________________
૨૦૭
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ તે કૃતધર્મનો દૂધ-પાણીની જેમ વિચિત્ર ભેદો વડે વિભાગ થાય છે અર્થાત્ દૂધ દૂધ છે અને પાણી પાણી છે. તેમ દૂધ જેવું શ્રુત સર્વજ્ઞના વચનરૂપ છે અને પાણી જેવું અસાર અન્યદર્શનના વચનરૂપ શ્રુત છે. તેથી તે શ્રુત વિચિત્ર ભેદો વડે કરીને વિભાગ કરાય છે.
જેમ સુવર્ણમાં ઠગાવાથી ભય પામેલા જીવો સુવર્ણની પરીક્ષા કરીને સુવર્ણને ગ્રહણ કરે છે તેમ શ્રતધર્મને ગ્રહણ કરવાના વિષયમાં વિચારક પુરુષ શ્રતધર્મને પરીક્ષા કરીને ગ્રહણ કરે છે. પરીક્ષા કરીને તેઓ જે શ્રત ધર્મ ગ્રહણ કરે છે તે શ્રુતધર્મ કેવો છે ? તે બતાવતાં કહે છે –
સકલ લક્ષ્મીને કરવા માટે સમર્થ તેવો શ્રતધર્મ છે; કેમ કે પરીક્ષાથી શુદ્ધ એવું શ્રુત સર્વજ્ઞકથિત છે. અને તે શ્રતધર્મનો જે સ્વીકાર કરે છે તે મહાત્માઓને સર્વ પ્રકારની પુણ્યપ્રકૃતિઓ અને કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે. તેથી પરીક્ષાથી શુદ્ધ એવું શ્રુત સકલ લક્ષ્મીને કરવા માટે સમર્થ છે. વળી, આવું શ્રુત જીવને . પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. આથી જ અનંતકાળમાં પરમાર્થથી જીવને તે શ્રતધર્મની પ્રાપ્તિ થઈ નહિ આના કારણે સંસારની સર્વ વિડંબનાની પ્રાપ્તિ થઈ. તેથી વિચારક સુદુર્લભ એવા શ્રતની પરીક્ષા કરીને તેવા શ્રતધર્મને ગ્રહણ કરે છે. વળી તે શ્રત વિશ્વના જીવોનું એકાંત હિત કરનાર છે. તેથી મિથ્યાશ્રુતની પ્રાપ્તિ ન થાય અને પોતાના હિતની પ્રાપ્તિ થાય તેવા શ્રુતની સમ્યક પરીક્ષા કરીને બુદ્ધિમાન પુરુષો તે શ્રુતને સ્વીકારે છે. જે-તે શ્રતને સ્વીકારતા નથી. આ પ્રકારના વચનથી ફલિત થાય છે કે વિચારક પુરુષોએ પરીક્ષા કરીને ત્રિકોટી શુદ્ધ એવા ધૃતધર્મને સ્વીકારવો જોઈએ. જેથી હિતની પ્રાપ્તિ થાય. આ રીતે ઉપદેશક શ્રોતાને શ્રતધર્મની પરીક્ષા કરવી જોઈએ તેવો ઉપદેશ આપે તેથી શ્રોતા પણ શ્રતધર્મની પરીક્ષા કરવાને અભિમુખ થાય.
ત્યારપછી શ્રતધર્મની પરીક્ષા કરવાનો ઉપાય ઉપદેશક બતાવે છે – જેમ સુવર્ણ માત્રનું સામ્ય પ્રાપ્ત થતું હોય તેથી અવિચારક જીવો શુદ્ધાશુદ્ધનો વિભાગ કર્યા વગર સુવર્ણને ગ્રહણ કરે છે અને તેવા સુવર્ણમાં આ સુવર્ણ છે તેવી બુદ્ધિ કરે છે. તે સ્થાનમાં વિચક્ષણ પુરુષો કષછેદ-તાપથી તે સુવર્ણની પરીક્ષા કરે છે. અર્થાત્ કષ-છેદ-તાપથી પરિશુદ્ધ હોય તેવા સુવર્ણને સુવર્ણરૂપે સ્વીકારે છે, અન્ય સુવર્ણને સુવર્ણરૂપે સ્વીકારતા નથી. તે પ્રકારે પરીક્ષા કરવા યોગ્ય એવા શ્રુતધર્મમાં પણ કષાદિની પરીક્ષા કરવી જોઈએ અર્થાત્ ઉપદેશક શ્રોતાને કહે કે જેમ વિચારક પુરુષ સુવર્ણની પરીક્ષા કરીને શુદ્ધ સુવર્ણ ગ્રહણ કરે છે તેમ વિચારક પુરુષે કષાદિની પરીક્ષા કરીને પ્રમાણભૂત એવા શ્રતધર્મને સ્વીકારવો જોઈએ; પરંતુ શ્રતધર્મરૂપ શબ્દના સામ્યથી જે તે વચનરૂપ શ્રતને શ્રતધર્મરૂપે સ્વીકારવો જોઈએ નહિ.
શ્રુત વિષયક કષ શું છે? તે પ્રથમ બતાવે છે – શ્રુતમાં બતાવેલાં વિધિવાક્યો અને પ્રતિષેધવાક્યો તે કષ છે.
આશય એ છે કે જેમ સુવર્ણને કસોટીના પથ્થર ઉપર ઘસીને પરીક્ષા કરવામાં આવે અને જે સુવર્ણને ઘસવાથી સુવર્ણ જેવી રેખા પડે તે સુવર્ણ કષશુદ્ધ છે તેમ કહેવાય. જે સુવર્ણને ઘસવાથી કસોટી પથ્થર પર