________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૦-૨૦
૨૪૩ તોપણ ઉપદેશકનો શ્રમ સફળ છે માટે ઉપદેશકે સર્વથા પ્રમાદ કર્યા વગર શ્રોતાની યોગ્યતાનો નિર્ણય કરીને શાસ્ત્રવિધિ અનુસાર ઉપદેશમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી શક્ય હોય તો સ્વ-પર કલ્યાણ થાય, અથવા એકાંતે સ્વનું કલ્યાણ થાય.
પૂર્વમાં કહ્યું કે શ્રોતાને એવા કોઈક કર્મના દોષને કારણે દેશના પરિણમન ન પામે તોપણ શુદ્ધાશયથી દેશના આપનાર ઉપદેશકને ફલ પ્રાપ્ત થાય છે. ત્યાં કોઈક શંકા કરે છે કે ઉપદેશકને અન્ય સ્વાધ્યાયાદિ ઉચિત પ્રવૃત્તિથી પણ નિર્જરારૂપ ફલની પ્રાપ્તિ છે, તેથી ઉપદેશક દેશનામાં પ્રયત્ન ન કરે તો શું વાંધો ? તેથી કહે છે –
જગતમાં ક્યારેય તેવો ઉપકાર વિદ્યમાન નથી જે ઉપકાર યોગ્ય શ્રોતાના દુઃખના ઉચ્છેદને કારણે ધર્મદેશનાથી થાય છે અર્થાત્ ઉપદેશકને ઉપદેશકાળમાં ધર્મદેશનાથી જેવો ઉપકાર થાય છે તેવો ઉપકાર અન્ય રીતે થતો નથી; કેમ કે તે ધર્મદેશનાજનિત ઉપદેશકમાં માર્ગશ્રદ્ધાની આદિ ગુણો પ્રગટે છે. અને તે માર્ગશ્રદ્ધાનાદિ ગુણો સંપૂર્ણ ક્લેશલેશના સ્પર્શ વગરના એવા મોક્ષના આક્ષેપ પ્રત્યે અવંધ્ય કારણ છે. તેથી ઉપદેશકની દેશનાની શક્તિ હોવા છતાં યોગ્ય શ્રોતાના હિતની ઉપેક્ષા કરીને અન્ય પ્રવૃત્તિ કરે તો તે પ્રકારનો ઉપકાર થાય નહિ પરંતુ સ્વશક્તિ અનુસાર શ્રોતાના હિતને અનુકૂળ દેશનામાં પ્રવૃત્તિ કરે તો તે શ્રોતાને પણ હિતની પ્રાપ્તિ થાય.
આ રીતે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી જે દેશનાવિધિ બતાવી તે દેશનાવિધિ ધર્મબિંદુમાં નિરૂપિત છે.
અહીં વિશેષ એ છે કે જે ઉપદેશકમાં અન્ય ઉપર ઉપકાર કરવાની શક્તિ હોય છતાં પ્રમાદને વશ ઉચિત દેશનાદિમાં પ્રયત્ન ન કરે તો તેનામાં માર્ગશ્રદ્ધાનાદિ ગુણો પ્રાપ્ત થાય નહિ અર્થાત્ માર્ગશ્રદ્ધાન અને માર્ગસેવન આદિ ગુણો પ્રાપ્ત થાય નહિ; કેમ કે ભગવાનની આજ્ઞા છે કે શક્તિ હોય તો સ્વ અને પરના ઉપકારમાં અત્યંત ઉદ્યમ કરવો જોઈએ અને જો પરના ઉપકારની શક્તિ ન હોય તો સ્વના ઉપકારમાં જ અત્યંત ઉધ્યમ કરવો જોઈએ. જે ઉપદેશકમાં સ્વ-પર ઉપકાર કરવાની શક્તિ છે આમ છતાં, પરના ઉપકાર પ્રત્યે યત્ન ન કરે તો ભગવાનના વચનનું પાલન થાય નહિ તેથી તે ઉપદેશકમાં ભગવાનના માર્ગનું શ્રદ્ધાન કદાચ વિદ્યમાન હોય તોપણ ભગવાનની આજ્ઞાના પાલનમાં પ્રયત્ન નહિ હોવાથી માર્ગના પાલનરૂપ ગુણની પ્રાપ્તિ થાય નહિ. માટે શક્તિસંપન્ન એવા મુનિએ અવશ્ય સ્વ-પરના ઉપકારમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી તે ઉપદેશક મહાત્માને પણ શીઘે મોક્ષની પ્રાપ્તિ થાય. I૧લા. અવતરણિકા -
अथ सद्धर्मग्रहणयोग्यतामाह - અવતરણિકાર્ચ - હવે સધર્મના ગ્રહણની યોગ્યતાને કહે છે –