________________
૨૧૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
અર્થાત્ તે કથનની શુદ્ધિ છે. તેથી નક્કી થાય કે આ સમ્યવાદ છે.
આનાથી એ ફલિત થાય કે જે શાસ્ત્રમાં સંસારના કારણ એવા બંધનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું હોય અને મોક્ષના કારણ એવી ઉચિત ચેષ્ટાનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું હોય તેથી વિચારક નિર્ણય કરી શકે છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી બંધ થાય છે અને આ પ્રકારની પ્રવૃત્તિથી બંધનો ઉચ્છેદ થવાથી મોક્ષ થાય છે. અને જે શાસ્ત્રવચનમાં તેની શુદ્ધિ પ્રાપ્ત થતી હોય તે શાસ્ત્રવચન પ્રમાણભૂત છે તેવો નિર્ણય થાય.
બંધનાં કારણો કયાં છે ? તે બતાવતાં કહે છે – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ બંધનાં કારણો છે. તેનાથી જીવ અને કર્મપુદ્ગલોના પરસ્પર એકમેક ભાવરૂપે અવસ્થાન થાય છે તે બંધ છે. તેમાં દૃષ્ટાંત આપે છે –
જેમ લોખંડનો ગોળો અગ્નિથી તપાવવામાં આવે તો તે લોખંડ અને અગ્નિ એકમેક ભાવરૂપે તે ગોળામાં ઉપલબ્ધ થાય છે તેમ મિથ્યાત્વાદિ ભાવોથી આત્મા સાથે સંબંધને પામેલાં કર્મો એકમેકભાવને પામે છે. અથવા દૂધ અને પાણીનું મિશ્રણ કરવાથી જેમ- દૂધ અને પાણી એકમેકભાવને પામે છે તેમ બંધ એ આત્માની સાથે કર્મની એકમેક અવસ્થા છે અને બંધની પ્રાપ્તિનું કારણ મિથ્યાત્વ, અવિરતિ આદિ પાંચ ભાવો છે. કર્મથી બંધાયેલા આત્માની મુક્તિનો ઉપાય જે બંધનાં પાંચ કારણો છે તેનું સમ્યજ્ઞાન કરવું. તે જ્ઞાન કર્યા પછી તે મિથ્યાત્વાદિ ભાવોથી વિપરીત એવાં સમ્યક્ત, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ=મન, વચન, કાયાના યોગનો અભાવ, એ પાંચ કારણોનો યથાર્થ બોધ કરવો તે સમ્યજ્ઞાન છે. તે પાંચ કારણોને સેવવાની રુચિ સમ્યગ્દર્શન છે અને સ્વભૂમિકાનુસાર તે પાંચ કારણોને સેવવાં તે સમ્યકુચારિત્ર છે. આ પાંચ કારણોનો પ્રકર્ષ થાય ત્યારે રત્નત્રયીનો પ્રકર્ષ પ્રાપ્ત થાય અને તેનાથી પૂર્વનાં બંધાયેલાં કર્મોનો ઉચ્છેદ થાય તે મોક્ષ છે.
વળી, મોક્ષપ્રાપ્તિના ઉપાયો જે શાસ્ત્રમાં યથાર્થ બતાવ્યા હોય અને બંધનાં કારણો યથાર્થ બતાવ્યાં હોય અને તેના ઉચ્છેદનો ઉપાય યથાર્થ બતાવ્યો હોય તે શાસ્ત્રનાં વચનોમાં બંધ અને મોક્ષની ઉપપત્તિ થતી હોવાથી તે શાસ્ત્રમાં કહેવાયેલા પદાર્થના કથનની નિર્મળતા પ્રાપ્ત થાય છે એ પ્રકારે બુદ્ધિમાન પુરુષ નિર્ણય કરી શકે છે.
આનાથી શું કહેવાયેલું થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે શાસ્ત્રમાં બંધ-મોક્ષ યોગ્ય એવો આત્મા છે તે વિશેષપણાથી નિરૂપિત કરાય છે તે શાસ્ત્ર સર્વ વેદપુરુષથી પ્રતિપાદન કરાયેલું છે તે પ્રકારે બુદ્ધિમાન નિર્ણય કરી શકે છે.
આનાથી એ ફલિત થાય કે આત્માને પરિણામી કહ્યો તેથી મિથ્યાત્વાદિ ભાવો કરનાર આત્મા બંધયોગ્ય છે અને મિથ્યાત્વાદિ ભાવોથી વિપરીત ભાવો કરનાર આત્મા મોક્ષયોગ્ય છે. તે તે પ્રકારની વિશેષતાથી ભગવાનના શાસ્ત્રમાં નિરૂપણ કરાયેલ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન દ્વારા બતાવેલ શાસ્ત્ર સર્વજ્ઞપુરુષથી પ્રતિપાદન કરાયેલું છે. તે પ્રમાણે શાસ્ત્રની પરીક્ષા કરવામાં દક્ષ એવા પુરુષ નિર્ણય કરી શકે છે.