________________
૨૦૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ પછી તે શ્રુતના અવલંબનથી શ્રુતના ગંભીર અર્થોને સૂક્ષ્મ પ્રજ્ઞાથી અનુપ્રેક્ષણ કરવામાં આવે તો ઘણા સૂક્ષ્મ ભાવોનો બોધ થાય છે. આ બોધ પ્રગટ થયા પછી યોગ્ય જીવને તેનો બોધ કરાવવા અર્થે ધર્મકથા કરવામાં આવે તે સર્વ શ્રુતધર્મ છે. તેમ કહેવાથી શ્રુતધર્મનો અર્થી શ્રોતા તે પ્રકારે શ્રુતપ્રાપ્તિ માટે ઉદ્યમ કરીને સર્વ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે.
શ્રુતધર્મના કથનનું સ્વરૂપ બતાવતાં કહે છે – સંસારમાં ચક્ષુવાળા જીવો તે જ છે જેઓ શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુથી આત્મા માટે શું હેય છે ? અને આત્મા માટે શું ઉપાદેય છે ? તે પ્રકારના ભાવોને સદા સમ્યફ રીતે જોનારા છે.
આ કથનથી એ ફલિત થાય કે આત્માને અનુચિત પ્રવૃત્તિનો ત્યાગ અને આત્માને ઉચિત પ્રવૃત્તિ કરાવનાર શ્રુતજ્ઞાન છે. તેથી કલ્યાણના અર્થીએ શાસ્ત્રવચનના બળથી હેય-ઉપાયદેય ભાવોનું જ્ઞાન થાય તે પ્રકારે જાણવા માટે સર્વ ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે જીવનું હિત શું છે? અને જીવનું અહિત શું છે? તેનો બોધ કરાવીને હિતમાં કઈ રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ ? અને અહિતથી કઈ રીતે નિવૃત્તિ કરવી જોઈએ? તેનો બોધ કરાવવો તે શ્રુતધર્મનું મુખ્ય પ્રયોજન છે.
પૂર્વમાં કહ્યું કે ઉપદેશક યોગ્ય શ્રોતાને શ્રતધર્મનું કથન કરે. ત્યાં પ્રશ્ન થાય કે આ શ્રતધર્મ દરેક દર્શનોમાં ભિન્ન-ભિન્નરૂપે પ્રવૃત્ત છે; કેમ કે તે તે દર્શનમાં જુદા જુદા પ્રકારના સંયમના આચારોનું વર્ણન છે, જુદા જુદા પદાર્થોનું વર્ણન છે. તેથી વિચારક શ્રોતાને કયા ધૃતધર્મનો સ્વીકાર કરીને તેનાથી મારે પ્રવૃત્તિ કરવી જોઈએ તેનો નિર્ણય થઈ શકે નહિ. તેથી ઉપદેશક તે શ્રોતાને શું ઉપદેશ આપે ? તે બતાવે છે.
શ્રતધર્મનું બહુપણું હોવાથી ઉપદેશક, શ્રોતાને શ્રતધર્મની પરીક્ષામાં અવતાર કરે. શ્રતધર્મનું બહુપણું કેમ છે ? તેથી કહે છે – દરેક દર્શનોનાં વચનોમાં આ શ્રુતધર્મ છે એ પ્રકારના શબ્દનું સમાનપણું છે તેથી કોઈપણ દર્શનને ! વચનને જોઈને વિચારકને વિચાર થાય કે દિગંબર દર્શન તે પ્રકારનો કૃતધર્મ કહે છે. સ્થાનકવાસી દર્શન તે પ્રકારનો મૃતધર્મ કહે છે. વળી કપિલાદિ અન્ય અન્ય દર્શન પણ તે તે પ્રકારનો શ્રતધર્મ કહે છે. તેથી ઘણા પ્રકારના કૃતધર્મો છે. માટે સાચા શ્રુતની પ્રાપ્તિ ન થાય તો ઠગાવાની સંભાવના છે તેવી બુદ્ધિ વિચારક શ્રોતાને થાય. તે ઠગાવાની બુદ્ધિના નિવારણ માટે શ્રોતાને શ્રુતધર્મ સંબંધી કષ-છેદ-તાપ પરિશુદ્ધ એવી પરીક્ષામાં શ્રોતાનો ઉપદેશક અવતાર કરે છે. જેમ સુવર્ણમાં ઠગાવાનો સંભવ રહે છે, તેથી સુવર્ણને ગ્રહણ કરનાર કષ-છેદ-તાપથી શુદ્ધ હોય તેવા સુવર્ણને ગ્રહણ કરે છે તેમ કલ્યાણના અર્થી જીવોએ કષછેદ-તાપથી શુદ્ધ એવું ચુત કયા દર્શનનું છે ? તેનો નિર્ણય કરીને તે શ્રુતનું અધ્યયન કરવું જોઈએ, જેથી સમ્યક કૃતધર્મની પ્રાપ્તિ થાય એમ ઉપદેશક કહે.
વિશ્વમાં પણ તે તે દર્શનના ઉપદેશનાં વચનો શબ્દ માત્રથી શ્રતધર્મને કહે છે. પરંતુ કયો શ્રુતધર્મ તત્ત્વને બતાવનાર છે? અને કયો શ્રતધર્મ યથાતથા પદાર્થને બતાવનાર છે? તેનો વિચાર લોકો કરતા નથી. જોકે સર્વ દર્શનના ધર્મને કહેનારા ઉપદેશનાં વચનોમાં શબ્દનું સામ્ય હોવા છતાં પણ જગત માટે પૂજનીય એવા