________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૯૩
અને આ કૃતધર્મ પ્રતિદર્શનમાં અન્યથા અન્યથારૂપે પ્રવૃત્ત છે=દરેક દર્શનમાં ભિન્ન-ભિન્નરૂપે પ્રવૃત્ત છે. એથી આ કૃતધર્મ, હજી પણ તેના સમ્યફભાવને વિભાગ કરવા માટે સમર્થ નથી કયું શ્રુત સાચું છે અને કયું શ્રુત સાચું નથી ? તેના સમ્યફભાવને વિભાગ કરવા માટે સમર્થ નથી. એથી કહે છે –
“બહુપણું હોવાથી મૃતધર્મનું બહુપણું હોવાથી, પરીક્ષામાં અવતાર છે.” (સૂ. ૯૧) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
શ્રતધર્મોના ‘શ્રતધર્મ એ પ્રમાણે શબ્દનું સમાનપણું હોવાથી તેનું મૃતધર્મનું, બહુપણું હોવાને કારણે વિપ્રલબ્ધબુદ્ધિ થવાથીeઠગાવાની બુદ્ધિ થવાથી, શ્રતધર્મસંબંધી ત્રિકોટિપરિશુદ્ધરૂપ પરીક્ષામાં અવતાર કરવો જોઈએ=શ્રોતાનો અવતાર કરવો જોઈએ. : અન્યત્ર પણ અન્ય ગ્રંથમાં પણ કહેવાયું છે –
“વિશ્વમાં પણ શબ્દમાત્રથી તેને ધર્મ કહે છે=દરેક દર્શનોનાં ઉપદેશવચનો શબ્દરૂપ હોવાથી તેને ધર્મ કહે છે, લોકો " વિચાર કરતા નથી, શબ્દના સામ્યમાં પણ=દરેક દર્શનના ઉપદેશરૂપ વચનોના શબ્દરૂપ સામ્યમાં પણ, વિચિત્ર ભેદો વડે તે=ધર્મ, ભેદને પામે છે. જેમ અર્ચનીય એવું ક્ષીર=વિભાગ કરવા યોગ્ય એવું દૂધ વિવિધ ભેદોથી ભેદને પામે છે.”
“સુવર્ણની જેમ વંચનથી ભીતચિત્તવાળા=ઠગાવાના ભયયુક્ત ચિત્તવાળા, વિચારક દક્ષપુરુષો સકલલક્ષ્મીને કરવા માટે સમર્થ સુદુર્લભ, વિશ્વના જનીન એવા=વિશ્વના હિતના સંબંધવાળા એવા, આ=કૃતધર્મ, પરીક્ષા કરીને ગ્રહણ
કરે છે.”
પરીક્ષાના ઉપાયને જ કહે છે - “કષાદિની પ્રરૂપણા કરવી.” (સૂ. ૯૨). તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે સુવર્ણ માત્રના સામ્યથી તેવા પ્રકારના મુગ્ધલોકોમાં અવિચારથી જ શુદ્ધાદ્ધરૂપ સુવર્ણની પ્રવૃત્તિ થયે છd=શુદ્ધ અને અશુદ્ધના વિભાગ વગર સુવર્ણની પ્રવૃત્તિ થયે છતે, કષ-છેદ-તાપ પરીક્ષણ માટે વિચક્ષણ પુરુષો વડે સ્વીકારાય છે. તે પ્રમાણે અહીં પણ પરીક્ષણીય એવા શ્રતધર્મમાં કષાદિની પ્રરૂપણા કરવી જોઈએ. કષાદિને જ કહે છે – “વિધિ અને પ્રતિષેધ કપ છે.” (સૂ. ૯૩) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
અવિરુદ્ધ કર્તવ્ય અર્થનું ઉપદેશક વાક્ય વિધિ છે. જે પ્રમાણે સ્વર્ગના અથએ અને કેવલજ્ઞાનના અર્થીએ તપધ્યાનાદિ કરવું જોઈએ. સમિતિ-ગુપ્તિની શુદ્ધ ક્રિયા કરવી જોઈએ ઈત્યાદિ વિધિ છે. વળી પ્રતિષેધ સર્વજીવોની હિંસા કરવી જોઈએ નહિ. જૂઠું બોલવું જોઈએ નહિ. ઈત્યાદિ છે.
ત્યારપછી=વિધિ-પ્રતિષેધનો અર્થ કર્યા પછી, વિધિ-પ્રતિષેધનો સમાસ સ્પષ્ટ કરતાં કહે છે – વિધિ અને પ્રતિષેધ એ વિધિ-પ્રતિષેધ છે. વિધિ-પ્રતિષેધ શું છે ? એથી કહે છે –