________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૨૦
૨૪૯
૨૧. લબ્ધલક્ષ્ય. એકવીસ ગુણોથી યુક્ત ધર્મરત્નને યોગ્ય થાય છે. તેમાં પ્રથમ શ્લોક સાથે સંબંધ છે. (ધર્મરત્નપ્રકરણ, ગા. ૫-૬-૭, સંબોધપ્રકરણ શ્રાવક૦ ૬-૭-૮, પ્રવચનસારોદ્ધાર ગા. ૧૩૫૬-૭-૮)
આમની વ્યાખ્યા=ધર્મરત્નને યોગ્ય એકવીસ ગુણો પૂર્વમાં બતાવ્યા તેની વ્યાખ્યા–ધવા મળે જિનપ્રણીત દેશવિરતિ-સર્વવિરતિરૂપ ધર્મ જે રત્નની જેમ વર્તે છે તે ધર્મરત્ન છે. તેને યોગ્ય =ધર્મરત્વને ઉચિત, એકવીસ ગુણોથી સંપન્ન થાય છે, એ પ્રમાણે ત્રીજી ગાથાના અંતમાં સંબંધ છે.
ઉદ્ધરણના શ્લોકોમાં “ઘમ્મરવાસ ગુનો’ પછી ‘મવતિ' એ પ્રમાણે શબ્દ અધ્યાહાર છે. ગુણ-ગુણીનો કથંચિત અભેદ છે તે બતાવવા માટે તે જ ગુણોને ગુણીના પ્રતિપાદન દ્વારા વહુદો રૂરિ'થી એકવીસ ગુણોને કહે છે –
ત્યાં=એકવીસ ગુણોમાં, ૧. અક્ષક અનુત્તાનમતિવાળો=અતિગંભીર, ઉદાર પરિણામવાળો=ઉતાવળો નહિ, ૨. રૂપવાન=પ્રશસ્તરૂપવાળોસ્પષ્ટ પંચેન્દ્રિયરૂપવાળો, ૩. પ્રકૃતિસૌમ્ય=સ્વભાવથી અપાપકર્મવાળો, ૪. લોકપ્રિય=સદા સદાચાર આચરનાર, ૫. અક્રૂર=અક્લિષ્ટ ચિતવાળો, ૬. ભીરુ=આલોકના-પરલોકના અનર્થથી ભીરુ, ૭. અશઠ=પર-અવંચક, ૮. સુદાક્ષિણ્ય=પ્રાર્થનાના ભંગમાં ભીરુ, ૯. લજ્જાલુ=અકાર્યવર્જક, ૧૦. દયાલુ જીવોની અનુકંપાવાળો, ૧૧. મધ્યસ્થ રાગદ્વેષ રહિત, આથી જ આ સૌમ્યદૃષ્ટિ છે; કેમ કે યથાવસ્થિત વિચારવાનપણું છે. અહીં=પ્રસ્તુત ગુણમાં, પદય દ્વારા પણ એક જ ગુણ છે. ૧૨. ગુણરાગી-ગુણીના પક્ષપાતને કરનારો, ૧૩. સુંદર ધર્મકથા અભીષ્ટ છે જેને તે સકથ, ૧૪. સુપયુક્ત=સુશીલ અને અનુકૂલ પરિવારથી યુક્ત, ૧૫. સુદીર્ઘદર્શી સુપર્યાલોચિત પરિણામ સુંદર કાર્ય કરનાર, ૧૬. વિશેષને જાણનારો=અપક્ષપાતીપણું હોવાને કારણે ગુણ-દોષના વિશેષને જાણનારો. ૧૭. વૃદ્ધાનુગા=વૃદ્ધોને અનુસરનાર=પરિણતમતિવાળા પુરુષનો સેવક=સેવા કરનારો. ૧૮. વિનીત=ગુણાધિકમાં ગૌરવ કરનારો,