________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૦૯ જેમ સુવર્ણ કસોટીપથ્થર ઉપર સુવર્ણની રેખા યથાર્થ પાડે તો કહેવાય કે આ સુવર્ણ કષપરીક્ષાથી પૂર્ણ શુદ્ધ છે તેમ આ શાસ્ત્ર કષપરીક્ષાથી પૂર્ણ શુદ્ધ છે, માટે કલ્યાણની પરંપરાનું કારણ છે. આમ છતાં કષથી શુદ્ધ એવા સુવર્ણમાં પણ ઘણી વાર અંદરથી અસુવર્ણની પ્રાપ્તિ થતી હોય છે, આ અશુદ્ધિના નિવારણ માટે છેદપરીક્ષા કરવામાં આવે છે. જેથી ઉપરથી શુદ્ધ સુવર્ણ હોવા છતાં અંદરથી અસુવર્ણ નીકળે તો તેનો ત્યાગ થાય. તેમ કષશુદ્ધ એવાં શાસ્ત્રોની છેદપરીક્ષા કરવામાં આવે અને છેદપરીક્ષામાંથી તે શાસ્ત્રો શુદ્ધ સિદ્ધ ન થાય તો કષશુદ્ધ એવાં તે શાસ્ત્રોને વિચારક શ્રોતા શ્રતધર્મરૂપે સ્વીકારતા નથી. તેથી હવે શ્રતધર્મમાં છેદપરીક્ષા બતાવે છે – - જે શાસ્ત્રમાં મોક્ષને અનુકૂળ વિધિવાક્યો હોય અને મોક્ષને પ્રતિકૂળ નિષેધવાક્યો હોય તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેવી વિધિ અને નિષેધ કોઈક મહાત્મામાં પ્રગટ ન થયેલ હોય તેને પ્રગટ કરવા માટે કારણ બને તેવી આચારસંહિતા જે શાસ્ત્રમાં બતાવેલી હોય અને કોઈ મહાત્મામાં તેવા વિધિ-પ્રતિષેધ પ્રગટ થયેલા હોય તે વિધિ-પ્રતિષેધની રક્ષા કરવામાં કારણ બને તેવી આચારસંહિતા જે શાસ્ત્રમાં બતાવેલી હોય તે શાસ્ત્ર છેદશુદ્ધ કહેવાય છે. જેમ ભગવાનના શાસનમાં મોક્ષને અનુકૂળ એવા વિધિવાક્યો ઉપલબ્ધ છે અને મોક્ષને પ્રતિકૂળ એવાં નિષેધવચનો ઉપલબ્ધ છે. તે વિધિ-નિષેધના સેવનના અર્થી કોઈ મહાત્મા સંયમ ગ્રહણ કરે અને તે સંયમજીવનમાં ભગવાને જે રીતે ભિક્ષાટન આદિ બાહ્ય ક્રિયા બતાવી છે તે પ્રકારે તે બાહ્યક્રિયાનું પાલન કરે તો મોક્ષને અનુકૂળ એવા સમિતિ-ગુપ્તિના ભાવો તે મહાત્મામાં પ્રગટ થયા ન હોય અને મોક્ષને પ્રતિકૂળ એવી હિંસાદિની નિવૃત્તિ તે મહાત્મામાં પ્રગટ થઈ ન હોય તો તે ભિક્ષાટન આદિ સર્વ ઉચિત આચાર દ્વારા તે મહાત્મામાં વિધિ-પ્રતિષેધનો આવિર્ભાવ થાય છે. આવિર્ભત થયેલા તે વિધિ-પ્રતિષેધનું અતિચાર રહિત પાલન પણ તે પ્રકારની ભિક્ષાટનાદિ બાહ્યક્રિયાથી થાય છે. તેથી તેવી બાહ્યક્રિયાને બતાવનારું શાસ્ત્ર છેદશુદ્ધ છે.
અહીં ભિક્ષાટનાદિમાં “આદિ' શબ્દથી સંયમની સર્વક્રિયાઓ ગ્રહણ કરવાની છે. જે મહાત્મા સાધુજીવનને અનુરૂપ ઓઘસામાચારી, દશવિધ ચક્રવાલસામાચારી અને પદવિભાગ સામાચારીરૂપ જે ક્રિયા બતાવી છે તે સર્વ ક્રિયાઓ તે રીતે સેવે તો તે ક્રિયાના બળથી તેના સંયમજીવનમાં વિધિ-પ્રતિષધ આવિર્ભાવ પામે છે. જેથી સંયમ લેતી વખતે ગુણસ્થાનક પ્રગટ ન થયું હોય તો વિધિ-પ્રતિષેધના અવિર્ભાવથી ગુણસ્થાનક પ્રગટ થાય છે અને પ્રગટ થયેલું તે ગુણસ્થાનક સામાચારીના પાલનથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. એટલું જ નહિ પણ ભગવાનની બતાવેલ સામાચારીના બળથી નિરતિચાર સંયમનું પાલન સંભવી શકે; કેમ કે ભગવાને અપરિગ્રહ વ્રતના રક્ષણ માટે સર્વ પરિગ્રહનો ત્યાગ કહ્યો છે છતાં કોઈ સાધુ સ્વાધ્યાય આદિ દ્વારા કે ધર્મધ્યાન દ્વારા વિધિનું પાલન કરતા હોય અને શીતાદિના કારણે ધર્મધ્યાનમાં વ્યાઘાત થતો હોય તો ધર્મધ્યાનની વૃદ્ધિ અર્થે ઉપખંભક એવાં વસ્ત્રાદિના ગ્રહણની પણ શાસ્ત્રમાં અનુજ્ઞા આપેલ છે. તેથી ભગવાનના શાસનમાં બતાવાયેલ આચારસંહિતાથી અતિચાર રહિત તે મહાત્મા સંયમ પાળી શકે છે. વળી, દિગંબર શાસ્ત્ર પણ તે રીતે જ વિધિ-પ્રતિષેધ બતાવે છે, તેથી કષશુદ્ધ છે. આમ છતાં વસ્ત્રોનો એકાંત નિષેધ કરે છે. તેથી ધર્મધ્યાનના ઉપખંભક એવા વસ્ત્રનું સાધુ દ્વારા અગ્રહણ થવાથી શીતાદિથી પરાભવ