Book Title: Dharm Sangraha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 274
________________ ૨૫૩ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૨૦ વળી, સર્વવિરતિના અધિકારી તરીકે પંચવસ્તુમાં સોળ ગુણો કહ્યા છે. તેથી વિચારકને પ્રશ્ન થાય કે ધર્મરત્ન પ્રકરણમાં, જે એકવીસ ગુણો કહ્યા છે તે અવિરત સમ્યગ્દષ્ટિને યોગ્ય જીવ માટે કે દેશવિરતિને યોગ્ય જીવ માટે કે સર્વવિરતિને યોગ્ય જીવ માટે કહ્યા છે ? તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે – આ એકવીસ ગુણો ત્રણેય પ્રકારના યોગ્ય જીવોમાં વર્તે છે. ફક્ત અવિરત સમ્યગ્દષ્ટિને યોગ્ય જીવમાં કે દેશવિરતિને યોગ્ય જીવમાં કે સર્વવિરતિને યોગ્ય જીવમાં તે-તે પ્રકારનો શુદ્ધિનો ભેદ હોય છે. તેથી ધર્મને અભિમુખ થયેલા પણ ત્રણ પ્રકારના જીવો સ્વ-સ્વ ભૂમિકાને અનુરૂપ સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિમાંથી યથાયોગ્ય ધર્મનો સ્વીકાર કરે છે. ધર્મને યોગ્ય એકવીસ ગુણો ત્રણ પ્રકારના ધર્મ માટે સાધારણ ભૂમિકારૂપ છે. વળી, ત્યાં પ્રશ્ન થાય કે “ધર્મરત્ન પ્રકરણ” ગ્રંથમાં ધર્મને યોગ્ય એકવીસ ગુણો કહ્યા છે અને ગ્રંથકારશ્રીએ તો પ્રસ્તુત શ્લોકમાં ધર્મને યોગ્ય જીવનું સ્વરૂપ અન્ય પ્રકારે બતાવ્યું છે. તેથી ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે – • ગ્રંથકારશ્રીએ સંવિગ્ન, જ્ઞાતતત્ત્વવાળો આદિ વિશેષણો આપ્યાં તે વિશેષણોથી “ધર્મરત્ન પ્રકરણ” ગ્રંથમાં કહેલા એકવીસ ગુણોનો સંગ્રહ થાય છે. તેથી શબ્દના વર્ણનથી સ્વરૂપનો ભેદ છે, પરંતુ ધર્મયોગ્ય જીવનું લક્ષણ “ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં કરેલ છે તેની સાથે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત શ્લોકમાં ધર્મયોગ્ય જીવનું લક્ષણ કર્યું તેમાં કોઈ વિરોધ નથી. | આનાથી એ ફલિત થાય કે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે પૂર્વમાં બતાવેલી દેશનાના શ્રવણથી જે મહાત્મા સંવિગ્ન થયા છે, જ્ઞાતતત્ત્વવાળા છે અને સ્વશક્તિ અનુસાર દઢ ધર્મને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત છે તે જીવોમાં “ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં બતાવેલા એકવીસ ગુણો સ્વભૂમિકાનુસાર હોય છે. इति परमगुरुभट्टारकश्रीविजयानन्दसूरिशिष्यपण्डितश्रीशान्तिविजयगणिचरणसेवि महोपाध्यायमानविजयगणिविरचितायां स्वोपज्ञधर्मसंग्रहवृत्तौ सामान्यतो गृहिधर्मव्यावर्णनो नाम प्रथमोऽधिकारः । - રૂતિ પ્રથમોધવારઃ | આ પ્રમાણે પરમગુરુ ભટ્ટારક આચાર્ય શ્રી વિજય આનંદસૂરીશ્વરજીશિષ્ય પંડિત શ્રી શાંતિવિજય ગણિ ચરણસેવી મહોપાધ્યાય માનવિજય ગણિવિરચિત સ્વોપજ્ઞ ધર્મસંગ્રહવૃત્તિમાં સામાન્યથી ગૃહસ્થધર્મના વ્યાવર્ણન નામનો પ્રથમ અધિકાર સમાપ્ત થયો. : પ્રથમ અધિકાર સમાપ્ત ઃ અનુસંધાનઃ ધર્મસંગ્રહ ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276