________________
૨૩૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ક૨વાના ઉપાયરૂપ દર્શનાચા૨ને સેવવાની પ્રતિજ્ઞા કરે છે. તેવા પણ જીવોને સમ્યગ્દર્શન પ્રગટ થયું ન હોય તો દ્રવ્યથી બોધિનો લાભ છે અને તે દ્રવ્યથી સ્વીકારેલ બોધિલાભ દર્શનાચા૨ના સેવનથી પારમાર્થિક બોધિલાભનું કારણ બને છે. તે બતાવવા માટે ‘વર’નો અર્થ કરે છે –
દ્રવ્ય-બોધિલાભથી વ્યતિરિક્ત એવું વર=પારમાર્થિક બોધિલાભ, તેની પ્રરૂપણા કરવી જોઈએ. કઈ રીતે પારમાર્થિક બોધિલાભની પ્રરૂપણા કરવી જોઈએ ? એથી કહે છે
પારમાર્થિક બોધિલાભની હેતુથી, સ્વરૂપથી અને ફલથી પ્રરૂપણા કરવી જોઈએ. જેથી શ્રોતાને પારમાર્થિક બોધિલાભનો યથાર્થ બોધ થાય; કેમ કે માત્ર દ્રવ્યથી ઉચ્ચારેલ સમ્યગ્દર્શનથી કલ્યાણની સિદ્ધિ નથી પરંતુ દ્રવ્યથી સ્વીકારાયેલ સમ્યગ્દર્શન દ્વારા પારમાર્થિક સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તો તે શ્રોતાને કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. માટે પારમાર્થિક બોધિલાભ શું છે ? તેનો બોધ કરાવવાર્થે ઉપદેશકે યત્ન કરવો જોઈએ.
આ રીતે બોધિલાભનો હેતુથી, સ્વરૂપથી અને ફલથી બોધિ કરાવવો જોઈએ તેમ કહ્યું તેથી હવે હેતુથી બોધિલાભનું સ્વરૂપ બતાવે છે –
તથાભવ્યત્વાદિથી સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ બોધિલાભ થાય છે.
તેથી એ ફલિત થાય કે બોધિલાભનો હેતુ તથાભવ્યત્વાદિ છે.
વળી, તથાભવ્યત્વાદિમાં ‘આદિ’ પરથી અન્ય ચાર કારણોનું ગ્રહણ છે. તેથી સમ્યક્ત્વપ્રાપ્તિ પ્રત્યે તથાભવ્યત્વાદિ પાંચ કારણો હેતુ છે, તે પ્રકારનો અર્થ ફલિત થાય છે.
૧. તથાભવ્યત્વ=જીવનો તેવા પ્રકારનો સ્વભાવ.
૨. કાળ=કાળનો પરિપાક.
૩. નિયતિ.
૪. કર્મ.
૫. પુરુષ=પુરુષકાર.
૧. તથાભવ્યત્વ :
તથાભવ્યત્વ શું છે ? તે સ્પષ્ટ ક૨વાર્થે પ્રથમ ભવ્યત્વનો અર્થ કરે છે
જીવમાં સિદ્ધિગમનને યોગ્યતારૂપ અનાદિ પારિણામિકભાવ વર્તે છે. જે આત્માના સ્વસ્વરૂપરૂપ જ ભવ્યત્વ છે.
દરેક ભવ્યજીવોને કાલાદિના ભેદથી બીજસિદ્ધિ થાય છે. પરંતુ એક કાલમાં બીજસિદ્ધિ થતી નથી. તેથી નક્કી થાય છે કે સિદ્ધિગમનયોગ્યત્વ દરેક જીવોનું સમાન નથી. જો દરેક જીવોનું ભવ્યત્વ સમાન હોય તો એક કાળમાં જ દરેક ભવ્યજીવોને બીજસિદ્ધિ થવી જોઈએ અને તેના ફળરૂપે એક કાળમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ તેવું કાર્ય થતું નથી માટે નક્કી થાય છે કે સિદ્ધિગમનયોગ્યત્વ દરેક જીવોનું,