________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૨૯ પરિણામની પરીક્ષા.” (સૂ. ૧૨૩) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
પરિણામનીeતત્વવાદ વિષયક જ્ઞાન અને શ્રદ્ધાન લક્ષણ પરિણામની, પરીક્ષા એકાંતવાદની અરુચિના સૂચન એવા વચન અને સંભાષણ આદિ ઉપાય દ્વારા શ્રોતાને પ્રાપ્ત થયેલ પરિણામનો નિર્ણય કરવો જોઈએ.
ત્યાર પછી શું કરવું જોઈએ ? એથી કહે છે – “શુદ્ધ પ્રાપ્ત થયે છતે શ્રોતાને શુદ્ધ પરિણામ પ્રાપ્ત થયે છતે, બંધ-ભેદનું કથન કરવું.” (સૂ. ૧૨૪) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
શુદ્ધ હોતે છતે=પરમશુદ્ધિને પામેલ પરિણામ હોતે છતે, બંધ-ભેદનું કથન કરવું બંધ-ભેદની આઠ પ્રકારની મૂલપ્રકૃતિના બંધનના સ્વરૂપનું અને સત્તાણુ પ્રકારની ઉત્તર પ્રકૃતિના બંધસ્વભાવરૂપ બંધ-ભેદનું કથન=પ્રજ્ઞાપન કરવું જોઈએ. કઈ રીતે પ્રજ્ઞાપન કરવું જોઈએ ? એથી કહે છે – બંધ-શતકાદિ ગ્રંથના અનુસારથી કથન કરવું જોઈએ.. અને “વરબોધિલાભની પ્રરૂપણા કરવી.” (સૂ. ૧૨૫) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
વરબોધિલાભનીeતીર્થંકરરૂપ ફલનું કારણ પણું હોવાથી અશેષ બોધિલાભથી અતિશાયી એવા બોધિલાભની, પ્રરૂપણા કરવી=પ્રજ્ઞાપના કરવી અથવા દ્રવ્યલાભથી વ્યતિરિક્ત એવા પારમાર્થિક બોધિલાભની પ્રરૂપણા કરવી.
કઈ રીતે પ્રરૂપણા કરવી ? એથી કહે છે –
હેતુથી, સ્વરૂપથી અને ફલથી વરબોધિલાભની પ્રરૂપણા કરવી. ત્યાંeત્રણ પ્રકારની બોધિલાભની પ્રરૂપણામાં, હેતુથી કહે છે=હેતુથી બોધિલાભની પ્રરૂપણા બતાવે છે.
“તથાભવ્યત્વાદિથી આ=વરબોધિલાભ, છે.” (સૂ. ૧૨૬) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
ભવ્યત્વ એટલે સિદ્ધિગમન-યોગ્યત્વરૂપ અનાદિ પારિણામિકભાવસ્વરૂપ આત્માનું સ્વતત્વ જ છે. વળી, તથાભવ્યત્વ કાલાદિના ભેદથી આત્માને બીજસિદ્ધિનો ભાવ હોવાથી નાનારૂપતાને પામેલું ભવ્યત્વ જ છે. આદિ શબ્દથી કાલ, નિયતિ, કર્મ અને પુરુષકારનું ગ્રહણ છે. ત્યાં કાળ વિશિષ્ટ પુદ્ગલ-પરાવર્ત ઉત્સપિણી આદિરૂપ તથાભવ્યત્વના ફલદાનને અભિમુખકારી છે.
કોની જેમ વિશિષ્ટ પુદ્ગલ પરાવર્તકાળ તથાભવ્યત્વના ફલદાનને અભિમુખકારી છે ? એથી કહે છે -
વનસ્પતિ વિશેષને વસંતાદિઋતુની જેમ, કાલના સદ્ભાવમાં પણ ચૂનાધિકના બપોહથી નિયતકાર્ય કરનારી નિયતિ છે. અપચીયમાન સંક્લેશવાળું જુદા જુદા પ્રકારના શુભ આશયના સંવેદનના હેતુ એવું કુશલાનુબંધી કર્મ છે. સમુપચિત પુણ્યના સંભારવાળો, મહાકલ્યાણના આશયવાળો, પ્રધાન પરિજ્ઞાનવાળો, પ્રરૂપ્યમાણ અર્થના પરિજ્ઞાનમાં કુશલ એવો પુરુષ છે–પુરુષકાર છે.