________________
૨૧૫
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ વ્યતિરેકથી આપતાં કહે છે. અર્થાત્ આવા પ્રણેતૃકનો કહેલો મૃતધર્મ પ્રમાણ નથી એ રૂપ વ્યતિરેકથી કહે છે.
શું કહે છે ? તે બતાવતાં કહે છે – જેઓ અતત્ત્વવેદી છે તેઓનો વાદ સમ્યવાદ નથી. અતત્ત્વવેદી કોણ છે ? તે સ્પષ્ટ કરે છે – જે પુરુષો સાક્ષાત્ વસ્તુતત્ત્વને જાણવાના સ્વભાવવાળા નથી તે પુરુષો અતત્ત્વવેદી છે.
તેથી એ ફલિત થાય કે મોક્ષપ્રાપ્તિના ઉપાયો જે બતાવે છે તે ઉપાયોથી આ પ્રમાણે કાર્ય થશે તે પ્રમાણે જેઓ સાક્ષાત્ જોનારા નથી તે સર્વ અતત્ત્વવેદી કહેવાય.
જેમ કોઈ નગરનો આ માર્ગ છે તેવું જેણે સાક્ષાત્ જોયેલું ન હોય તે વ્યક્તિ તે નગરના માર્ગને જાણનારો છે, તેમ કહી શકાય નહિ. તે રીતે યોગમાર્ગના ઉપદેશ આપનારા જે માર્ગનો ઉપદેશ આપે છે તે માર્ગની પ્રવૃત્તિથી આ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે તેવું સાક્ષાત્ જોતા નથી તે સર્વ અતત્ત્વવેદી છે. તેઓના ઉપદેશને કહેનારા શાસ્ત્રનું પ્રણયન=ઉપદેશને કહેનારા શાસ્ત્રની રચના, સમ્યફવાદ નથી.
આ કથનથી અર્થથી એ ફલિત થાય કે તીર્થકરો સર્વજ્ઞ થયા પછી જગતના સર્વ પદાર્થોને પ્રત્યક્ષથી જોનારા છે. જીવો કયા પ્રકારની પ્રવૃત્તિ કરે અને તે પ્રવૃત્તિ દ્વારા તેઓ કેવા ભાવ કરી શકે છે અને તે ભાવથી કેવા પ્રકારના કર્મબંધ થાય છે, કેવા ભાવથી કર્મની નિર્જરા થાય છે તે સર્વ તીર્થકરો સાક્ષાત્ જોનારા છે. તે સાક્ષાત્ જોયા પછી શબ્દો દ્વારા યોગ્ય જીવોને તેનો યથાર્થ બોધ કરાવવા માટે ઉપદેશ આપે છે અને તે ઉપદેશ અનુસાર ગણધરો શાસ્ત્રરચના કરે છે. તેથી તીર્થકરો દ્વારા કહેવાયેલા ઉપદેશાનુસાર અને ગણધર દ્વારા રચાયેલાં તે શાસ્ત્રો સમ્યકુવાદ છે. અન્ય સર્વનાં રચના કરાયેલાં શાસ્ત્રો સમ્યવાદ નથી; કેમ કે તેની રચના કરનારા પ્રણેતા યથાવત્ વસ્તુના સ્વરૂપને સ્વયં જાણતા નથી. તેથી સ્વકલ્પનાથી જે-તે કથન કરે તે કથનાનુસાર કરાયેલી પ્રવૃત્તિથી ફળની પ્રાપ્તિ થાય છે, તેવું કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, જેમ વેદમાં કહ્યું છે કે “સ્વામી નેત્ !' તે વચનાનુસાર કોઈ યજ્ઞ કરે, તે યજ્ઞથી તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે તેવું સાક્ષાત્ કોઈએ જોયું ન હોય આમ છતાં કોઈ કહે કે યજ્ઞ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો તેવું વચન કઈ રીતે શ્રદ્ધેય બને ? અર્થાત્ શ્રદ્ધેય બને નહિ.
આનાથી એ ફલિત થાય કે સાક્ષાત્ વસ્તુને જોનારા એવા પુરુષથી કહેવાયેલાં વચનો જ પ્રમાણ છે અને તેનાથી કહેવાયેલ શાસ્ત્ર કયું છે ? તેનો નિર્ણય કરવા માટે કષાદિ પરીક્ષા કરવામાં આવે છે. તેથી જે શાસ્ત્ર કષાદિ ત્રણથી શુદ્ધ છે તે શાસ્ત્ર સર્વજ્ઞપ્રણીત છે. તે શાસ્ત્ર પ્રમાણ છે, અન્ય શાસ્ત્ર પ્રમાણ નથી.
પૂર્વમાં ઉપદેશકે કહ્યું કે અતત્ત્વવેદીનો વાદ સમ્યવાદ નથી તેથી અર્થથી સિદ્ધ થયું કે તત્ત્વને જાણનારા એવા સર્વજ્ઞ દ્વારા કહેવાયેલો વાદ સમ્યવાદ છે. ત્યાં જિજ્ઞાસા થાય કે સર્વજ્ઞથી કહેવાયેલો વાદ સમ્યવાદ છે તેવો નિર્ણય કઈ રીતે થાય ? તેથી સમ્યવાદતાના ઉપાયને કહે છે –
જે કથનમાં બંધ-મોક્ષની ઉપપત્તિ થતી હોય તે કથનમાં બંધ-મોક્ષની ઉપપત્તિને કારણે તેની શુદ્ધિ છે