________________
૨૫
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ છે માટે દેહથી અભિન્ન એવા આત્માએ શુભ કે અશુભ કૃત્ય કર્યું છે તેથી તે શુભ કે અશુભ કૃત્યનું ફળ તે આત્માને પરલોકમાં પ્રાપ્ત થાય છે તે કથન સંગત થાય.
વળી, દેહથી આત્માને એકાંત ભિન્ન માનવામાં આવે તો કોઈ આત્મા કુશલ અનુષ્ઠાન કરે અને કોઈ આત્મા અકુશલ અનુષ્ઠાન કરે તેનાથી બંધાયેલ શુભ કે અશુભ કર્મનું વેદન આ ભવમાં કે પરભવમાં દેહથી થાય છે. તે પણ વેદન સંગત થાય નહિ; કેમ કે તે કુશલ અનુષ્ઠાન કે અકુશલ અનુષ્ઠાન આત્માએ કર્યું છે, દેહે કર્યું નથી અને વેદના દેહને થાય છે.
આશય એ છે કે કોઈ આત્માએ ચોરી કરી હોય તો તે ચોરીનું ફળ તેને આ ભવમાં પણ મળે છે અને આ ભવમાં ન મળે તો પરભવમાં પણ મળે છે, પરંતુ જો આત્માથી દેહ સર્વથા ભિન્ન હોય તો તે ચોરીનું ફળ આ ભવમાં શિક્ષારૂપે દેહને પ્રાપ્ત થાય છે તે સંગત થાય નહિ. કોઈએ આ ભવમાં ચોરી કરી તેનાથી તેને પરભવમાં ફળ મળે છે અને તેના આત્માથી પરભવનો દેહ સર્વથા જુદો હોય તો તે દેહને તે ચોરીનું ફળ મળવું જોઈએ નહિ; કેમ કે તે દેહે તે ચોરીનું કૃત્ય કર્યું નથી. તેથી એમ માનવું ઉચિત છે કે દેહની સાથે આત્માનો સર્વથા ભેદ નથી, કથંચિત ભેદ છે. આથી જ આત્મા વડે કરાયેલ કૃત્યનું ફળ તેની સાથે અભિન્ન એવા દેહને પ્રાપ્ત થાય છે.
પૂર્વમાં કહ્યું કે દેહ અને આત્માનો સર્વથા ભેદ સ્વીકારવામાં આવે તો દેહકૃત એવા શુભાશુભ કૃત્યનો અનુભવ આત્માને થાય નહિ અને આત્મકૃત શુભાશુભ કર્મનો દેહથી અનુભવ થાય નહિ. ત્યાં કોઈ કહે કે તે વાત સ્વીકારી લઈએ તો શું વાંધો ? તેના સમાધાન માટે કહે છે –
જો તેમ સ્વીકારવામાં આવે તો દષ્ટની બાધા છે અને ઇષ્ટની બાધા છે માટે તેમ સ્વીકારી શકાય નહિ. દષ્ટની અને ઇષ્ટની બાધા કઈ રીતે છે ? તે બતાવતાં કહે છે –
જેમ કોઈ વ્યક્તિએ દેહથી ચોરી, પરદારાગમનાદિ અકાર્યો કર્યા હોય અને તેના કારણે તેને કેદખાનાદિમાં નાખેલ હોય ત્યારે તેને લાંબા સમય સુધી શોકવિષાદ આદિ દુઃખો ઉત્પન્ન થતાં દેખાય છે. તે દુઃખો તે આત્માને થાય છે. તેમજ કોઈ આત્માને તે પ્રકારની માનસિક ચિંતાદિ હોય તેના કારણે તેના દેહને
વરાદિની પ્રાપ્તિનો અનુભવ થાય છે. તે બંને અનુભવો દેહથી ભિન્ન આત્મા સ્વીકારવાથી સંગત થાય નહિ. માટે દેહથી ભિન્ન આત્મા સ્વીકારવાથી દુષ્ટની બાધા છે. વળી, ઇષ્ટની પણ બાધા છે શાસ્ત્રવચનની પણ બાધા છે; કેમ કે દેહધારી એવો જીવ જે કંઈ કૃત્યો કરે છે તે સર્વનું ફળ તે જીવને પ્રાપ્ત થાય છે, એ પ્રકારે શાસ્ત્રકારો કહે છે. જો દેહથી ભિન્ન આત્મા સ્વીકારીએ તો તે શાસ્ત્રવચનની બાધા થાય અને સંત પુરુષોને દષ્ટ અને ઇષ્ટનો અપલાપ કરવો ઉચિત નથી; કેમ કે નાસ્તિક પુરુષો દૃષ્ટ અને ઇષ્ટનો અપલાપ કરનારા હોય છે.
અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે આત્માને સર્વથા નિત્ય સ્વીકારવામાં આવે કે સર્વથા અનિત્ય સ્વીકારવામાં આવે તો હિંસાદિનો સંભવ થાય નહિ. વળી દેહથી આત્માને એકાંતે ભિન્ન માનવામાં આવે કે એકાંતે અભિન માનવામાં આવે તોપણ હિંસાદિનો સંભવ થાય નહિ. તે કથનનો 'ઉપસંહાર કરતાં કહે છે –