________________
૨૪૧
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ પવનથી મેઘના મંડલો દૂર થાય છે તેમ મેઘના મંડલ જેવી આત્મામાં રાગાદિ પરિણતિ છે. જે જીવો અત્યંત ઉપયોગપૂર્વક આ બાર ભાવનાઓથી આત્માને વાસિત કરે છે તેઓની તે ભાવનાઓ પ્રચંડ પવન જેવી હોવાથી મેઘમંડલ જેવા રાગાદિ ભાવોનો નાશ કરે છે.
અહી પ્રશ્ન થાય કે ભાવનાઓથી રાગાદિ નાશ કેમ પામે છે ? તેથી કહે છે – રાગાદિ ભાવો બાહ્યવિષયને સ્પર્શીને થનારા આત્માના ભાવો છે અને આ બાર ભાવના બાહ્યપદાર્થોથી વિપરીત દિશામાં આત્માને પ્રવર્તાવે તેવા વિશુદ્ધભાવને ઉલ્લસિત કરે એવા પ્રકારના પરિણામ સ્વરૂપ છે તેથી રાગાદિ ભાવોના પ્રતિપક્ષરૂપ આ ભાવનાઓ છે. માટે સંસારની વાસ્તવિક સ્થિતિના અવલોકનમાંથી ઉસ્થિત થયેલ અન ઉચિત એવા આશ્રવના નિરોધ માટે અને સંવરને ઉલ્લસિત કરવા માટે જીવને પ્રવર્તાવનારી એવી આ ભાવનાઓ મુમુક્ષુએ સદા ભાવન કરવી જોઈએ જેથી રાગાદિનો ક્ષય થાય અને નિર્મલ એવું સમ્યગ્દર્શન સ્થિર થાય. તે સમ્યગ્દર્શન ચારિત્રની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ ફલમાં વિશ્રાંત થાય તે પ્રમાણે સદા મુમુક્ષુએ યત્ન કરવો જોઈએ.
પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે કોઈ મુમુક્ષુ બાર પ્રકારની ભાવનાથી આત્માને અત્યંત ભાવિત કરે તો બાહ્યપદાર્થોના બળથી પોતે સુરક્ષિત છે તેવો ભ્રમ તેના ચિત્તમાંથી અશરણાદિ ભાવનાઓના ભાવનને કારણે દૂર થાય છે. આશ્રવ અને સંવરાદિ ભાવનાઓથી આશ્રવના રોધ માટે અને સંવરમાં દઢ યત્ન કરવા માટે ઉત્સાહિત થાય છે. તેથી આશ્રવના નિરોધના ઉપાયોને અને સંવરના ઉપાયોને યથાર્થ જાણીને તેને સેવવા માટે દઢ ઉદ્યમ થાય છે જેના બળથી રાગાદિભાવો ક્ષય થવા માંડે છે અને બારભાવનાઓના પ્રકર્ષથી જ્યારે રાગાદિ અત્યંત ક્ષય પામે છે ત્યારે તે મહાત્માને કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. તે વખતે તે મહાત્મા ભવરૂપી સમુદ્રને પાર પામેલા બને છે અને તેના ફળરૂપે તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે યોગ્ય શ્રોતાને ઉપદેશકે કહે. જે સાંભળીને તે યોગ્ય શ્રોતા બાર ભાવનાઓના પરમાર્થને જાણવા માટે, જાણીને સ્થિર કરવા માટે અને સ્થિર કર્યા પછી તે ભાવનાઓથી આત્માને અત્યંત ભાવિત કરવા ઉદ્યમ કરે જેના બળથી નિર્લેપ થયેલ તે મહાત્મા પોતાને મોક્ષ પ્રાપ્ત થશે તેવી સ્થિર શ્રદ્ધાપૂર્વક યત્ન કરીને આત્મહિત સાધશે.
વળી, રાગ-દ્વેષના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય છે તે મોક્ષ કેવા સ્વરૂપવાળો છે તે ઉપદેશક શ્રોતાને બતાવે અને કહે કે તે મોક્ષ આત્યંતિક દુઃખના નાશરૂપ છે અર્થાત્ સંસારમાં જે કંઈ સુખ મળે છે તે સુખના કાળમાં દુઃખનો નાશ છે, તોપણ આત્યંતિક દુઃખનો નાશ નથી; કેમ કે સંસારાવસ્થામાં મૃત્યુ અવશ્યભાવિ છે જે દુઃખરૂપ છે. તે સિવાય પણ ગમે ત્યારે શારીરિક-માનસિક ક્લેશો પ્રાપ્ત થાય છે તે દુઃખરૂપ છે. એથી સંસારનું સુખ આત્યંતિક દુઃખના વિગમનરૂપ નથી પરંતુ દુઃખોથી અનુવિદ્ધ છે. જ્યારે મોક્ષ અવસ્થામાં જે સુખ થાય છે તે સુખ આત્યંતિક દુઃખના અભાવરૂપ છે અને સંસારવર્તી જીવોને જે સુખ છે તે સર્વ સુખ કરતાં ઉત્કૃષ્ટ સુખરૂપ છે. આ પ્રકારનો ઉપદેશ સાંભળીને શ્રોતાને મોક્ષના સુખ પ્રત્યેનો પક્ષપાત દૃઢ થાય જેના કારણે તેના ઉપાયભૂત રાગાદિના નાશની ઇચ્છા ઉત્કટ