________________
૨૪૦.
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯ નથી. વળી, ત્યારપછી કહે છે કે સમ્યક્તની વિશુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
તે અર્થને સ્પષ્ટ કરતાં કહે છે –
કોઈ યોગ્ય જીવ પરિશુદ્ધ નિઃશંકિતત્વાદિ દર્શનાચારનું પાલન કરે તો તેનાથી તેના આત્મામાં ભગવાનના વચનમાં થયેલ શંકાદિના અતિચારોરૂપ કાદવ દૂર થાય છે. તેથી તે જીવમાં ભગવાનના વચનમાં રહેલી સ્થિરરુચિ પ્રકર્ષવાળી થાય છે. અને ભગવાનના વચનમાં પ્રકર્ષવાળી સ્થિરરુચિ હંમેશાં સર્વ સાવદ્યયોગના પરિહારપૂર્વક નિરવદ્ય મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને વિશુદ્ધ કરવામાં આવે તો ચારિત્રની પ્રાપ્તિ પણ સુલભ બને છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શનની વિશુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ કેમ થાય છે ? તેથી કહે છે – શુદ્ધ સમ્યક્તનું જ ચારિત્રરૂપપણું છે. આશય એ છે કે ભગવાનના વચનમાં અત્યંત રુચિ ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવવામાં જ વિશ્રાંત થનાર છે. ભગવાનના વચનનો ઉપદેશ સર્વ સાવદ્યયોગના પરિહારપૂર્વક નિરવદ્ય મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવવાનો છે. તેથી જે જીવો દર્શનાચારના સેવનથી સમ્યગ્દર્શનને અતિ નિર્મળ કરે છે તે જીવોમાં ભગવાનના વચન પ્રત્યે વર્તતો તીવ્ર પક્ષપાત ભગવાનના વચનાનુસાર સાવદ્યયોગની નિવૃત્તિપૂર્વક નિરવદ્યયોગોમાં પ્રવૃત્તિ કરાવીને વિશ્રાંત થાય છે તેથી પરિશુદ્ધ સમ્યગ્દર્શન ચારિત્રરૂપ જ છે.
તેમાં “આચારાંગ”ની સાક્ષી આપતાં બતાવ્યું કે જે મૌન છે=મુનિભાવ છે, તેને તે સમ્યક્ત જાણ, અને જે સમ્યક્ત છે તેને તું મુનિભાવ જાણ. એમ બતાવીને સમ્યક્ત મુનિભાવ સ્વરૂપ જ છે તેમ બતાવ્યું તે પરિશુદ્ધ સમ્યગ્દર્શનને બતાવનાર છે; કેમ કે જે જીવોને ભગવાનના વચનમાં અત્યંત સ્થિર શ્રદ્ધા છે તે જીવો અવશ્ય જિનવચનાનુસાર નિરવદ્યયોગોમાં પ્રવૃત્તિ કરીને સંસારનો અંત કરવા ઉદ્યમ કરે છે. આ પ્રકારે યોગ્ય શ્રોતાને ઉપદેશ આપવાથી મોક્ષના અર્થ એવા શ્રોતાને મોક્ષના ઉપાયભૂત ચારિત્ર અને ચારિત્રના ઉપાયભૂત પરિશુદ્ધ એવા સમ્યગ્દર્શનમાં દૃઢ ઉદ્યમ થાય જેથી યોગ્ય શ્રોતા તેના પરમાર્થને જાણીને અપ્રમાદભાવથી જિનવચન પ્રત્યે સ્થિર શ્રદ્ધા કરીને જિનવચનાનુસાર નિરવદ્યયોગોમાં દૃઢ વ્યાપાર કરવા માટે ઉત્સાહિત થાય.
પૂર્વમાં ઉપદેશકે સમ્યગ્દર્શનથી દુર્ગતિની પ્રાપ્તિ થતી નથી અને સમ્યગ્દર્શનની શુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે તેમ બતાવ્યું. હવે સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં, સમ્યગ્દર્શનની વિશુદ્ધિમાં કે ચારિત્રની પ્રાપ્તિમાં જીવને બાધક રાગાદિ ભાવોના નાશનો ઉપાય ભાવનાઓ છે તે બતાવતાં કહે છે –
જે જીવો સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા છે તે જીવો નિરંતર જ અનિયત્વ આદિ બાર ભાવનાઓથી . આત્માને ભાવિત કરે છે. આ ભાવનાઓના બળથી આત્મામાં વર્તતો રાગ, દ્વેષ અને મિથ્યાત્વરૂપી મોહનો મલ નાશ પામે છે. જેમ શરીરમાં વાત-પિત્તાદિની વિષમતાથી રોગ થયેલો હોય તો સમ્યક્ ચિકિત્સાથી નાશ પામે છે, તેમ આત્માના ભાવરોગ માટે સમ્યચિકિત્સા સ્થાનીય આ બાર ભાવનાઓ છે. જેમ પ્રચંડ