________________
૨૦૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ કૃત્યોનું ફળ પરલોકમાં આત્માને પ્રાપ્ત થાય નહિ તે બતાવવા અર્થે કહે છે –
અને “દેહકૃતનો આત્મા દ્વારા અનુપભોગ છે.” (સૂ. ૧૧૯) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – દેહ અને આત્માનો એકાંત ભેદ હોતે છતે દેહથી કરાયેલા શુભ કે અશુભ કૃત્યનો આત્મા દ્વારા અનુપભોગ છે સુખ-દુઃખના અનુભવ દ્વારા આવેદન પ્રાપ્ત થાય શુભાશુભ કૃત્યના ફળરૂપ સુખદુઃખના અનુભવ દ્વારા આવેદન પ્રાપ્ત થાય. - દેહથી આત્મા ભિન્ન માનીએ તો દેહથી કરાયેલા કૃત્યના ફળનો અનુભવ આત્માને કેમ ન થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
કોઈ પુરુષ અચકૃત શુભ-અશુભને વેદન કરવા માટે સમર્થ નથી; કેમ કે કૃતનાશ અને અકૃત અભ્યાગમ દોષનો ' પ્રસંગ છે.
અને “આત્મકૃતનો દેહથી અનુપભોગ પ્રાપ્ત થાય.” (સૂ. ૧૨૦) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
અને જો દેહથી ભિન્ન જ આત્મા છે તે પ્રમાણે અભ્યપગમ હોય તો આત્મામૃતનું કુશલ-અકુશલ અનુષ્ઠાનથી - સમુપાર્જિત એવા શુભાશુભ કર્મનું, આલોક અને પરલોકમાં દેહથી કર્તાને અનુપભોગ અવેદન, પ્રાપ્ત થશે; કેમ કે અકૃતપણું છે.
જો આ પ્રમાણે પ્રાપ્ત થાય=પૂર્વમાં કહ્યું કે દેહ અને આત્માનો એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો દેહકૃત એવા શુભાશુભ કૃત્યનો ઉપભોગ આત્માને થાય નહિ અને આત્મકૃત શુભાશુભ કર્મનો ઉપભોગ દેહને થાય નહિ એમ જો પ્રાપ્ત થાય, તોપણ શું દોષ છે ? એથી કહે છે –
“દષ્ટ અને ઈષ્ટની બાધા છેઃલોકમાં દષ્ટ છે તેની બાધા છે, અને આત્મા માટે ઇષ્ટ એવા આગમની બાધા છે.” (સૂ. ૧૨૧)
તેનો અર્થ સ્પષ્ટ કરે છે – દષ્ટની=સર્વલોકપ્રતીતની=દેહકૃતનો આત્મા વડે અને આત્મકૃતનો દેહ વડે જે સુખ-દુઃખનો અનુભવ તેની, અને ઈષ્ટની શાસ્ત્રસિદ્ધની, બાધા પ્રાપ્ત થાય છે અપલાપ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે – દેહથી કરાયેલા એવા ચોરી, પરદારાગમનાદિ અનાર્ય કાર્યોથી જેલ આદિમાં લાંબા સમય સુધી શોક-વિષાદ આદિ દુઃખોને પ્રાપ્ત કરતો આત્મા દેખાય છે તેવા પ્રકારના મનના સંક્ષોભથી તેવા પ્રકારની માનસિક ચિતાથી, પ્રાપ્ત થયેલ જ્વરાદિથી ઉત્પન્ન થયેલી વ્યથાને શરીર અનુભવે છે. અને દુષ્ટ-ઈષ્ટનું અપલાપિપણું સંતપુરુષોને ઈષ્ટ નથી; કેમ કે તેની દષ્ટ-ઈષ્ટની અપલાપિતા, નાસ્તિકનું લક્ષણપણું છે. ' આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સર્વથા નિત્ય અને સર્વથા અનિત્ય આત્મા સ્વીકારીને અને દેહથી ભિન્ન અને દેહથી અભિન્ન આત્માને સ્વીકારીને હિંસાદિના અસંભવનું આપાદન કરીને ઉપસંહાર કરતા કહે છે=ઉપસંહાર કરતા ગ્રંથકારશ્રી કહે છે –