________________
૨૧૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
પામેલા તે મહાત્મા ધર્મધ્યાનમાં યત્ન કરી શકે નહિ. આથી વિધિ-પ્રતિષેધને ઉપષ્ટભક આચારસંહિતા કોઈ કોઈ સ્થાનોમાં દિગંબરના શાસ્ત્રમાં નથી તેથી તે શાસ્ત્ર છેદશુદ્ધ નથી. જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધને એકાંત ઉપખંભક બને તેવી આચાર-સંહિતા સર્વ સ્થાનોમાં પ્રાપ્ત થતી હોય તે શાસ્ત્ર છેદશુદ્ધ છે.
આ રીતે કષપરીક્ષા, છેદપરીક્ષા બતાવ્યા પછી સુવર્ણના દૃષ્ટાંતથી તાપપરીક્ષા બતાવવા અર્થે કહે છે - જે પ્રમાણે કોઈ સુવર્ણની પરીક્ષા કરનાર ઉપલબ્ધ સુવર્ણને કષથી શુદ્ધ જાણે, છેદથી શુદ્ધ જાણે ત્યારપછી તેને તાપપરીક્ષાથી તપાસે ત્યારે સુવર્ણને અનુરૂપ અપેક્ષિત તાપ આપવામાં આવે અને તે સુવર્ણમાં કંઈક અન્ય ધાતુની મિશ્રતા હોય તો તે સુવર્ણમાં કાળાશ પ્રાપ્ત થાય છે. તે કાળાશરૂપ દોષને કારણે નક્કી થાય છે કે આ સુવર્ણ પરિપૂર્ણ શુદ્ધ સુવર્ણ નથી. એ રીતે કષ-છેદની શુદ્ધિ જે શાસ્ત્રવચનમાં પ્રાપ્ત થતી હોય તે શાસ્ત્રવચનની પણ તાપથી પરીક્ષા કરાય છે.
કષશુદ્ધિ અને છેદશુદ્ધિની સંગતિનું કારણ બને તેવું આત્માદિને પરિણામી સ્વીકારનાર વચન જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ છે. જેમ જૈન દર્શન આત્માદિ પદાર્થોને દ્રવ્યરૂપે નિત્ય સ્વીકારે છે અર્થાત્ તેની વિદ્યમાન અવસ્થા પ્રવ્યુત પામતી નથી અર્થાત્ નાશ પામતી નથી. દ્રવ્ય દ્રવ્યરૂપે નિત્ય હોવાથી ઉત્પન્ન થતું નથી, પરંતુ અપ્રશ્રુત અનુત્પન્ન છે. વળી, તે દ્રવ્ય પર્યાયરૂપે પ્રતિક્ષણ અપર-અવરભાવને પામે છે; માટે અનિત્ય છે. આ રીતે આત્માદિને પરિણામી સ્વીકાર્યા તેથી શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી સંસારના કારણભૂત એવા મિથ્યાત્વ અવિરતિ આદિ ભાવો તિરોધાન થવાથી અશુદ્ધ પર્યાયનો નિરોધ થાય છે અને ધ્યાન-અધ્યયનાદિ ક્રિયાથી ઉત્તરોત્તર કષાયની અલ્પ-અલ્પતારૂપ શુદ્ધ પર્યાય પ્રાદુર્ભાવ પામે છે. તેથી જૈનદર્શનના વચનાનુસાર પરિણામી આત્માદિને સ્વીકારવાથી કષ અને છેદ ઘટે છે; કેમ કે આત્મા પરિણામી ન હોય તો વિધિ-પ્રતિષેધથી પણ આત્મામાં કોઈ પરિણામાન્તર થાય નહિ. તેથી આત્માના અશુદ્ધ પર્યાયનો નિરોધ થાય છે અને શુદ્ધ પર્યાયનો પ્રાદુર્ભાવ થાય છે તેમ કહી શકાય નહિ. તેથી વિધિપ્રતિષેધના વચનો અને તેને અનુરૂપ બાહ્ય ચેષ્ટા કોઈ ફળ પ્રાપ્ત કરાવી શકે નહિ. આત્માને પરિણામી સ્વીકારવાથી શાસ્ત્રમાં બતાવેલી ઉચિત ક્રિયા દ્વારા આત્મા અશુદ્ધ પર્યાયનો ત્યાગ કરીને શુદ્ધ પર્યાયને પામતો પામતો જ્યારે પરિપૂર્ણ શુદ્ધ પર્યાયને પામે છે ત્યારે સંસારનો ઉચ્છેદ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે કથન સંગત થાય છે.
આનાથી એ ફલિત થાય કે જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષધ મોક્ષને અનુકૂળ હોય અને જે શાસ્ત્રમાં સર્વ આચારો વિધિ-પ્રતિષેધના પોષક હોય, વળી જે શાસ્ત્રમાં આત્માદિ પદાર્થોને પરિણામી સ્વીકારવામાં આવતા હોય તે શાસ્ત્ર કષ-છેદ-તાપથી શુદ્ધ છે. આવું શાસ્ત્રવચન સર્વજ્ઞથી પ્રણીત છે, એકાંતે કલ્યાણની પરંપરાનું કારણ છે. આ પ્રકારે નિર્ણય કરીને તે સર્વજ્ઞના વચનને સ્વીકારવું જોઈએ. તે સર્વજ્ઞના વચનને સ્વીકાર્યા પછી તે સર્વજ્ઞના વચનના યથાર્થ તાત્પર્યનો બોધ કરવો જોઈએ. તેનો યથાર્થ બોધ કર્યા પછી તે શાસ્ત્રવચનાનુસાર સ્વભૂમિકા અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. તેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. આ પ્રકારે શ્રોતાની બુદ્ધિ અનુસાર ઉપદેશક શ્રોતાને ઉપદેશ આપે જેથી તે શ્રોતા સ્વબુદ્ધિ અનુસાર શાસ્ત્રની