________________
ધર્મ સંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૩૧ છે; કેમ કે શુદ્ધ સમ્યક્તનું જ ચારિત્રરૂપપણું છે. અને તે પ્રમાણે શુદ્ધ સમ્યક્ત ચારિત્રરૂપ છે તે પ્રમાણે, આચારાંગનું સૂત્ર છે –
જેને મૌન એ પ્રમાણે તે જો, તેને સમ્યક્ત એ પ્રમાણે તું જો. જેને સમ્યક્ત એ પ્રમાણે તું જો, તેને મૌન એ પ્રમાણે તું જો.” (આચારાંગ ૧/૧/૫-૩, સૂ. ૧૫૫)
તિ' શબ્દ આચારાંગસૂત્રના કથનની સમાપ્તિ માટે છે.
આ રીતે સમ્યગ્દર્શન ચારિત્રમાં પરિણમન પામે છે તેમ બતાવ્યા પછી શ્રોતાને પ્રશ્ન થાય કે રાગાદિભાવો ચારિત્રમાં યત્ન કરવા માટે બાધક થાય છે. તેનો ક્ષય કઈ રીતે કરવો ? તે બતાવવા અર્થે કહે છે –
ભાવનાથી રાગાદિનો ક્ષય થાય છે. (સૂ. ૧૩૧) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – મોક્ષના અર્થી એવા જીવો દ્વારા ભાવન કરાય છે અર્થાત્ તેઓ નિરંતર જ અભ્યાસ કરાય છે એ ભાવનાઓ છે. અને તે અનિત્યત્વ, અશરણાત્વાદિ બાર પ્રકારની છે.
જે પ્રમાણે કહેવાયું છે. “અનિત્યત્વ, અશરણત્વ અને એકતા, અન્યત્વ, અશુચિત, સંસાર, કર્મના આશ્રવની વિધિ અને સંવરની વિધિ, નિર્જરણ, લોકવિસ્તર, ઘર્મસુખ્યાત, તત્વચિંતા=ધર્મના સુંદર કહેવાયેલા તત્વની ચિંતા, બોધિનું સુદુર્લભપણું, બાર ભાવના વિશુદ્ધ ભાવવી જોઈએ.”
તેના દ્વારા રાગાદિનો ક્ષય=રાગ, દ્વેષ, મોહમલનો પ્રલય થાય છે. જેમ સમ્યફ ચિકિત્સાથી વાત, પિત્તાદિ રોગનો અપગમ થાય છે અથવા જે પ્રમાણે પ્રચંડ પવનથી મેઘમંડલનું વિઘટન થાય છે.
ભાવનાથી રાગ - વેષ ક્ષય કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે – ભાવનાનું રાગાદિ પ્રતિપક્ષભૂતપણું છે. તેનાથી પણ શું ?=ભાવનાથી રાગાદિનો ક્ષય થવાથી પણ શું ? એથી કહે છે – “તેના ભાવમાં રાગાદિના ક્ષયના ભાવમાં, અપવર્ગ છે.” (સૂ. ૧૩૨) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
તેના=રાગાદિના ક્ષયના ભાવમાં, સકલ લોકાલોકને જોવામાં સમર્થ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થયે છતે તરેલા ભવરૂપી સમુદ્રવાળા જીવને કહેવાયેલા વ્યુત્પત્તિ અર્થવાળો અપવર્ગ ઉદ્ભવ થાય છે.
વળી, તે મોક્ષ કેવા લક્ષણવાળો છે ? એથી કહે છે – “તે=મોક્ષ, આત્મત્તિક દુઃખના વિગમરૂપ છે." (સૂ. ૧૩૩) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
તે અપવર્ગ, અત્યંત સકલ દુ:ખશક્તિના નિમૂલન દ્વારા થાય છે. એથી આત્યંતિક દુઃખવિગમ છે=સર્વ શારીરિક માનસિક દુ:ખના વિરહરૂપ છે અને સર્વ જીવલોકના સુખ કરતાં અસાધારણ આનંદના અનુભવરૂપ છે.