________________
૨૩૫
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ભિન્ન ભિન્ન પ્રકારનું છે. તેથી જે જીવોનું જે પ્રકારનું ભવ્યત્વ હોય તે પ્રકારે તે જીવને બીજસિદ્ધિ આદિ થાય છે. તે પ્રકારના ભવ્યત્વના ભેદને બતાવવા માટે તથાભવ્યત્વ કહેવાય છે અર્થાત્ તેવા પ્રકારનું ભવ્યત્વ સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે હેતુ છે, એમ કહેવાય છે. તેથી એ ફલિત થાય કે જીવમાં રહેલો તેવા પ્રકારનો સ્વભાવ તે તથભિવ્યત્વ છે અને તથાભવ્યત્વને કારણે જીવ સદુધર્માદિની પ્રશંસા કરીને બીજાધાન કરે છે. અને બીજાધાનાદિની પ્રાપ્તિ પછી ઉપદેશક આદિ ઉચિત સામગ્રી પામીને સમ્યક્તની પ્રાપ્તિ કરે છે. તેથી જીવને સમ્યક્તની પ્રાપ્તિ થઈ તેના પ્રત્યે હેતુ તે જીવમાં રહેલું તથાભવ્યત્વ છે. ૨. કાળ :- સમ્યક્તની પ્રાપ્તિનો હેતુ એવો કાળ એ વિશિષ્ટ પુદ્ગલપરાવર્ત ઉત્સર્પિણી આદિરૂપ છે. અને તથાભવ્યત્વને ફલદાનને અભિમુખ કરનારો છે. જેમ વનસ્પતિવિશેષને ખીલવવામાં વસંતઋતુ કારણ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે દરેક ભવ્યજીવો અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યા છે. જે જીવોના તથાભવ્યત્વના પાકનો કાળ પ્રાપ્ત થાય ત્યારે તે કાળ તે જીવમાં વર્તતા તથાભવ્યત્વને, સમ્યક્તપ્રાપ્તિને અભિમુખ કરે છે. તે કાળ એટલે અનંતા પગલપરાવર્ત પસાર થયા તેમાંથી જે જીવ જે કાળમાં સમ્યક્તને અભિમુખ ભાવવાળો થાય તે કાળ. આ કાળ પૂર્વના અનંત પુગલપરાવર્ત કરતાં વિશિષ્ટ પુદ્ગલપરાવર્તરૂપ છે અને તે ઉત્સર્પિણી-અવસર્પિણી આદિ સ્વરૂપ છે. તેથી એ ફલિત થાય કે અત્યાર સુધી તે જીવનો કાળ પાક્યો ન હતો. તેથી તેના તથાભવ્યત્વનો કાળ પાક્યો નહિ હોવાથી તેનું તથાભવ્યત્વ સમ્યક્વરૂપ ફલદાનને અભિમુખ થયું નહિ. હવે તેનો કાળ પાક્યો તેથી તે જીવમાં રહેલું તથાભવ્યત્વ સમ્યક્તને અભિમુખ બન્યું. તે કાળ પૂર્વના અનંતા પુદ્ગલપરાવર્ત કરતાં વિશિષ્ટ પુદ્ગલપરાવર્તરૂપ કાળ છે. તે કાળમાં તે જીવ કોઈક નિમિત્તને પામીને ધર્મની પ્રશંસાદિ કરીને બીજાધાન કરે છે. તેના પૂર્વના સર્વકાલમાં તે જીવે ક્યારેય બીજાધાન કર્યું નહિ તેનું કારણ તે જીવનો કાળ પાક્યો ન હતો. આથી જ, જે જીવનો હજી સમ્યક્તપ્રાપ્તિનો કાળ પાક્યો નથી તે જીવ ધર્મસામગ્રી પામીને પણ માર્ગાનુસારી ઊહ કરે તેવી બુદ્ધિવાળા થયા નથી અને જે જીવનો કાળ પાક્યો છે તે જીવને માર્ગાનુસારી ઊહ પ્રગટે છે. જેના બળથી તત્ત્વાતત્ત્વનો વિભાગ કરીને તે જીવ સમ્યક્ત પામે છે. માટે વનસ્પતિવિશેષને જેમ વસંતઋતુ ફલને અભિમુખ બનાવે છે તેમ કાળનો પરિપાક જીવના તથાભવ્યત્વને સમ્યક્તરૂપ ફલ આપવાને અભિમુખ કરે છે. ૩. નિયતિ:
કોઈ જીવનો કાળ પાકેલ હોય તો પણ કેટલાક જીવો બજાધાન કરીને અટકે છે તો કેટલાક જીવો બીજાધાન કરીને તરત સમ્યક્ત પામે છે. વળી, કેટલાક જીવો બીજાધાન કરીને તરત જ સમ્યક્ત પામી ભાવથી સર્વવિરતિને પામીને તત્કાલ સંસારનો અંત પણ કરે છે. આ રીતે કાળપરિપાક થયા પછી કોઈકમાં ન્યૂનકાર્ય થાય છે અને કોઈકમાં અધિક કાર્ય થાય છે તેનું કારણ તે જીવમાં રહેલી નિયતિ છે. તેથી જે જીવની જે પ્રકારની નિયતિ હોય તે પ્રકારે કાળપરિપાક થયા પછી ન્યૂન કે અધિકના વ્યવચ્છેદપૂર્વક નિયત એવું બીજાધાનાદિરૂપ કાર્ય નિયતિ કરે છે. આથી જ જીવોની નિયતિ તેવા પ્રકારની છે તે જીવો પ્રથમ જ બીજાધાનની સાથે કેવલજ્ઞાનની પ્રાપ્તિરૂપ ફળને પણ પ્રાપ્ત કરે છે. જેમ મરુદેવા માતા તેમનો કાળ