________________
૧૮૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
સામાન્ય રીતે મનુષ્યને બે ચક્ષુ હોય છે; જ્યારે મહાદેવ, પધજન્મ અને સ્કંદને અનુક્રમે ત્રણ, આઠ અને બાર ચક્ષુ હોય છે. સામાન્ય મનુષ્ય ચર્મચક્ષુથી જીવના હિતને અનુકૂળ પારમાર્થિક તત્ત્વને જોઈ શકતો નથી. ત્રણ ચક્ષુથી મહાદેવ પણ જીવના હિતને અનુકૂળ પારમાર્થિક તત્ત્વ જોઈ શકતા નથી. આઠ ચક્ષુ વડે પદ્મજન્મ પણ તે તત્ત્વને જોઈ શકતા નથી, બાર ચક્ષુ વડે કંદ=કાર્તિકસ્વામી, પણ તે તત્ત્વને જોઈ શકતા નથી, અને હજાર ચક્ષુ વડે ઇન્દ્ર પણ તે તત્ત્વને જોઈ શકતા નથી તેટલું જ નહિ, પરંતુ એકઠા થઈને ત્રણેય જગતનાં નયનો વડે જોવા માટે યત્ન કરવામાં આવે તો પણ, તે વસ્તુ દેખાતી નથી.
બુદ્ધિમાન પુરુષો વિષયોથી ઇન્દ્રિયોને પાછી ખેંચીને સમાહિત બુદ્ધિવાળા હોય છે=સમાધાન પામેલી બુદ્ધિવાળા હોય છે. અર્થાત્ આત્માને માટે આ બાહ્યવિષય અસાર છે, આત્માની પરમ સ્વસ્થતા જ આત્મા માટે જ સાર છે તે પ્રકારે સમાધાનને પામેલ બુદ્ધિવાળા પંડિતપુરુષો હોય છે. તેઓ જીવના હિતરૂપ તત્ત્વને જુએ છે અર્થાત્ આત્માના કલ્યાણની પરંપરાના કારણભૂત યોગમાર્ગના પરમાર્થને જુએ છે. આત્માના જે અંતરંગ ભાવરૂપ જે તત્ત્વ છે તેને જોનારા છે અર્થાત્ મોહથી અનાકુળ એવી ચેતના જીવ માટે પરમાર્થ છે તે પ્રકારના તત્ત્વને જોનારા છે.
આ રીતે સજ્ઞાનવાળા પુરુષોની મર્મને જોનારી દૃષ્ટિ હોય છે તેમ બતાવીને હવે પંડિતપુરુષો કેવા હોય છે ? તે અન્ય ઉદ્ધરણથી સ્પષ્ટ કરે છે –
પંડિતપુરુષો હંમેશાં તત્ત્વને જોનારા હોય છે. જીવ માટે તત્ત્વ આત્માનો નિરાકુળભાવ છે. તેથી પંડિતપુરુષો આત્માના નિરાકુળભાવ માટે સદા ઉદ્યમ કરનારા હોય છે. માટે પોતાની પ્રયત્નથી અપ્રાપ્ય હોય તેવી વસ્તુની ઇચ્છા કરતા નથી. જેના કારણે અપ્રાપ્ય વસ્તુની ઇચ્છા કરીને સંસારી જીવો જેમ ફ્લેશ પામે છે તેમ પંડિત પુરુષો ક્લેશ પામતા નથી. વળી, પોતાને પ્રાપ્ત થયેલ ઇષ્ટ વસ્તુ કોઈક રીતે નષ્ટ થઈ જાય તેનો પંડિત પુરુષો શોક કરતા નથી તેથી અન્ય સંસારી જીવોની જેમ નષ્ટ વસ્તુનો વિચાર કરીને ક્લેશને પામતા નથી. વળી, પંડિત બુદ્ધિવાળા પુરુષો આપત્તિમાં મોહ પામતા નથી અર્થાત્ મૂંઝાતા નથી પરંતુ વિચાર કરે છે કે ભૂતકાળનાં કર્મોને કારણે જે આપત્તિ આવેલ છે તેનો ઉચિત ઉકેલ જે રીતે થઈ શકે તે રીતે યત્ન કરવો જોઈએ જેથી ક્લેશની પ્રાપ્તિ ન થાય.
આ રીતે પંડિત પુરુષો પોતાની જીવનવ્યવસ્થા કઈ રીતે કરે છે તે બતાવ્યું. હવે તેઓની માનસિક સ્થિતિ કેવી હોય છે ? તે બતાવતાં કહે છે –
પંડિતપુરુષોના બુદ્ધિના વૈભવને જોઈને લોકો તેને માન આપતા હોય, તેનાથી તેઓ હર્ષિત થતા નથી અને પોતે બુદ્ધિમાન હોવા છતાં કોઈક રીતે કોઈ તેમનું અપમાન કરે તો રોષ પામતા નથી, પરંતુ સર્વ બાહ્ય સંજોગોમાં ગાંગહૃદની જેમ અક્ષોભ્ય રહે છે તે પંડિતપુરુષ કહેવાય છે. આ રીતે સજ્ઞાનવાળા ઉત્તમપુરુષની પ્રશંસા કરવાથી યોગ્ય શ્રોતાને તે પ્રકારનો સજ્ઞાનનો પક્ષપાત થાય છે. જેથી સત્વજ્ઞાનવાળા પુરુષોની જેમ તેવા પુરુષોના અવલંબન દ્વારા પોતાની પ્રકૃતિ પણ તેવી નિષ્પન્ન કરી શકે. યોગ્યજીવને યોગમાર્ગની પ્રવૃત્તિમાં ઉત્સાહ થાય તેના માટે ઉપદેશક પુરુષકારની પ્રશંસા કરે, જેથી