભિન્ન ભિન્ન દર્શનનાં ભિન્ન ભિન્ન ઋતવચનો મળે છે. માટે કયા વચનથી પ્રવૃત્તિ કરવાથી મારું હિત થશે ? તેના નિવારણ માટે ઉપદેશકના વચનથી ત્રણ પ્રકારની પરીક્ષાનું જ્ઞાન થયા પછી તે શ્રોતા વિચારે કે આત્માદિને કર્યું દર્શન પરિણામી સ્વીકારે છે ? અને કયું દર્શન પરિણામી સ્વીકારતું