________________
૨૧૪
ધર્મસંગ્રહ ભાગ-૧/ પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ કે આ શ્રુતવચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં આવશે તોપણ આત્મામાં કોઈ પરિવર્તન થતું નહિ હોવાથી મને કોઈ ફળ મળશે નહિ. તેથી તે કૃતવચનો પ્રવૃત્તિનાં નિયામક બને નહિ; કેમ કે સંતપુરુષો સ્વસાધ્ય ક્રિયા કરનારી વસ્તુને જ વસ્તુરૂપે સ્વીકારે છે અને જે કષ-છેદ શુદ્ધવચનો સ્વસાધ્યને કરવા અસમર્થ હોય તેવાં મૃતવચનોને સંતપુરુષો પ્રમાણરૂપે સ્વીકારતા નથી.
વિપક્ષમાં બાધને કહે છે=જે કૃતવચનો તાપશુદ્ધ ન હોય છતાં તે ધૃતવચનોથી પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં બાધની પ્રાપ્તિ છે તે બતાવે છે –
વસ્તુની પરીક્ષાનો અધિકાર ચાલતો હોય ત્યારે તે વચનો તાપશુદ્ધ નથી તેવો નિર્ણય થવાને કારણે આ કષશુદ્ધ અને છેદશુદ્ધ વચનો ફલવિકલ છે તેવો નિર્ણય થવા છતાં તેને સ્વીકારીને પ્રવૃત્તિ કરવામાં આવે તો તે કૃતવચનોનો સ્વીકાર યાચિતકમંડન જેવો છેઃમાંગી લાવેલા આભૂષણની શોભા જેવો છે. તે કથન સ્પષ્ટ કરે છે –
અલંકારોનું ફળ બે પ્રકારનું છે. જેની પાસે અલંકાર હોય અને આજીવિકા થતી હોય તો તે અલંકારના ધારણથી પરિશુદ્ધ એવા આભિમાનિક સુખજનક એવી સ્વશરીરની શોભા થાય છે. અર્થાત્ અલંકાર પહેરનારને એવા પ્રકારનું અભિમાન થાય છે કે મારું શરીર શોભાયમાન છે અને આ આભિમાનિક સુખ અલંકાર પોતાના હોવાથી પરિશુદ્ધ છે અને કોઈક સમયે જીવનનિર્વાહ ન થતો હોય તો તે અલંકારોથી આજીવિકાનો નિર્વાહ કરી શકે છે. તેથી અલંકારનું ફળ તેને મળે છે, પરંતુ કોઈક પાસેથી માંગી લાવેલા અલંકારથી આ બંને પ્રકારનાં ફળ મળતાં નથી; કેમ કે પ્રસંગે તે અલંકારો પહેરીને આભિમાનિક સુખજનક એવી સ્વશરીરની શોભા કરે છે તોપણ આ અલંકારો મારા પોતાના નથી, પાછા આપવાના છે. તેવી બુદ્ધિ હોવાથી તે સ્વશરીરની શોભા પરિશુદ્ધ નથી અને આજીવિકા ન થાય ત્યારે તે અલંકારોથી નિર્વાહ થઈ ? શકતો નથી, માટે તે અલંકારોનું ફળ તેમને મળતું નથી. તેવી રીતે જેઓ આત્માને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માને છે તેઓ પોતાના કથનને શોભાવવા માટે કહે કે અમારું શ્રુતવચન કષશુદ્ધ છે અને છેદશુદ્ધ છે તોપણ તે કૃતવચન તેઓના એકાંતવાદના સ્વીકાર અનુસાર સ્વકાર્ય કરનારું ન હોય તો માંગી લાવેલા અલંકારોના આકાર જેવું ભાસે છે; કેમ કે કૃતવચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી ફળ પ્રાપ્ત થશે નહિ તેવો નિર્ણય હોવા છતાં તે કૃતવચન પ્રમાણભૂત સ્વીકારવાં તે અર્થ વગરનું છે.
પૂર્વમાં ઉપદેશકે શ્રોતાને કેવો ઉપદેશ આપવો જોઈએ તે બતાવતાં કહ્યું કે યોગ્ય શ્રોતાને કષ-છેદતાપશુદ્ધ હૃતધર્મ ગ્રહણ કરવાનો ઉપદેશ આપવો જોઈએ. જેથી અનેક ઋતધર્મ વિદ્યમાન છે તેમાંથી સમ્યક શ્રુતધર્મના ગ્રહણની પ્રાપ્તિ થાય. તે ઉપદેશ સાંભળીને શ્રોતા કહે છે –
કષ-છેદ-તાપશુદ્ધ ધૃતધર્મ ગ્રહણ કરવો જોઈએ એ પ્રકારનો મને નિર્ણય થયો પરંતુ કેવા પ્રણેતૃકનો કેવા શ્રતધર્મના રચયિતાનો, આ શ્રુતધર્મ પ્રમાણ છે ? આ પ્રકારની શ્રોતાને જિજ્ઞાસા થાય તેનું સમાધાન