________________
૨૦૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ આથી=એકાંતવાદથી, અન્યથા=નિત્યાનિત્યાદિ સ્વરૂપવાળા આત્માના સ્વીકારમાં, આની સિદ્ધિ છે=હિંસાઅહિંસાદિની સિદ્ધિ છે, એ તત્ત્વવાદ છે.” (સૂ. ૧૨૨) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
આનાથી=એકાંતવાદથી અન્યથા=નિત્યાનિત્યાદિ સ્વરૂપવાળો આત્મા સ્વીકારાયે છતે, આની સિદ્ધિ છે=હિંસા - અહિંસાદિની સિદ્ધિ છે અને તેની સિદ્ધિમાં=હિંસા-અહિંસાદિની સિદ્ધિમાં, તદ્ નિબંધન=હિંસા-અહિંસાદિ નિબંધન, બંધ-મોક્ષની સિદ્ધિ છે એ તત્ત્વવાદ પ્રતિજ્ઞા કરાય છે. જે અતત્ત્વવેદ પુરુષ વડે જાણવું શક્ય નથી.
જ ટીકામાં ‘કતત્વવાવિના સ્થાને “વોડતત્ત્વવિના' પાઠ “ધર્મબિંદુની વૃત્તિમાંથી લીધો છે. ભાવાર્થ :
ઉપદેશક પાંત્રીસ ગુણવાળા માર્ગાનુસારી યોગ્ય જીવોને સામે રાખીને કેવો ઉપદેશ આપે તેનું અત્યાર સુધી વર્ણન કર્યું. તે ઉપદેશ યોગ્ય શ્રોતાને સમ્યફ પરિણમન પામે ત્યારે તે શ્રોતાને સ્થિર નિર્ણય થાય છે કે આ મહાત્મા જે પ્રકારે ઉપદેશ આપે છે તે પ્રકારે હું પ્રયત્ન કરીશ તો મારા સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે. તેથી તે શ્રોતા તે ઉપદેશકનાં સર્વ વેચનોને સદા બુદ્ધિમાં યથાર્થ રીતે અવધારણ કરી રાખે છે અને તે વચનોને નિત્ય સ્મરણ કરીને પોતાના જીવનમાં તે પ્રકારે આચરણા કરવા ઉદ્યમ કરે છે. શ્રોતાની તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ જોઈને ઉપદેશકને નિર્ણય થાય છે કે આ શ્રોતાને અત્યાર સુધી કહેવાયેલો મારો ઉપદેશ સમ્યફ પરિણમન પામ્યો છે તેથી આ શ્રોતા મારા તે ઉપદેશનાં વચનોને આદર્શરૂપે રાખીને જીવન જીવવા યત્ન કરે છે. આવો નિર્ણય ઉપદેશકને થાય ત્યારે ઉપદેશક તે શ્રોતાને ગંભીર દેશના આપવાનો પ્રયત્ન કરે.
આ ગંભીર દેશના કેવી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પૂર્વમાં જે સામાન્યથી પંચાચારાદિનો ઉપદેશ આપ્યો તેના કરતાં અત્યંત સૂક્ષ્મ પદાર્થોને કહેનારી દેશના ગંભીર દેશના છે.
તે અત્યંત સૂક્ષ્મ પદાર્થો કયા છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – આત્માનું અસ્તિત્વ, આત્માનો કર્મની સાથે બંધ અને આત્માનો કર્મથી મોક્ષ કઈ રીતે અનુભવ અને યુક્તિથી સંગત છે ? તે સર્વ વિષયક સૂક્ષ્મ પદાર્થોનું નિરૂપણ તે ગંભીર દેશના છે અને તેવી ગંભીર દેશના શ્રોતાને કહેવી જોઈએ. જેથી શ્રોતાને સંસારઅવસ્થા, મુક્ત અવસ્થા બંને વિષયક સૂક્ષ્મ ભાવોનો યથાર્થ બોધ થાય અને સંસારના ઉચ્છેદના ઉપાયરૂપ જિનવચન કઈ રીતે કારણ છે ? તેનો સૂક્ષ્મ બોધ થાય જેથી ભગવાનના વચનાનુસાર તત્ત્વને જોનારી સૂક્ષ્મ માર્ગાનુસારી બુદ્ધિ તે શ્રોતામાં પ્રગટ થાય.
પૂર્વની દેશના પરિણમન પામે છતે ગંભીર દેશના આપવી જોઈએ એમ પૂર્વમાં જે કહ્યું તેને સ્પષ્ટ કરતાં કહે છે –