________________
૧૯૯
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
બંધ અને મોક્ષના હેતુને જ કહે છે –
હિંસાદિ તેના યોગના હેતુઓ છેઃબંધના સંબંધના હેતુઓ છે, તેનાથી ઇતર=હિંસાદિથી ઈતર એવા અહિંસાદિ, તઇતરના=બંધથી ઈતર એવા મોક્ષના, હેતુઓ છે. (સૂ. ૧૦૭).
તેનો અર્થ સ્પષ્ટ કરે છે – હિંસાદિ=હિંસા અવૃતાદિ જીવના પરિણામવિશેષો, તદ્યોગના હેતુઓ છે–તેના અર્થાત્ બંધના=સંસાર-ફલપણારૂપે પરમાર્થ ચિતામાં પાપાત્મક જ એવા બંધના, સંબંધના હેતુઓ છે=આત્માની સાથે બંધના કારણભાવ આપન્ન વર્તે છે=આત્માની સાથે બંધના કારણભાવરૂપે પ્રાપ્ત એવા હિંસાદિ વર્તે છે. જે કારણથી કહેવાયું છે. “હિંસાવૃતાદિ પાંચ, તત્ત્વનું અશ્રદ્ધાન જ અને ક્રોધાદિ ચાર એ પાપના હેતુઓ છે.”
અને તેનાથી ઇતર–તે હિંસાદિથી ઇતર એવા અહિંસાદિ જ, ‘તઈતરના'ઋતે બંધથી ઈતર એવા મોક્ષ, તેનાં કારણો છે, કેમ કે સર્વકાર્યોનું અનુરૂપ કારણ પ્રભવપણું છે=જગતમાં જે કંઈ કાર્ય થાય છે તે સર્વકાર્ય અનુરૂપ જ કારણથી થાય છે. તેથી સંસાર અને મોક્ષરૂપ કાર્યો પણ અનુરૂપ કારણથી થાય છે.
બંધના જ સ્વરૂપને કહે છે – “પ્રવાહથી અનાદિમાન છે." (સૂ. ૧૦૮) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – પ્રવાહથી પરંપરાથી, અનાદિમાન છે=બંધ અનાદિમાન છે=આદિભૂત બંધકાલ વિકલ છે. આ જ અર્થમાં=પ્રવાહથી બંધ અનાદિમાન છે એ જ અર્થમાં, ઉપચયને કહે છે–પુષ્ટિને કહે છે – “કૃતકપણું હોવા છતાં પણ=બંધનું કૃતકપણું હોવા છતાં પણ, અતીતકાલની જેમ ઉપપત્તિ છે=પ્રવાહથી અનાદિમાન બંધની ઉપપત્તિ છે.” (સૂ. ૧૦૯) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
કૃતકપણું હોવા છતાં પણ=બંધનું સ્વહેતુઓથી નિષ્પાદિતપણું હોવા છતાં પણ, અતીતકાલની જેમ ઉપપત્તિ છે=અનાદિમત્ત્વની ઘટના વક્તવ્ય છે. શું કહેવાયેલું થાય છે?=આ કથનથી શું કહેવાયેલું થાય છે ? એથી કહે છે - પ્રતિક્ષણ પણ કરાતો બંધ =જીવના પરિણામથી પ્રતિક્ષણ પણ કરાતો બંધ, પ્રવાહની અપેક્ષાએ અતીતકાલની જેમ અનાદિમાન જ છે.
હવે જેવા પ્રકારનો આ બેનો અતીતકાલ અને બંધાતા કર્મનો, દષ્ટાંત-દાઝાજિકભાવ થયો તેને સાક્ષાત્ જ બતાવતાં કહે છે –
વર્તમાનતાકલ્પ કૃતકત્વ છે.” (સૂ. ૧૧૦) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
જેવા પ્રકારની અતીતકાલ સમયની વર્તમાનતા છે તેના જેવું ક્રિયમાણપણું છેઃકર્મોનું ક્રિયમાણપણું છે. એ પ્રમાણે ઉપવાસ કરવા માટે યુક્ત થાય. અને જેવા પ્રકારના આત્મામાં પૂર્વમાં કહેલા બંધના હેતુઓ ઘટે છે, તેને અવયવ્યતિરેક દ્વારા કહે છે –