________________
૨પ૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૨૦
જે કારણથી કહેવાયું છે – “બે પ્રકારના પણ=શ્રાવકધર્મ અને યતિધર્મરૂપ બે પ્રકારના પણ, ધર્મરત્નને અવિકલ ધારણ કરવા માટે તે જ નર સમર્થ છે જેને એકવીસ ગુણરત્નની સંપદા સુસ્થિત છે." (ધર્મરત્નપ્રકરણ, ગા. ૧૪૦)
અને તે સર્વ પણ ગુણો=ધર્મરત્નપ્રકરણમાં એકવીસ ગુણો બતાવ્યા અને ઉદ્ધરણથી અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત જીવને યોગ્ય ગુણો બતાવ્યા તે સર્વ પણ ગુણો, પ્રકૃત શ્લોકમાંeગ્રંથકારશ્રીએ બતાવેલા મૂળ શ્લોકમાં સંવિગ્ન' આદિ વિશેષણોવાળાં પદો વડે જ સંગૃહીત કર્યા છે. એ પ્રમાણે સધર્મગ્રહણને યોગ્ય જીવ કહેવાયો. ૨૦ગા. ભાવાર્થ :
પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રીએ સદ્ધર્મગ્રહણયોગ્ય જીવનું સ્વરૂપ બતાવ્યું. તેના વિષયમાં અન્ય શાસ્ત્રમાં સધર્મયોગ્ય જીવના એકવીસ ગુણો બતાવ્યા છે. તેને બતાવીને તેનું સંક્ષિપ્ત સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ છે. ત્યાં પ્રશ્ન થાય કે “સદુધર્મયોગ્ય' શબ્દથી સદુધર્મ-શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ બે પ્રકારનો પ્રાપ્ત થાય છે અને શ્રાવકધર્મ પણ અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરત સમ્યગ્દષ્ટિ એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. તેથી આ એકવીસ ગુણો કયા શ્રાવકના છે ? એ પ્રકારની જિજ્ઞાસા થાય. વળી, અવિરત સમ્યગ્દષ્ટિ જીવનું, દેશવિરતિને યોગ્ય જીવનું અને સર્વવિરતિને યોગ્ય જીવનું લક્ષણ શું છે ? તે બતાવે છે –
તેમાં જે અવિરત સમ્યગ્દષ્ટિને યોગ્ય જીવ છે તેનું લક્ષણ બતાવતાં કહ્યું કે જે જીવ ધર્મનો અર્થી હોય, સમર્થ હોય અને જેને સૂત્રમાં પ્રતિષેધ કરાયો ન હોય તેવો જીવ ધર્મનો અધિકારી છે. તેમાં અર્થ કોણ હોય છે ? તે બતાવતાં કહે છે –
જે વિનયવાળો છે, ધર્મ સાંભળવા માટે સમુપસ્થિત છે અને ધર્મના પરમાર્થને પૂછી રહ્યો છે. આવો જીવ સમ્મસ્વરૂપ અવિરત શ્રાવકધર્મને સ્વીકારવા માટે યોગ્ય છે. વળી, દેશવિરતિધર્મ સ્વીકારવા માટે કોણ યોગ્ય છે ? તે બતાવતાં કહે છે –
સંપ્રાપ્ત દર્શન અને જ્ઞાનના ગુણવાળો, પ્રતિદિન સાધુજનની શ્રેષ્ઠ સામાચારીને જે સાંભળે છે તેને શ્રાવક કહેવાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનનાં વચનનો પ્રાથમિક બોધ જેમને પ્રાપ્ત થયો છે, તેથી સમ્યગ્દર્શન અને પ્રથમ ભૂમિકાનું સમ્યજ્ઞાન મળ્યું છે અને સર્વવિરતિની અત્યંત લાલસા છે પરંતુ સર્વવિરતિ પાળવા સમર્થ નથી અને પ્રતિદિન સાધુસામાચારીને સાંભળે છે તેવો જીવ દેશવિરતિવાળો છે.
વળી, અન્ય ગ્રંથોમાં કહ્યું છે કે અતિ તીવ્ર કર્મના વિગમનને કારણે પરલોકના હિતનું કારણ એવું જિનવચન જે સમ્યફ ઉપયોગપૂર્વક સાંભળે છે તે અહીં ઉત્કૃષ્ટ શ્રાવક છે=ભાવશ્રાવક છે. - તેથી એ પ્રાપ્ત થાય કે પરલોકને હિતકારી એવું સર્વવિરતિનું સ્વરૂપ અત્યંત ઉપયોગપૂર્વક સાંભળે છે અને પોતાનામાં સર્વવિરતિની શક્તિ નથી છતાં સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સાધુ સમાચાર સાંભળીને સર્વવિરતિની શક્તિના સંચય કરવા માટે જે ઉદ્યમવાળો છે તે ભાવશ્રાવક છે.