________________
૨૪૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
થાય અને રાગાદિના નાશની ઇચ્છા ઉત્કટ થાય તો તેના ઉપાયભૂત બાર ભાવનાઓમાં તે શ્રોતા માર્ગાનુસારી દૃઢ યત્ન કરીને હિત સાધી શકે.
અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે દેશનાવિધિના વિસ્તારને કરીને ઉપસંહાર કરતાં ધર્મબિંદુની સાક્ષી આપે છે –
ધર્મબિંદુ ગ્રંથના આધારે અત્યાર સુધી જે દેશનાવિધિનું વર્ણન કર્યું એ પ્રમાણે સંવેગને કરનાર પ્રકૃષ્ટ ધર્મ મુનિએ કહેવો જોઈએ.
તેથી એ ફલિત થાય કે અત્યાર સુધી વર્ણન કર્યું એ વિધિ અનુસાર મોક્ષફલ સુધીનું માર્ગાનુસારી સૂક્ષ્મ વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું તે સાંભળીને જેની બુદ્ધિમાં સ્થિર નિર્ણય થાય કે જીવની સુંદર અવસ્થા મુક્તાવસ્થા જ છે અને જીવની ખરાબ અવસ્થા સંસારઅવસ્થા છે અને તેના ઉપાયભૂત એવો ધર્મ આ મહાત્માએ બતાવ્યો તે છે અને તે શ્રોતાને તે ઉપદેશ દ્વારા તીવ્ર મોક્ષના અભિલાષપૂર્વક આવો પ્રષ્ટ ધર્મ=મહાવિવેકવાળો ધર્મ, સેવવાનો પરિણામ થાય તેવી દેશના સાધુએ આપવી જોઈએ. કઈ રીતે તેવી દેશના સાધુએ આપવી જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે – તે ઉપદેશક સાધુએ સ્વયં ભાવિત થઈને સાંભળનાર શ્રોતાના બોધને અનુરૂપ દેશના આપવી જોઈએ.
તેનાથી એ ફલિત થાય કે જો ઉપદેશક અત્યંત સંવેગથી ભાવિત થઈને ઉપદેશ આપે તો તે સંવેગનો પરિણામ ઉપદેશકને તો કલ્યાણનું કારણ બને પરંતુ ઉપદેશકના ભાવથી શ્રોતામાં પણ તેવો ભાવ પ્રસૃત થાય છે તે ન્યાયથી ઉપદેશકના તીવ્ર સંવેગના બળથી યોગ્ય શ્રોતાને પણ અવશ્ય સંવેગ થાય. વળી, ઉપદેશકે તીવ્ર સંવેગથી પૂર્વમાં વર્ણન કર્યું તેવી દેશના શ્રોતાના ક્ષયોપશમનો વિચાર કર્યા વગર કરવી જોઈએ નહિ. પરંતુ શ્રોતાની કેવા પ્રકારની ક્ષયોપશમશક્તિ છે ? તેનો વિચાર કરીને તેની બોધશક્તિને અનુરૂપ વિસ્તારથી કે સંક્ષેપથી પૂર્વમાં વર્ણન કરાયેલા પદાર્થો સંવેગપૂર્વક કહેવા જોઈએ જેથી યોગ્ય શ્રોતાને અવશ્ય તે ઉપદેશ પરિણમન પામે અને ઉપદેશકના ઉપદેશનું સાફલ્ય પ્રાપ્ત થાય.
પૂર્વમાં ઉપદેશકે શ્રોતાને કઈ રીતે ઉપદેશ આપવો જોઈએ ? તેની વિધિ બતાવી. ત્યાં કોઈને શંકા થાય કે “કોઈ ઉપદેશક તે વિધિ અનુસાર ધર્મનો ઉપદેશ આપે. આમ છતાં, કોઈ શ્રોતા તત્ત્વ સાંભળવા માટે સન્મુખ થયો હોય છતાં તેના તેવા પ્રકારનાં કર્મો વર્તતાં હોય જેથી તે ઉપદેશકના કથનના મર્મને ગ્રહણ ન કરી શકે અથવા તેવા પ્રકારના કર્મના દોષને કારણે તેનું ચિત્ત અન્ય કાર્યમાં વ્યગ્ર હોય જેથી સંવેગપૂર્વક પણ અપાયેલો ઉપદેશકનો ઉપદેશ શ્રોતાને બોધનું કારણ ન બને ત્યારે તે ઉપદેશકના ઉપદેશની પ્રવૃત્તિનું કોઈ ફળ નથી.” તેના નિવારણ માટે કહે છે –
જે ઉપદેશક શુદ્ધ ચિત્તપૂર્વક શાસ્ત્રની મર્યાદાના સ્મરણ અનુસાર શ્રોતાના બોધની શક્તિ આદિનો વિચાર કરીને ઉપદેશ આપે છે અને કોઈક તેવા કારણને કારણે શ્રોતાને બોધ ન થાય તોપણ ઉપદેશકને નિયમથી ફળની પ્રાપ્તિ થાય છે; કેમ કે ઉપદેશક ભગવાનના વચનનું સ્મરણ કરીને શ્રોતાના હિત કરવાના નિર્મળ આશયથી શાસ્ત્રવિધિની મર્યાદા અનુસાર ઉપદેશ આપે છે ત્યારે ઉપદેશકના હૈયામાં વર્તતા વિશુદ્ધ ભાવથી ઉપદેશકને ફળની પ્રાપ્તિ થાય છે. માટે શ્રોતાના તેવા પ્રકારના કર્મદોષના કારણે તેને બોધ ન થાય