________________
૨૪૬
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૨૦ આશય એ છે કે દેશના સાંભળીને નિર્મળ મતિવાળો એવો શ્રોતા પોતાની શક્તિને ગોપવ્યા વગર આગળ કહેવાશે એવા વંદનાદિની શુદ્ધિરૂપ વિધિપૂર્વક યોગરૂપ ધર્મને ગ્રહણમાં દઢ પ્રવૃત્તિ કરે છે. તેનાથી નક્કી થાય છે કે હવે આ શ્રોતા વિશેષ પ્રકારની ધર્મને કરવાની યોગ્યતાને પામેલ છે.
અહીં દઢ અને સ્વશક્તિથી તે શ્રોતા ધર્મના સંગ્રહમાં પ્રવર્તે છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે કોઈ શ્રોતા પૂર્વમાં કહેવાયેલા ઉપદેશને સાંભળીને ધર્મ કરવાની ઇચ્છાવાળો થયો હોય આમ છતાં, ધર્મમાં દઢ પ્રયત્ન કરનાર ન હોય અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર શક્તિથી બહારનું કૃત્ય કરવા તત્પર થયેલો હોય અથવા જે કૃત્યમાં પોતાની શક્તિ હોય તેને ગોપવીને ધર્મમાં પ્રવૃત્તિ કરનાર હોય તેવા શ્રોતાથી થનારા ધર્મની પ્રવૃત્તિમાં શાસ્ત્રવિધિના ભંગનો સંભવ છે; કેમ કે શક્તિ બહારનું કૃત્ય હોય તો તે કૃત્યથી ઉચિત પરિણતિ નિષ્પન્ન થાય નહિ પરંતુ તે સ્વીકારેલું કૃત્ય યથાતથા થાય અને શક્તિ હોવા છતાં તે કૃત્ય સમ્યફ ન કરવામાં આવે તો તે ધર્માનુષ્ઠાન બાહ્યથી થાય પરંતુ અંતરંગશુદ્ધિનું કારણ બને નહિ માટે તે ધર્મ સેવીને પણ તે મહાત્મા ઉચિત હિત સાધી શકે નહિ માટે અનર્થનો સંભવ છે; તેથી જે શ્રોતા ઉપદેશ સાંભળીને દઢ યત્ન કરનાર છે તે શ્રોતા વિશેષ પ્રકારના ગૃહસ્થધર્મને યોગ્ય છે એમ અહીં કહેલ છે.
આનાથી એ ફલિત થાય કે આ પ્રકારના ઉપદેશના બળથી અત્યંત ધર્મને અભિમુખ થયેલો યોગ્ય શ્રોતા શ્રાવકધર્મને અનુકૂળ એવી યોગ્યતાવાળો થયો છે. તેથી તેવા શ્રોતાને ઉપદેશક તેની ભૂમિકાનુસાર વિશેષ પ્રકારનો શ્રાવકધર્મ સમજાવે તો તે શ્રોતા અવશ્ય ભાવશ્રાવક બને છે. ટીકા :
शास्त्रान्तरे चैकविंशत्या गुणैर्द्धर्मग्रहणार्हो भवतीति प्रतिपादितं तद्यथा - धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो १ । रूववं २ । पगइसोमो ३ । लोगप्पिओ ४ । अकूरो ५ । भीरू ६ । असढो ७ । सुदक्खिण्णो ८।।१।। लज्जालुओ ९ । दयालू १० । मज्झत्यो सोमदिट्ठी ११ । गुणरागी १२ । सक्कह १३ । सुपक्खजुत्तो १४ । सुदीहदंसी १५ । विसेसनू १६।।२।। वुड्डाणुगो १७ । विणीओ १८ । कयण्णुओ १९ । परहिअत्थकारी अ २० । तह चेव लद्धलक्खो २१ । इगवीसगुणेहिं संजुत्तो ।।३।। [धर्मरत्नप्रकरणे गा. ५-७ सम्बोधप्रकरण શ્રાવ. . ૬-૮ પ્રવચનસારોદ્ધાર મા. શરૂષદ-૮]
एतासां व्याख्या-धर्माणां मध्ये यो रत्नमिव वर्त्तते जिनप्रणीतो देशविरतिसर्वविरतिरूपो धर्मः स धर्मरत्नम्, तस्य 'योग्यः' उचितो भवतीत्यध्याहारः, 'एकविंशत्या गुणैः संपन्न' इति तृतीयगाथान्ते સંવન્યઃ |
तानेव गुणान् गुणगुणिनोः कथञ्चिदभेद इति दर्शनाय गुणिप्रतिपादनद्वारेणाह-अक्खुद्दो इत्यादि । तत्राक्षुद्रोऽनुत्तानमतिः १ । रूपवान् प्रशस्तरूपः, स्पष्टपञ्चेन्द्रियरूप इत्यर्थः २ । प्रकृतिसोमः