________________
૧૮૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ અને “પુરુષકારની સત્કથી કરે." (સૂ. ૮૭) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – ઉત્સાહલક્ષણ પુરુષકારની સતકથા=માહાભ્યનું પ્રશંસન. જે “યથા'થી બતાવે છે –
નનું=ખરેખર, ત્યાં સુધી આ સમુદ્રની પરિખા, ત્યાં સુધી નિરાલંબન એવું આકાશ, ત્યાં સુધી જ વિષમ પાતાલયાત્રાનું ગમન દુર્ગા છે–દુષ્કર છે, જ્યાં સુધી અહો ! કીતિપ્રિય એવા વીર પુરુષો વડે ઉદ્યમનો નાશ કરનાર એવા દેવના કર્મના, મસ્તક ઉપર પગ મૂકીને સાહસતુલામાં જીવિતનું આરોપણ કરાતું નથી.” [૧]
અને
“પૌરુષકર્મને છોડીનેપુરુષકારને છોડીને, જે દેવનું અનુવર્તન કરે છેઃકર્મનું આલંબન લે છે, નપુંસકપતિને પ્રાપ્ત કરીને સ્ત્રીની જેમ તેને પ્રાપ્ત કરીને=કર્મને પ્રાપ્ત કરીને, તે વિનાશ પામે છે–તેનો પુરુષકાર વિનાશ પામે છે.” III
તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને “વીર્યની ઋદ્ધિનું વર્ણન.” (સૂ. ૮૮) --- તેનો અર્થ સ્પષ્ટ કરે છે – શુદ્ધ આચારના બલથી લભ્ય, તીર્થંકરના વીર્યમાં પર્યવસાન એવી પ્રકરૂપ વીર્યની ઋદ્ધિનું વર્ણન. જે પ્રમાણે“જે કોઈ મેરુને દંડ અને પૃથ્વીને છત્ર કરવા માટે સમર્થ છે તેને મહર્ષિઓ સદાચારરૂપ કલ્પદ્રુમનું ફળ કહે છે."
II૧II
ભાવાર્થ :સજ્ઞાનનું પ્રશંસન:
ઉપદેશકે યોગ્ય શ્રોતા આગળ સત્વજ્ઞાનનું પ્રશંસન કરવું જોઈએ. જેથી શ્રોતાને સદ્જ્ઞાન પ્રત્યેનો પક્ષપાત પ્રગટ થાય. “સત્વજ્ઞાન પ્રશંસન'નો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે –
અવિપર્યય જ્ઞાનવાળા જે પંડિતપુરુષો છે તેમની પ્રશંસા કરે જેથી શ્રોતાને યથાર્થ જ્ઞાનવાળા મહાપુરુષો પ્રત્યે બદ્ધરાગ થાય અને તેવા ઉત્તમ પુરુષો પાસેથી તત્ત્વ જાણવા માટે પ્રયત્ન કરે. વળી સત્વજ્ઞાનનો અર્થ “અથવાથી કરે છે – યથાર્થ વિવેચનરૂપ જે સત્વજ્ઞાન છે તેની પ્રશંસા કરે, જેથી શ્રોતાને યથાર્થજ્ઞાનના પરમાર્થને જાણવા માટે અભિમુખ ભાવ થાય જેથી સ્કૂલબોધ કરી સંતોષ પામે નહિ, પરંતુ શાસ્ત્રના પરમાર્થને જાણવાને અભિમુખ પરિણામવાળો થાય.
પૂર્વમાં કહ્યું કે સત્વજ્ઞાનવાળા પુરુષની પ્રશંસા કરવી જોઈએ. તેમાં ‘અથા'થી સાક્ષી આપતાં કહે છે તેનો અર્થ આ પ્રમાણે છે –