________________
૨૦૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
કેમ આત્માને મૃત્યુનો અભાવ પ્રાપ્ત થાય ? એથી કહે છે – વૈકલ્યનો અયોગ હોવાથી=વૈકલ્યનું અઘટન હોવાથી, આત્માને અમરણ પ્રાપ્ત થાય એમ અવય છે. દેહથી અભિન્ન આત્મા સ્વીકારવાથી આત્માનું અમરણ કેમ પ્રાપ્ત થાય ? તે યુક્તિથી સ્પષ્ટ કરે છે.
જે કારણથી મરેલા પણ દેહમાં=લોકને પ્રતીત એવા મૃત પણ દેહમાં, દેહ આરંભક એવા પૃથિવ્યાદિભૂતોનું કોઈ વૈકલ્ય ઉપલભ્ય થતું નથી. (માટે આત્માના મૃત્યુનો અભાવ પ્રાપ્ત થાય એમ અવય છે.) ત્યાં મરેલા દેહમાં વાયુનું વિકલપણું છે. એ પ્રમાણે નાસ્તિકવાદી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે વાયુ વગર ઉત્સુનભાવનો મરી ગયા પછી શરીર ફલાઈ જાય છે તેનો, અયોગ છે. તો ત્યાં=મૃતદેહમાં, તેજસનું વૈકલ્ય છે તે પ્રમાણે નાસ્તિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે તૈજસના વ્યતિરેકથી અગ્નિના અભાવથી, કુથિતભાવની અપ્રતિપત્તિ છે=મૃતદેહ સડે છે તે પ્રકારના કુત્સિતભાવની અપ્રાપ્તિ છે. એથી કેવી રીતે દેહથી અભિન્ન આત્મવાદીને મરણ ઉપપન્ન થાય ? અર્થાત્ દેહથી અભિન્ન આત્મવાદીના મતમાં મરણ સંગત થાય નહિ.
પૂર્વમાં રહેલા વાયુ અને તેજસનો ત્યાં અભાવ હોવાથી અમરણકાળમાં વર્તતા એવા વાયુ અને તેજસનો મૃતદેહમાં અભાવ હોવાથી, મરણ સંગત થશે–દેહથી ભિન્ન આત્મા ન સ્વીકારીએ તોપણ મરણ સંગત થશે, એ પ્રમાણે કોઈ કહે તો તેને કહે છે –
મરણમાં પરલોકનો અભાવ પ્રાપ્ત થાય.” (સૂ. ૧૧૮) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
મરણ સ્વીકારાયે છતે દેહથી સર્વથા અભિન્ન એવો આત્મા સ્વીકારીને મરણ સ્વીકારાયે છતે, પરલોકનો અભાવ પ્રાપ્ત થાય.
કેમ પરલોકનો અભાવ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે. દેહથી અભિન્ન જ આત્મા સ્વીકારાયે છતે પરલોક જનારો એવો કોઈ આત્મા સિદ્ધ થતો નથી; કેમ કે અહીં . જ-મૃતકાળમાં અહીં જ, દેહના પાતનું દર્શન છે=પડેલા મૃતદેહનું દર્શન છે, અને દેહથી વ્યતિરિક્ત એવા આત્માનો અસ્વીકાર છે. અને તો પછી પરલોક જ નથી એમ ન કહેવું; કેમ કે તેનું પરલોકનું, સર્વ શિષ્ટો વડે પ્રમાણના ઉપખંભથી ઉપપત્નપણારૂપે અભિષ્ટપણું છે અને આ પ્રમાણ છે=પરલોકને સ્વીકારવાનું આ પ્રમાણ છે – જે જે અભિલાષ છે તે તે અભિલાષાન્તરપૂર્વક જોવાયું છે. જે પ્રમાણે યૌવનકાલનો અભિલાષ બાલકાલના અભિલાષપૂર્વક છે અને તે દિવસે ઉત્પન્ન થયેલા પ્રસારિત લોચનવાળા એવા બાલનો માતાના સ્તનોને જોતો સ્તનની સ્પૃહારૂપ અભિલાષ છે અને જે તેનું અભિલાષાન્તર છે= તે દિવસે જન્મેલા બાલના અભિલાષથી અભિલાષાન્તર છે તે નિયમથી ભવાંતર ભાવિ છે.
પૂર્વમાં કહ્યું કે દેહથી ભિન્ન આત્મા હોય તો સ્પષ્ટનું વેદન થાય નહિ અને નિરર્થક અનુગ્રહ થાય અને દેહથી અભિન્ન આત્મા હોય તો મરણ સંગત થાય નહિ. આ કથન વર્તમાન ભવના અનુભવને આશ્રયીને કરેલું. ત્યારપછી દેહથી અભિન્ન આત્મા સ્વીકારીએ અને મરણની સંગતિ કરવામાં આવે તો પરલોકનો અભાવ પ્રાપ્ત થાય. તેમ સ્થાપન કર્યું. હવે દેહથી એકાંત ભિન્ન આત્મા માનીએ તો વર્તમાનનાં શુભાશુભ