________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૨૦
તે શ્લોકનો અર્થ આ પ્રમાણે છે
“ત્યાં=ધર્મમાં, જે અર્થી, સમર્થ સૂત્રથી પ્રતિકૃષ્ટ નથી=નિરાકૃત નથી, તે અધિકારી છે. વળી જે વિનીત, સમુપસ્થિત અને પુચ્છમાણ છે તે અર્થી છે." (શ્રાવકધર્મવિધિ, શ્લોક-૪)
-
૨૫૧
વિરત શ્રાવકધર્મનું ‘સંપત્તવંસળા' ઇત્યાદિ બે શ્લોક દ્વારા શ્રાવક શબ્દના પ્રવૃત્તિના હેતુ એવા અસાધારણ ગુણો વડે અધિકારીપણું કહેવાયું છે.
તે બે શ્લોકનો અર્થ આ પ્રમાણે છે
“પ્રાપ્ત થયેલા દર્શનાદિવાળો પ્રતિદિન યતિજનની પરમ સામાચારીને જે સાંભળે છે તેને શ્રાવક કહેવાય છે.” અને
-
“પરલોકના હિતને કરનારા એવા જિનવચનને અતિ તીવ્રકર્મના વિગમનના કારણે સમ્યક્ ઉપયુક્ત જે પુરુષ સાંભળે છે તે અહીં=શ્રાવકધર્મના વિચારના પ્રક્રમમાં, ઉત્કૃષ્ટ શ્રાવક છે=ભાવશ્રાવક છે.” (પંચાશક-૧/૨ શ્રાવકધર્મવિધિ-૨)
યતિધર્મના અધિકારીઓનું પણ આ રીતે તેના પ્રસ્તાવમાં વક્ષ્યમાણ છે અને તે ‘યથા'થી બતાવે
“પ્રવ્રજ્યાને યોગ્ય - જે આર્યદેશમાં ઉત્પન્ન થયેલા છે, જાતિ, કુલથી વિશિષ્ટ છે અને ક્ષીણ પ્રાયકર્મમલવાળા છે અને તેથી વિમલબુદ્ધિ છે અને ‘ભવસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ-મરણનું નિમિત્ત છે અને ચપલ સંપત્તિઓ છે. વિષયો દુ:ખના હેતુ છે. સંયોગમાં નિયમથી વિયોગ છે, પ્રતિસમય જ મરણ છે—દરેક સમયે આયુષ્ય ઘટી રહ્યું છે. અહીં=સંસારમાં, વિપાક=કર્મનો વિપાક, અતિ રૌદ્ર છે.' એ પ્રકારે પ્રકૃતિથી જ અવગત છે સંસારનો નિર્ગુણ સ્વભાવ જેને એવો અને તેના કારણે તેનાથી વિરક્ત=ભવથી વિરક્ત, પ્રતનુકષાય અને અલ્પ હાસ્યવાળો, સુકૃતજ્ઞ, વિનીત, રાજા આદિના અવિરુદ્ધ કાર્યને કરનારો, કલ્યાણના અંગવાળો–દેહના સર્વ અંગોથી પૂર્ણ, શ્રદ્ધાવાળો, ધીર તથા સમુવસંપન્ન=સંયમ લેવા માટે ઉપસ્થિત થયેલ છે તે પ્રવ્રજ્યાને યોગ્ય છે. એમ પ્રથમ ગાથા સાથે સંબંધ છે.” (પંચવસ્તુક, ગા. ૩૨થી ૩૬)
આ પ્રમાણે=પૂર્વમાં ધર્મ, શ્રાવકધર્મ અને યતિધર્મ બે ભેદવાળો બતાવ્યો અને શ્રાવકધર્મ પણ અવિરત અને વિરત શ્રાવકધર્મના બે ભેદવાળો બતાવ્યો અને તે સર્વધર્મને યોગ્ય જીવોના સ્વરૂપને બતાવનારા ઉદ્ધરણો આપ્યાં એ પ્રમાણે, ધર્મયોગ્ય જીવો પૃથક્-પૃથક્ પ્રતિપાદન કરાયા તોપણ આ એકવીસ ગુણોથી કયા ધર્મનું અધિકારીપણું છે ? એ પ્રકારનો વ્યામોહ કરવો નહિ. જે કારણથી આ સર્વ પણ શાસ્ત્રાન્તરનાં લક્ષણો=ગ્રંથકારશ્રીએ પૂર્વમાં એકવીસ ગુણો બતાવ્યા તે સર્વ પણ શાસ્ત્રાન્તરનાં લક્ષણો, ચિત્રની વર્ણકશુદ્ધિ, વિચિત્ર વર્ણતા, રેખાશુદ્ધિના નાનાભાવની પ્રતીતિની જેમ પ્રાયઃ તે તે ગુણના અંગભૂત વર્તે છે=અવિરત શ્રાવકધર્મ, વિરત શ્રાવકધર્મ અને યતિધર્મને યોગ્ય જીવોના ગુણના અંગભૂત વર્તે છે. વળી, ચિત્રકારોની સાધારણ ભૂમિકાની જેમ પ્રકૃત ગુણો સર્વધર્મોની સાધારણ ભૂમિકા છે એ પ્રમાણે સૂક્ષ્મબુદ્ધિથી પરિભાવત કરવું જોઈએ.