________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ સૂકરાદિની દરેક ક્ષણો ઉત્પત્તિ પછી બીજી ક્ષણમાં સ્વતઃ નાશ પામે છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો શિકા૨ી સૂકરની હિંસા કરે છે ત્યારે પણ શિકારીના પ્રયત્નથી સૂકરનો નાશ થયો છે તેમ કહી શકાય નહિ; કેમ કે તે સૂકર સ્વતઃ બીજી ક્ષણમાં નાશ પામે છે. તેથી શિકારીના પ્રયત્નથી સૂકરની હિંસા થઈ છે તેમ કહી શકાય નહિ. માટે એકાંત અનિત્ય પક્ષમાં દરેક જીવો સ્વજન્મની પ્રાપ્તિની પછીની ક્ષણમાં સ્વતઃ સર્વથા નિવર્તમાન હોવાને કારણે કોઈનો હિંસક કોઈ થાય નહિ; કેમ કે બીજી ક્ષણમાં તે સ્વયં જ નાશ પામે છે અને કોઈ જીવ કોઈને માટે હિંસનીય બને નહિ; કેમ કે ઉત્પત્તિની બીજી ક્ષણમાં તે સ્વતઃ જ નાશ પામે છે.
૨૨૨
આ રીતે એકાંત નિત્ય પક્ષમાં કે એકાંત અનિત્ય પક્ષમાં હિંસા નથી તેમ સ્થાપન કર્યું. તેથી અર્થથી ફલિત થયું કે આત્મા દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય સ્વીકારવાથી આત્મા પરિણામી સિદ્ધ થાય છે અને આત્મા પરિણામી સ્વીકારવાથી આત્મામાં હિંસાદિ ઘટે છે.
હવે આત્મા દેહથી ભિન્નભિન્ન સ્વીકારવા માટે યુક્તિ બતાવે છે
જો દેહથી આત્મા સર્વથા ભિન્ન હોય તો દેહને સ્પષ્ટ વસ્તુનું આત્માને વેદન થાય નહિ અને ભોગી જીવોને અનુભવ છે કે પોતાના દેહની સાથે સ્પષ્ટ એવા સ્ત્રીના શરીરનું, શયનનું કે આસનાદિનું પોતાને વેદન થાય છે અને દેહની સાથે સૃષ્ટ એવા કાંટા, અગ્નિજ્વાલાદિનું વેદન થાય છે. તેથી નક્કી થાય છે કે દેહથી આત્મા સર્વથા ભિન્ન નથી.
આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
-
-
જેમ દેવદત્તથી ભિન્ન વિષ્ણુમિત્ર છે તેથી દેવદત્તના શરીરને શયનાદિ ભોગનાં સાધનોનો સ્પર્શ થતો હોય તો તેનો અનુભવ વિષ્ણુમિત્રને થતો નથી; કેમ કે દેવદત્તથી વિષ્ણુમિત્ર સર્વથા ભિન્ન છે તેમ દેવદત્ત પણ પોતાના શ૨ી૨થી સર્વથા ભિન્ન હોય તો તેના શરીરને સ્પર્શનારા શયનાદિનો અનુભવ દેવદત્તને થઈ શકે નહિ; માટે સ્વીકારવું જોઈએ કે દેવદત્ત પોતાના શરીરથી સર્વથા ભિન્ન નથી.
પૂર્વમાં કહ્યું કે દેહથી આત્માને ભિન્ન સ્વીકારીએ તો દેહને સ્પષ્ટનું વેદન થઈ શકે નહિ. વળી દેહથી ભિન્ન આત્મા સ્વીકારીએ તો દેહને જે ભોગસામગ્રીથી અનુગ્રહ થાય છે તે પણ નિરર્થક થાય અને દેહને પ્રતિકૂળ સામગ્રી આપીને કોઈ નિગ્રહ કરે છે તે પણ નિરર્થક થાય તે બતાવતાં કહે છે –
સંસારી જીવોને ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોરૂપ પુષ્પની માળા, ચંદનનો લેપ, સ્ત્રી આદિનો સંયોગ પ્રાપ્ત થાય છે. ત્યારે પોતાને સંતોષરૂપ ફલ પ્રાપ્ત થાય છે તે અનુગ્રહ છે. અને જો દેહથી આત્માને સર્વથા ભિન્ન સ્વીકારીએ તો દેહની સાથે સંયોગને પામતા સ્રક્ ચંદનાદિથી પુરુષને સંતોષરૂપ ફલ દેખાય છે તે થવું જોઈએ નહિ. વળી, દેહને કોઈ બંધનમાં નાખે તો મારો આ પુરુષે નિગ્રહ કર્યો છે તેવી પ્રતીતિ થવી જોઈએ નહિ અને સર્વ જનને પ્રતીતિ છે કે સત્, ચંદનાદિથી પોતાને અનુગ્રહ થાય છે અને બંધનાદિથી પોતાને નિગ્રહ થાય છે તેથી દેહની સાથે પોતાના આત્માનો અભેદ છે.
પૂર્વમાં દેહથી ભિન્ન આત્મા સ્વીકારીએ તો શું દોષ આવે તે બતાવ્યું અને સિદ્ધ કર્યું કે દેહથી અભિન્ન