________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૦૫ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં જે સાધારણ ગુણના પ્રશંસાદિ અનેક પ્રકારનો ઉપદેશ કહ્યો છે તે ઉપદેશ જ્યારે શ્રોતાને, તેના આવારક કર્મના હાસના અતિશયને કારણે=ઉપદેશથી પ્રાપ્તવ્ય એવા બોધના આવારક કર્મના હાસના અતિશયને કારણે, તે ઉપદેશ અંગાગીભાવરૂપ પરિણમન પામે છે, ત્યારે તે શ્રોતા ગંભીર દેશનાને યોગ્ય થાય છે.
આનાથી એ ફલિત થાય કે ઉપદેશકનાં વચનો જે શ્રોતાના હૈયાને સ્પર્શેલાં છે તે શ્રોતા તે વચનોને નિત્ય સ્મરણ કરીને તે વચનાનુસાર પોતાના જીવનને ઘડવા માટે તત્પર થયો છે. તે શ્રોતાને તે ઉપદેશ અંગગીભાવરૂપે પરિણમન પામેલ છે. આવો શ્રોતા ગંભીર દેશનાને યોગ્ય છે તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ પૂર્વનું ખાધેલું પચી ગયું હોય ત્યારે નવું ભોજન કરવું હિતાવહ છે તેમ પૂર્વનો ઉપદેશ જેને - જીવનમાં પરિણમન પામેલ છે તેને સૂમ પદાર્થો કહેવા હિતાવહ છે. જ્યાં સુધી પૂર્વમાં વર્ણન કરેલ દેશના પરિણમન પામે નહિ ત્યાં સુધી ઉપદેશકે તેની તે દેશના અનેક દૃષ્ટિકોણથી શ્રોતાને સમજાવવી જોઈએ: જેથી દુષ્કર પણ તે વચનો શ્રોતાની બુદ્ધિને સ્પર્શે તો ક્રમે કરીને તે ઉપદેશ અવશ્ય પરિણમન પામે અને જ્યારે તે વચનો સમ્યફ પરિણમન પામે ત્યારપછી જ સૂક્ષ્મ પદાર્થને કહેનારી દેશના આપવી જોઈએ અને જ્યારે શ્રોતાની તે ભૂમિકા નિષ્પન્ન થાય ત્યારે ઉપદેશક દ્વારા શ્રોતા ગંભીર દેશનામાં અવતાર કરાય છે.
પૂર્વમાં કહ્યું કે યોગ્ય શ્રોતાને પૂર્વમાં કહેલ ઉપદેશ પરિણમન પામે ત્યાર પછી ઉપદેશકે ગંભીર દેશના આપવી જોઈએ અને આ ગંભીર દેશના શ્રતધર્મના કથન વિના સંભવે નહિ. તેથી હવે ઉપદેશકે શું કહેવું જોઈએ ? તે બતાવતાં કહે છે –
મૃતધર્મનું કથન કરવું જોઈએ. આ શ્રુતધર્મ જીવના સર્વ કુશલના સમૂહરૂપ જે કલ્પવૃક્ષ છે તેને ફળદ્રુપ કરવા માટે વિપુલ પાણીના ક્યારા જેવું છે. તેથી એ ફલિત થોય કે જીવના સર્વ પ્રકારના કલ્યાણને માટે કારણભૂત એવો ચારિત્રધર્મ છે. આ ચારિત્રધર્મ જીવ માટે કલ્પવૃક્ષ જેવો છે; કેમ કે જેમ કલ્પવૃક્ષ સર્વ મનોવાંછિત આપે છે તેમ જેના ચિત્તમાં જિનવચનાનુસાર ચારિત્રધર્મ પરિણમન પામ્યો છે તે જીવોને સંસારમાં પણ સર્વ મનોવાંછિત પ્રાપ્ત થાય છે અને અંતે પૂર્ણ સુખમય મોક્ષ પ્રાપ્ત થાય છે. આવા કલ્પવૃક્ષ જેવા ચારિત્રધર્મને જીવમાં સમૃદ્ધ કરવા અર્થે વિપુલ એવા પાણીના ગમનના ક્યારા જેવો આ શ્રુતધર્મ છે; કેમ કે જેમ જેમ શ્રુતધર્મના પરમાર્થનો યોગ્ય જીવને બોધ થાય છે તેમ તે શ્રુતભાવિત મતિવાળા તે યોગ્ય જીવો તે કૃતવચનાનુસાર દઢ પ્રવૃત્તિ કરીને ચારિત્રની પરિણતિને અતિશયિત કરે છે. આ રીતે ભગવાને બતાવેલો શ્રતધર્મ સર્વ કલ્યાણનું કારણ છે તેમ બતાવે તેથી શ્રોતાને શ્રતધર્મનું ઉત્તમ ફલ છે તે પ્રકારનો બોધ થાય. વળી, તે શ્રુતધર્મથી આત્માને ભાવિત કરવાથી આત્મામાં ઉત્તમ આચારો પ્રગટ થાય તેવો બોધ થાય. તે ઉત્તમ આચારો જીવની સર્વ કલ્યાણ પરંપરાના કારણ છે તેવો બોધ થાય.
આ કૃતધર્મની પ્રાપ્તિ ગીતાર્થગુરુ પાસેથી વાચના દ્વારા પ્રાપ્ત થાય છે. વાચનાથી પ્રાપ્ત થયેલ શ્રુતમાં ક્વચિત્ સંદેહ થાય ત્યાં પૃચ્છા કરે. સંદેહ રહિત થાય પછી સંદેહ રહિત થયેલા શ્રતને પરાવર્તન કરીને સ્થિર કરવામાં આવે તો સહજ રીતે શ્રુત ઉપસ્થિત થાય તેવા સ્થિરભાવરૂપે બને છે. તે રીતે સ્થિર થયા