________________
૨૩૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ આવશ્યકતા છે. તેથી ભેદ વગરના મણિમાં છિદ્ર પાડવા માટે જેવો યત્ન જોઈએ છે તેવો યત્ન છિદ્રમાંથી મલને કાઢવા માટે આવશ્યક નથી. તે રીતે એક વખત તત્ત્વાતત્ત્વનો ઊહ કરીને તત્ત્વને જોવામાં બાધક એવા રાગાદિનો જેમણે નાશ કર્યો છે તે જીવોને ગ્રંથિભેદકાળમાં સર્વ કર્મથી રહિત આત્માની ઉત્તમ અવસ્થા તત્ત્વરૂપ દેખાય છે. અને સમિતિ-ગુપ્તિના મર્મના બોધપૂર્વક સમિતિ-ગુપ્તિનું પાલન તેનો ઉપાય દેખાય છે. અને કોઈક નિમિત્તથી તેવા જીવો સમ્યક્તથી પાત પામે તોપણ ફરી કિંચિત્ કાળમાં અવશ્ય સમ્યક્ત પામે છે. તેથી તેઓમાં સમ્યક્તની પ્રાપ્તિ પૂર્વે જેવો સંક્લેશ હતો તેવો સંક્લેશ સમ્યક્તથી ભ્રષ્ટ થયા પછી પણ થતો નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે અતિશય સંક્લેશનો અભાવ તે સમ્યક્તનું ફળ છે અને સમ્યક્ત પામ્યા પછી જીવો અધિક - અધિક સંક્લેશનો અભાવ કરીને, સમ્યક્તથી ભ્રષ્ટ ન થાય તો સર્વ સંક્લેશથી રહિત એવી સિદ્ધાવસ્થાને અલ્પકાળમાં પ્રાપ્ત કરે છે.
પૂર્વમાં કહ્યું કે સમ્યક્ત પામ્યા પછી કોઈ જીવ સમ્યક્તથી ભ્રષ્ટ થાય તોપણ પૂર્વના જેવો તીવ્ર સંક્લેશનો પરિણામ તે જીવને થતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે પૂર્વમાં જેમ મિથ્યાત્વ હતું તેમ સમ્યક્તથી ભ્રષ્ટ થયા પછી પણ જીવમાં મિથ્યાત્વ વર્તે છે તેથી એ જીવોને પૂર્વના જેવો સંક્લેશ થતો નથી તે કેમ નક્કી થાય ? તેથી કહે છે –
સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા જીવો પૂર્વના જેવો ફરી કર્મબંધ કરતા નથી. તેથી નક્કી થાય છે કે ગ્રંથિભેદના પૂર્વે તે જીવો જ્યારે ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં હતા ત્યારે જેવો સંક્લેશ કરી તીવ્ર કર્મ બાંધતા હતા તેવો સંક્લેશ સમ્યક્તથી ભ્રષ્ટ થયા પછી પણ તે જીવોને ક્યારેય થતો નથી. ફરી તેવો કર્મબંધ કેમ થતો નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે જીવો સમ્યક્ત પામવા માટે ગ્રંથિભેદ કરી રહ્યા છે તે જીવો આયુષ્યકર્મને છોડીને સર્વકર્મની સ્થિતિ અંતઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ સમ્યક્તના પ્રાપ્તિકાળમાં કરે છે અને સમ્યક્ત પામ્યા પછી તે જીવ સમ્યક્તથી ભ્રષ્ટ થાય તોપણ ગ્રંથિભેદકાળમાં સત્તામાં રહેલી અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ કરતા અધિક કર્મની સ્થિતિ બાંધતા નથી. તેથી નક્કી થાય છે કે અધિક કર્મબંધની સ્થિતિને અનૂકુળ એવો સંક્લેશ તેઓમાં નથી. - અહીં વિશેષ એ છે કે ગ્રંથિભેદકાળમાં આયુષ્યકર્મને છોડી સર્વકર્મની સ્થિતિ અંતઃકોટાકોટી પ્રમાણ હોય છે. અને તે વખતે સમ્યક્તને કારણે. જીવમાં વર્તતો વિશુદ્ધ પરિણામ હોવાથી સત્તામાં જે અંતઃકોટાકોટી સ્થિતિ છે તેનાથી પણ નવાં બંધાતાં કર્મોની સ્થિતિ અલ્પપ્રમાણમાં કરે છે; કેમ કે સમ્યત્વકાળમાં સંક્લેશ અલ્પ છે. અને સમ્યક્તથી ભ્રષ્ટ થયા પછી સંક્લેશ અધિક થાય છે. તેથી સમ્યત્ત્વકાળના બંધ કરતાં અધિક કર્મની સ્થિતિ સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા જીવો બાંધે છે. તોપણ સમ્પર્વના કાળમાં જે સત્તામાં અંતઃકોટાકોટી પ્રમાણ સ્થિતિ હતી તેનાથી અધિક કર્મબંધની સ્થિતિ થતી નથી. તેથી એ ફલિત થાય છે કે મિથ્યાત્વ અવસ્થામાં તેઓને સંક્લેશ છે તે પણ અંતઃકોટાકોટીથી અધિક સ્થિતિબંધનું કારણ બનતો નથી અને ગ્રંથિભેદ પૂર્વે જ્યારે ગાઢ મિથ્યાત્વ વર્તતું હતું ત્યારે તીવ્ર સંક્લેશને કારણે તે જીવો ઉત્કટ સીત્તેર