________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૫
- ૧૫
“આ બધાના==ણ પરીક્ષાઓના, અંતરનું દર્શન કરાવવું જોઈએ." (સૂ. ૯૬) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – આ ત્રણ પ્રકારની પરીક્ષાઓના પરસ્પર અંતરનું સમર્થ-અસમર્થરૂપ વિશેષનું દર્શન ઉપદેશકે કરાવવું જોઈએ. તેને જત્રણ પ્રકારની પરીક્ષામાં પરસ્પર વિશેષને જ, બતાવે છે – “કષ-છેદમાં અયત્ન.” (સૂ. ૯૭) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – કષ-છેદની પરીક્ષાનું અક્ષમપણું હોવાને કારણો અનાદરણીયતા હોતે છતે અયત્ન છે=મતિમાનોને અતાત્પર્ય છે. કેમ મતિમાનને કષ-છેદમાં અય છે ? એથી કહે છે –
તેના ભાવમાં પણ કષછેદના સદ્ભાવમાં પણ, તાપનો અભાવ હોતે છતે તાપ પરીક્ષાથી મૃતધર્મ શુદ્ધ અસિદ્ધ થયે છતે, અભાવ છે.” (સૂ. ૯૮)
તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
તેનો=કષ-છેદનો, ભાવ=સત્તા, તદ્ભાવ તેમાં=કષ-છેદના ભાવમાં, તાપનો અભાવ હોતે છતે=ઉક્ત લક્ષણ તાપનો વિરહ હોતે છતે, અભાવ છે–પરમાર્થથી પરીક્ષણીય પદાર્થની અસત્તા જ છે–પરમાર્થથી પરીક્ષણીય એવા સુવર્ણની કે મૃતધર્મની અસત્તા જ છે.
કંષ-છેદથી શુદ્ધમાં પણ તાપનો વિરહ હોય તો પરીક્ષણીય એવા સુવર્ણની સત્તા કેમ નથી ? તે સ્પષ્ટ કરે છે –
તાપમાં વિઘટમાન એવું સુવર્ણ કપ-છેદમાં વિદ્યમાન હોવા છતાં પણ સ્વસ્વરૂપને સુવર્ણના સ્વરૂપને પ્રાપ્ત કરવા સમર્થ નથી જ, કેમ કે તેનું જાતિ સુવર્ણપણું છે–અશુદ્ધ સુવર્ણપણું છે.
આ પણ કેમ છે ?=તાપ શુદ્ધિના અભાવમાં પરીક્ષણીય એવા સુવર્ણનો અભાવ કેમ છે ? એથી કહે છે – “જે કારણથી તેની શુદ્ધિમાં=સાપની શુદ્ધિમાં, તેનું સાફલ્ય છે=કષ-છેદનું, સાફલ્ય છે.” (સૂ. ૯૯) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – જે કારણથી તેની શુદ્ધિમાંતાપની શુદ્ધિમાં તેનું સાફલ્ય છે=કષ-છેદનો, સફલભાવ છે. તાપશુદ્ધિ હોતે છતે કષ-છેદનો સફલભાવ કેમ છે ? તે “તથાદિથી સ્પષ્ટ કરે છે –
ધ્યાન-અધ્યયન આદિ અર્થે કરાતો પૂર્વમાં બંધાયેલા કર્મની નિર્જરાના ફલવાળો થાય છે અને પ્રતિષેધ કરાતા એવા હિંસાદિ નવા કર્મના ગ્રહણના નિવૃત્ત ફલવાળા થાય છે.
ધ્યાન-અધ્યયનથી નિર્જરા થાય છે અને હિંસાદિના પરિહારથી નવા કર્મના ગ્રહણનો નિરોધ થાય છે તેની સંગતિ તાપશુદ્ધિના અભાવમાં નથી તે સ્પષ્ટ કરે છે – : બાહ્યચેષ્ટાની શુદ્ધિ અનાવિભૂત એવા આ બેના યોગથી અનાવિભૂત એવા ધ્યાન-અધ્યયન અને હિંસાદિની નિવૃત્તિરૂપ બેના યોગથી અને આવિર્ભત એવા બેના પરિપાલનથી આવિર્ભત એવા ધ્યાન-અધ્યયન અને હિંસાદિની