________________
૨૩૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
આ રીતે દેશનાવિધિને વિસ્તારથી કહીને ઉપસંહાર કરતાં કહે છે – “આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સંવેગને કરનારો પ્રકૃષ્ટ ધર્મ મુનિએ કહેવો જોઈએ. કઈ રીતે કહેવો જોઈએ ? તે સ્પષ્ટ કરે છે –
ભાવિત એવા મહાત્માએ સાંભળનાર એવા શ્રોતાને યથાબોધ કહેવો જોઈએ.” (ધર્મબિંદુ ગા. ૧૦, ૫.૨૯ એ અધ્યાય-૨)
આ વ્યાખ્યાતપ્રાય છે=પ્રસ્તુત શ્લોકમાં કહ્યું તે પૂર્વના કથનથી વ્યાખ્યાતપ્રાય છે. ‘આદ'થી શંકા કરે છે – ધર્મના ખ્યાપનમાં પણ જ્યારે તેવા પ્રકારના કર્મના દોષને કારણે તત્ત્વના અર્થી શ્રોતામાં તત્ત્વને સ્પર્શે તેવા પ્રકારના બોધમાં બાધક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મના દોષને કારણે, શ્રોતાને બોધ થતો નથી ત્યારે ધર્મનું આખ્યાન શું ફલવાળું છે? એથી કહે છે –
શ્રોતાને અબોધ થયે છતે પણ મુનિઓ વડે વિધાનથી વિધિથી, શુદ્ધચિત્તવાળા એવા કથકને=ઉપદેશકને નિયમથી ફલ કહેવાયું છે.” (ધર્મબિંદુ ગા. ૧૧ અધ્યાય-૨).
‘નાદ'થી શંકા કરે છે – પ્રકારાન્તરથી પણ દેશનાના ફલનું સંભાવ્યમાનપણું હોવાથી અહીં જ=શ્રોતાને ઉપદેશનાં વિષયમાં જ, યત્નથી સર્યુ. એ પ્રકારની આશંકા કરીને કહે છે –
“આ જગતમાં તેવો ઉપકાર ક્યારેય વિદ્યમાન નથી. જેવા પ્રકારની ધર્મદેશના જીવોના દુઃખના વિચ્છેદથી ઉપકારક છે." (ધર્મબિંદુ ગા. ૧૨ અધ્યાય-૨) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
ઉપલભ્યમાન એવા આ જગતમાં કોઈ કાળમાં અથવા કોઈ ક્ષેત્રમાં તેવા પ્રકારનો ઉપકાર અનુગ્રહ, વિદ્યમાન નથી જ. જેવા પ્રકારની જીવોના=દેશના યોગ્ય જીવોના, દુઃખના વિચ્છેદથી=શારીરિક, માનસિક દુઃખ દૂર કરવાથી, ધર્મદેશના છે. અર્થાત્ ધર્મદેશનાજનિત માર્ગશ્રદ્ધાનાદિ ગુણ છે; કેમ કે તેનું માર્ગશ્રદ્ધાન આદિ ગુણનું, નિ:શેષ ક્લેશલેશના અકલંકવાળા એવા મોક્ષના આક્ષેપ પ્રતિ અવંધ્યકારણપણું છે.
એ રીતે, ધર્મબિંદુમાં ધર્મદેશના પ્રદાનવિધિ નિરૂપિત છે. I૧૯. ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે ઉપદેશક તત્ત્વવાદનું નિરૂપણ કરે એથી સિદ્ધ થાય કે આત્માને પરિણામી સ્વીકારવામાં આવે અને દેહથી ભિન્નભિન્ન સ્વીકારવામાં આવે તો પૂર્વમાં વર્ણન કર્યા પ્રમાણે બંધના હેતુ એવા હિંસાદિ દસ પાપોથી કર્મોનો બંધ અને તેનાથી વિપરીત મોક્ષના હેતુ એવા અહિંસાદિ દસના સેવનથી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ થાય એ કથન સંગત થાય. આ પ્રકારના તત્ત્વવાદનું નિરૂપણ કર્યા પછી ઉપદેશકે શ્રોતાને પોતાનો ઉપદેશ પરિણમન પામ્યો છે કે નહિ ? તેની પરીક્ષા કરવી જોઈએ. કઈ રીતે પરીક્ષા કરવી જોઈએ ? એથી કહે છે – શ્રોતાના એકાંતવાદનાં અરુચિનાં સૂચક વચનો અને તે પ્રકારનું તેનું સંભાષણ છે કે નહિ ? તે જાણીને