________________
૨૦૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ દેહથી ભિન્ન-અભિન્ન અને પરિણામી એવા આત્મામાં હિંસાદિ ઘટે છે." (સૂ. ૧૧૧) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
પરિણમન પરિણામ છે. દ્રવ્યરૂપપણાથી અવસ્થિત જ વસ્તુના પર્યાયાન્તરની પ્રાપ્તિ પરિણામ છે. જે કારણથી કહેવાયું છે.
“પરિણામ અર્થાન્તર ગમન છે અને સર્વથા વ્યવસ્થાન નથી અને સર્વથા વિનાશ નથી તેના જાણનારાઓને પરિણામ ઈષ્ટ છે.”
પરિણામનો અર્થ કર્યા પછી પરિણામીનો અર્થ કરે છે –
પરિણામ નિત્ય આવે છે એ પરિણામી. તે પરિણામરૂપ આત્મામાં=જીવમાં, પૂર્વમાં નિરૂપિત કરાયેલા હિંસાદિ ઘટે છે અને ભિન્નમાં=પૃથગુરૂપમાં અને અભિન્નમાંeતેનાથી વિપરીતમાં અપૃથગુરૂપમાં, હિંસાદિ ઘટે છે એમ અન્વય છે. ઘ'કાર વિશેષણના સમુચ્ચય માટે છે=આત્માના ભિન્નભિન્નરૂપ અને પરિણામીરૂપ બે વિશેષણના સમુચ્ચય માટે છે.
કોનાથી આત્મા ભિન્નભિન્નરૂપ છે ? એથી કહે છે –
દેહથી શરીરથી, ભિન્નભિન્નરૂપ પરિણામી આત્મામાં હિંસાદિ ઘટે છે એમ અવય છે. આ જ અર્થમાં-પૂર્વમાં કહ્યું કે દેહથી ભિન્નભિન્ન અને પરિણામી આત્મામાં હિંસાદિ ઘટે છે એ જ અર્થમાં, વિપક્ષમાં વિપક્ષ સ્વીકારવામાં આત્માને દેહથી ભિન્નભિન્નરૂપ અને પરિણામરૂપ પક્ષથી વિપરીત સ્વીકારવામાં, બાપને કહે છે –
“અન્યથા તેનો અયોગ છે=આત્મા પરિણામી ન હોય અને દેહથી ભિન્નભિન્ન ન હોય તો હિંસાદિનો અયોગ છે. (સૂ. ૧૧૨)
તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
જો પરિણામી આત્મા અને દેહથી ભિન્નાભિન્ન આત્મા ઈચ્છતો નથી તો બંધના હેતુપણાથી ઉપવ્યસ્ત એવાં હિંસાદિનો અયોગ છે અઘટના છે.
કેમ અઘટના છે ? એથી કહે છે.
નિત્ય જ એવા આત્મામાં અધિકાર હોવાથી–નિત્ય જ એવા આત્માનો સ્વીકાર હોવાથી. અસંભવ છે–હિંસાદિનો અસંભવ છે.” (સૂ. ૧૧૩)
તેનો અર્થ સ્પષ્ટ કરે છે – નિત્ય જ=અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર એકસ્વભાવવાળા આત્મામાં પરંતુ પર્યાયનયના અવલંબનથી અનિત્યરૂપ પણ નહિ એ પ્રકારનો ‘વ’કારનો અર્થ છે. અને નિત્ય જ એવો આત્મા સ્વીકારાયે છતે દ્રવ્યાતિકનયના અવષ્ટન્મથી અધિકાર હોવાને કારણે= સ્વીકાર હોવાને કારણે, તિલતુષ ત્રિભાગ માત્ર પણ=તલના ફોતરાના ત્રીજા ભાગ માત્ર પણ, અર્થાત્ સ્વલ્પ પણ પૂર્વ સ્વરૂપથી અપ્રચ્યવનાનપણું હોવાથી હિસાદિનો અસંભવ છે-અઘટન છે. જે કારણથી વિવક્ષિત હિસા=વિવક્ષિત એવા કોઈ જીવની હિંસા, વિવક્ષિત એવા જીવના વિદ્યમાન પર્યાયના વિનાશાદિ સ્વભાવવાળી=વિવક્ષિત એવા જીવના વિદ્યમાન પર્યાયના વિનાશ અને અન્ય પર્યાયના ઉત્પાદ સ્વભાવવાળી, હિંસા શાસ્ત્રમાં કહેવાય છે. જે પ્રમાણે કહેવાયું છે –